60% લોકોમાં આ સમસ્યા જોવા મળે છે, આ સમસ્યા નહીં એક ગંભીર બીમારી છે જાણો આ વિશે

તમે તમારી આસપાસના આવા ઘણા લોકોને જોયા હશે જેઓ કંઈપણ જમતા સમયે મોંમાં ખૂબ વિચિત્ર અવાજો કરે છે, જે બીજા ઘણા લોકો સાંભળવાનું પસંદ નથી કરતા. જે લોકો જમતા સમયે ખુબ અવાજ કરે છે તેનો અર્થ એ છે કે એ લોકો ખોરાક ખુબ ચાવીને ખાય છે,

image source

પરંતુ કેટલાક લોકોને તે ચાવવાનો અવાજ અને આદતથી એટલો ગુસ્સો આવે છે કે તેઓ પોતાનો ગુસ્સો સામેવાળા પર કાઢ્યા વગર નથી રહી શકતા. તેવી જ રીતે કેટલાક લોકો સંપૂર્ણ રીતે વિચલિત થાય છે. જો તમારો પ્રતિસાદ એ જ રહે છે, તો તમે મિસોફોનિયા નામની બીમારીથી પીડિત હોઈ શકો છો. તમને જણાવી દઇએ કે આ બીમારી પ્રકારનો માનસિક વિકાર છે.

image source

મિસોફોનિયા એક એવો રોગ છે જેમાં તમારા કાનમાં અવાજો ગૂંજતા રહે છે. આ અવાજો તમારી આજુબાજુમાં સાંભળવામાં આવતા સામાન્ય અવાજમાંથી એક હોય છે. પરંતુ તમે આ અવાજોથી ગુસ્સો અનુભવો છો. સામાન્ય રીતે આ અવાજોમાં જમ્યા પછી આવતો ઓડકાર, ચાવી-ચાવીને ખોરાક ખાવો અને દાંત અથડાવવાનો અવાજ આવવો.

image source

મિસોફોનિયા એ ન્યુરોસાયકિયાટ્રિક છે, જે અવાજને કારણે ક્રોધિત અને નર્વસ પ્રતિક્રિયા ઉભી કરે છે. જ્યારે આ વ્યક્તિ તેની આસપાસ આ અવાજો સાંભળે છે, ત્યારે તે અવાજ તેના કાર્ય અને મગજ પર અસર કરે છે. તે ઓસીડી (ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર) જેવી એક માનસિક સમસ્યા છે, જેમાં વ્યક્તિ એક પ્રકારનું કામ વારંવાર કરે છે અને ગંદકી જોઈને ગુસ્સે થઈ જાય છે.

image source

જે લોકોને આ રોગની સમસ્યા છે તેઓને ધૂમ્રપાન, ઊંઘતા, કઇંપણ અલગ કાર્ય કરતા, છીંકતાં, નસકોરા બોલાવતા, ઉધરસ અથવા શરદી, સીટી વગાડવી, ખોરાક ચાટતા જેવા લોકોને જોઈને અથવા આવો અવાજ સાંભળીને ગુસ્સે થાય છે અને તેઓને ખુબ ચીડિયાપણું લાગે છે.

આ બીમારી ધરાવતા લોકોને આવા અવાજ સંભળાતા અચાનક પરસેવો આવી જાય છે અને તેઓના ધબકારા તીવ્ર બને છે. મિસોફોનિયા અને અન્ય ન્યુરો-માનસિક વિકારને દૂર કરવા માટે તમારે તમારી જીવનશૈલી બદલવી પડશે.

image source

ઊંઘવાની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સુધારો કરો, તાણ ઓછું રાખો, હંમેશાં તેના સ્તરમાં ઘટાડો જાળવી રાખો, દૈનિક વ્યાયામ અને તંદુરસ્ત આહારની સાથે, તમે મિસોફોનિયા જેવા ઘણા રોગોથી છૂટકારો મેળવી શકો છો.

તમને જણાવી દઈએ કે મિસોફોનિયાની સારવાર ક્રૉગીટીવ બિહેવિયરલ થેરીપી અને ટિનીટસ ટ્રેનિંગ દ્વારા કરવામાં આવે છે. આવી માનસિક વિકારની સારવાર માટે તમારું મગજ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તમને કોઈ અવાજ પર ગુસ્સો ન આવે. તેની અસરને દૂર કરવા માટે અવાજ બોક્સની મદદથી બેકગ્રાઉન્ડમાં ન્યુટ્રલ અવાજ કાઢીને પણ આ સમસ્યાની સારવાર કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત