આ માણસે 40 વર્ષથી વાળ ધોયા પણ નથી અને કાપ્યા પણ નથી, જાણો શું કહ્યું ભગવાને સપનામાં આવીને..

કબીરન તેરી દુનિયા મે ભાત ભાત કે લોગ .. આ પંક્તિ વારંવાર યથાર્થ ઠરતી આવી છે. આજે પણ આ લેખમાં એવી જ એક વાત લઈને આવ્યા છીએ.

વાળ દરેક વ્યક્તિનું ઘરેણું માનવામાં આવે છે. પોતાના માથાના વાળ દરેક વ્યક્તિને પ્રિય છે. ખાસ કરીને દરેક છોકરીઓની ઇચ્છા હોય છે કે તેમના વાળ મજબૂત, જાડા અને લાંબા હોવા જોઈએ. છોકરીઓ ઉપર લાંબા વાળ સુંદર લાગે છે. જો કે, જ્યારે છોકરાઓની વાત આવે છે, મોટા ભાગે તેમના વાળની લંબાઈ સામાન્ય રીતે ટૂંકી હોય છે.

image source

જો કે, પુરુષોમાં ફક્ત સાધુ સંતો છે જે પોતાના વાળ મોટા રખાતા હોય છે. પરંતુ આજે અમે તમને એવા માણસ સાથે પરિચય કરાવા જઈ રહ્યા છીએ જેના વાળની લંબાઈ 6 ફૂટ છે, પરંતુ તે કોઈ સાધુ કે સંત નથી. હવે એક મોટો સવાલ પણ ઉભો થાય છે કે યઅ ભાઈએ હજી સુધી કદી કેમ વાળ કાપ્યા નથી? અર્થ, સંતોના વાળ વધારવા તે સામન્ય ગણી શકાય તેવું છે, પરંતુ આવા એક સામાન્ય નાગરિકે તેમને કેમ વધાર્યા છે?

image source

આના પર તેણે એક આશ્ચર્યજનક વાત કહી. યઅ ભાઇ એમ કહે છે કે એકવાર ભગવાન તેમના સ્વપ્નમાં આવ્યા. તેણે કહ્યું કે તમારા વાળ ક્યારેય કાપશો નહીં અને દારૂ અને ધૂમ્રપાન છોડશો. બસ ત્યારથી જ, તે ભગવાનની આપેલી આજ્ઞા પાળી રહ્યા છો અને વાળ કાપતા નથી.આશ્ચર્યજનક વાત એ છે કે આ માણસનો દાવો છે કે તેણે છેલ્લા ચાલીસ વર્ષથી તેણે વાળ ધોયા પણ નથી. તો ચાલો જાણીએ આ અલગ માણસ વિશે કેટલીક વધુ રસપ્રદ વાતો.

image source

મળો આ અનોખ જીવને, તે બિહારના મુંગર જિલ્લાનો રહેવાસી, નામ સકલ દેવ છે. તે માણસના વાળની લંબાઈ 6 ફુટ છે. ગામના લોકો તેને મહાત્માજી કહે છે. જોકે તે કોઈ સંત કે મહાત્મા નથી પરંતુ વન્ય વિભાગનો નિવૃત્ત કર્મચારી છે. સકલ દેવે 31 વર્ષ સુધી વન વિભાગમાં કામ કર્યું છે. હાલમાં તેઓ ઘરે જડી બુટ્ટીઓથી દવાઓ બનાવે છે. તેમની કુદરતી દવાઓ પણ તેમના વાળની જેમ પ્રખ્યાત છે. લોકો તેમની દવા મેળવવા માટે ઘણે દૂર-દૂરથી આવે છે.

image source

સકલ દેવનો પરિવાર વિસ્તૃત છે. તેમને ત્રણ દીકરા, ત્રણ દીકરીઓ અને સાત પૌત્રો છે. હાલમાં જ તે લાંબા વાળને કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. આશ્ચર્યની વાત એ છે કે 40 વર્ષમાં એકવાર પણ તેઓએ વાળ ધોયા નથી. તમને આ સાંભળવામાં ઘણું વિચિત્ર લાગશે, પરંતુ તેઓના દાવા મુજબ આ વાત સાચું છે. રસપ્રદ વસ્તુ તો એ કહેવાય કે વાળ ન ધોવાને કારણે તેની પત્નીને પણ કોઈ સમસ્યા નથી.

image source

જ્યારે પણ સકલ દેવ પોતાના ઘરની બહાર નીકળે છે, ત્યારે તેઓ વાળ પર સફેદ રંગનું કાપડ બાંધી દે છે. જો કે, આટલા વર્ષોથી વાળ ન ધોવાને કારણે ઉદભવેલી ગંદકી અને ગંધ સાથે તેઓ શું કરે છે? પરંતુ તે આશ્ચર્યજનક પણ છે કે આટલા વર્ષોથી તેમને ધોવાયા ન હોવા છતાં તેમના વાળ સાફ છે.

image source

સકલ દેવના વાળ આટલા લાંબા અને જાડા કેવી રીતે બન્યા. આ જ પ્રશ્ન સોશિયલ મીડિયા પર કેટલાક લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. સામન્ય રીતે, લોકો તેમના વાળને આટલી લંબાઈ આપવા માટે તમામ પ્રકારના ઉત્પાદનો અથવા ટીપ્સ વાપરતા હોય છે. પણ સકલ દેવ બાબત કેટલાક લોકો માને છે કે તે તેમના જિન્સમાં હતું, તેથી વાળ મજબૂત રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ