WhatsAppના કોલ રેકોર્ડ કરી શકશો તમે પણ, જાણી લો આ માટેની સરળ ટ્રિક

ઘણીવાર આપણે કૉલ પર જરૂરી વાતો રેકોર્ડ કરવા માગતા હોઇએ છીએ. તેવામાં જો કૉલ Whatsapp પર હોય તો તે થોડુ મુશ્કેલ થઇ જાય છે પરંતુ હવે તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsappની મદદથી હવે ટેક્સ્ટ મેસેજની સાથે સાથે ઑડિયો અને વીડિયો બંને પ્રકારના કૉલ કરીશકો છો. અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે કેવી રીતે તમે આ એપ પર કૉલ રેકોર્ડ કરી શકો છો. વૉટ્સઍપ આજના જમાનામાં ખુબ જ પોપ્યુલર મેસેજીંગ ઍપ છે.

image source

જેના ઉપયોગથી તમે ટેક્સ્ટ મેસેજ સિવાય ઓડિયો અને વીડિયો બંને પ્રકારના ફોન કરી શકો છો. કેટલીક વાર તમે વૉટ્સઍપ પર વાત કરી રહ્યાં હોવ અને સામેની વ્યક્તિ તમને મહત્વની વાત કહી રહી છે પરંતુ તેને નોટ કરવા માટે તમારી પાસે કાગળ અને પેન નથી તો આવી પરિસ્થિતિમાં તમે વૉટ્સઍપ કોલ રેકોર્ડ કરીને કામની વાત સેવ કરી શકો છો. વૉટ્સઍપ કોલને એન્ડ્રોઇડ અને આઇફોન બંનેમાં રેકોર્ડ કરવા માટે કેટલીક ડિવાઇઝની જરૂર હોય છે. મહત્વનું છે કે બીજા કોઇ વ્યક્તિની અનુમતિ સિવાય કોલ રેકોર્ડ કરવો અનૈતિક અને ગેરકાયદેસર છે. એવામાં તમે સામેના વ્યક્તિને જાણકારી આપો કે તમે તેનો કોલ રેકોર્ડ કરી રહ્યાં છો.

Android યુઝર્સ આ રીતે કરી શકે છે કૉલ રેકોર્ડ

image source

જો તમે એન્ડ્રોઇડ યુઝર હોવ તો સૌપ્રથમ તમારે ક્યૂબ કૉલ રેકોર્ડરને ડાઉનલોડ કરવાનું છે. આ એપ ઓપન કર્યા બાદ Whatsapp પર જાઓ અને જેની સાથે વાત કરવી છે તે યુઝરને કૉલ કરો. આ દરમિયાન તમને ક્યૂબ કૉલ વિઝિટ દેખાય તો તેનો અર્થ છે કે કૉલ રેકોર્ડ થઇ રહ્યો છે. જો તમારા ફોનમાં Error શૉ કરી રહ્યું હોય તો ફરી એકવાર ક્યૂબ કૉલ રેકોર્ડર ઓપન કરો. આ વખતે એપની સેટિંગમાં જઇને વૉઇસ કૉલમાં Force Voice પર ક્લિક કરવાનું છે. આ પ્રોસેસ બાદ તમારે ફરી એક વાર Whatsapp કૉલ કરવાનો છે. જો આ વખતે ક્યૂબ કૉલ રેકોર્ડર શૉ ન કરે તો તેનો અર્થ છે કે આ એપ તમારા ફોનમાં કામ નથી કરી રહી.

કેવી રીતે કોલ કરશો રેકોર્ડ

image source

સૌથી પહેલા તમારે ક્યુબ કોલ રેકોર્ડર ડાઉનલોડ કરવું પડશે.

ઍપ ઓપન કર્યા બાદ વૉટ્સઍપ પર જાઓ અને તે વ્યક્તિને ફોન કરો, જેની સાથે તમે વાત કરવા ઇચ્છો છો.

આ દરમિયાન ક્યુબ કોલ વિજેટ દેખાઇ રહી છે તો મતલબ તમારો ફોન રેકોર્ડ થઇ રહ્યો છે.

જો તમારા ફોનમાં એરર શો કરી રહ્યું છે તો તમે ફરીથી ક્યુબ રેકોર્ડર ખોલો.

image source

ત્યાં જઇને ઍપની સેટિંગમાં જઇને વોઇસ કોલમાં ફોર્સ વોઇપ પર ક્લિક કરો.

સમગ્ર પ્રોસેસ બાદ એક વાર ફરી વૉટ્સઍપ કોલ કરો.

જો હજુ પણ ક્યુબ કોલ રેકોર્ડર શો નથી કરી રહ્યું તો તેનો મતલબ છે કે આ સેવા તમારા ફોનમાં સપોર્ટ નહી કરે.

આઇફોનમાં કેવી રીતે કરશો રેકોર્ડ

આઇફોન પર મેકની મદદથી કોલ રેકોર્ડ કરી શકો છો.

image source

આઇફોનને લાઇટનિંગ કેબલની મદદથી મેક સાથે કનેક્ટ કરો.

જે બાદ આઇફોન પર ટ્રસ્ટ ધીસ કમ્પ્યુટર ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો.

તેમાં તમને ફાઇલ સેક્શનમાં ન્યુ ઓડિયો રેકોર્ડિંગનો ઓપ્શન મળશે.

તેમાં તમારે રેકોર્ડ બટન નીચે એરોનું નિશાન બતાવશે.

જેના પર ક્લિક કરીને તમારે આઇફોન સિલેક્ટ કરવાનો રહેશે.

image source

સમગ્ર પ્રોસેસ બાદ તમારે ક્વિકટાઇમમાં રેકોર્ડનું બટન દબાવીને રેકોર્ડિંગ શુરૂ કરવું પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ