આ ૬ વસ્તુઓ ખાવાથી નહીં થાય ક્યારેય કેલ્શિયમની ઊણપ. રાખશે હાડકા મજબૂત…

શરીરમાં કેલ્શિયમની કમી દૂર કરવા અપનાવો કેલ્શિયમથી ભરપૂર આ ખોરાક અને રાખો તમારા હાડકાને આજીવન મજબૂત, કેલ્શિયમથી ભરપૂર આ સુપર ફુડના નિયમિત સેવનથી ક્યારેય શરીરમાં કેલ્શિયમની કમી નહીં રહે અને વૃદ્ધત્ત્વમાં પણ હાડકા રહેશે જુવાન

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે નાનપણથી લઈને ગઢપણ સુધી શરીર માટે કેલ્શિયમ અત્યંત મહત્ત્વનું ખનીજતત્ત્વ છે. બાળકના હાડકા મજબૂત થાય તેના માટે તેને નાનપણમાં ભરપૂર દૂધ પીવડાવવામાં આવે છે. પણ એ પણ હકીકત છે કે હાડકા ઉમર વધતાં શરીરમાં કેલ્શિયમની કમી થવાથી નબળા પડતા જાય છે. અને જો યુવાની કે બાળપળમાં શરીરને પુરતું કેલ્શિયમ ન મળે તો શરીરમાં વૃદ્ધત્વમાં આવે તેવી નબળાઈ આવી જાય છે.

image source

પણ જો તમે તમારા ડાયેટમાં નીચે જણાવેલા કેલ્શિયમના સ્રોતથી ભરપુર ખોરાકનો સમાવેશ કરશો તો તમે વૃદ્ધત્ત્વમાં પણ કોઈ જુવાનની જેમ હરીફરી શકશો કારણ કે આ કેલ્શિયમથી ભરપૂર ખોરાક તમારા શરીરમાંના હાડકાને ઉત્તરોત્તર મજબૂત બનાવતો જશે. તો ચાલો જાણીએ તે વિષે.

સરગવો

image source

આયુર્વેદમાં સરગવાનો ઉલ્લેખ કેલ્શિયમથી ભરપુર ખોરાક તરીકે કરવામાં આવ્યો છે. કેહવાય છે કે 100 ગ્રામ સરગવામાં 5 પ્યાલા દૂધ જેટલુ કેલ્સિયમ હોય છે. માટે જો તમારા હાડકા સતત નબળા રહેતા હોય તમને ફરિયાદ રહેતી હોય તો તમારે સરગવાની ભાજી અથવા તો સરગવાને તમારા ભોજનમાં નિયમિત રીતે સમાવવા જોઈએ.

રાગી

image source

રાગી એક પ્રકારનું અન્ન છે. તેમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. રાગીને રોજિંદા ખોરાકમાં શામેલ કરવાથી શરીરને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. રાગીનો ઉપયોગ તમે શિરો બનાવવામાં કે પછી રોટલી બનાવવા પણ કરી શકો છો અને તે દ્વારા તમારા સ્વાદને જાળવીને પણ તમે તમારા શરીરને કેલ્શિયમ પુરુ પાડી શકો છો. અને ગઢપણમાં પણ જુવાન રહી શકો છો.

ઇંડા

image source

ઘણા લોકો માસ વિગેર નથી ખાતાં પણ ઇંડા ખાતા હોય છે. અને ઇંડા શરીર માટે ઉત્તમ છે. ઇંડામાં ભરપુર પ્રમાણમાં પ્રોટિન હોય છે તે તમારી માશપેશિયોને બનાવવામાં મદદ કરે છે અને તેને મજબૂત પણ બનાવે છે. આ સિવાય ઇંડામાં કેલ્શિયમનું પ્રમાણ પણ વધારે હોય છે. ખાસ કરીને ઇંડાની અંદર આવેલા પિળા ભાગમાં કેલ્શિયમ વધારે પ્રમાણમાં હોય છે. ઇંડા તમારા શરીરના હાડકાને તો મજબૂત બનાવે જ છે પણ સાથે સાથે તે તમારા શરીરના સાર્વત્રિક સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે.

ફણસી

image source

ફણસી વિટામિન એ, કે, સી અને ફાઇબર, પોટેશિયમ તેમજ ફોલિક એસિડથી ભરપુર હોય છે. આ ઉપરાંત તેમાં આયર્ન, ઝિંક તેમજ પ્રોટિન પણ સમાયેલા હોય છે. તેમ તેમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ પણ વધારે હોય છે. નિયમિત ફણસી ખાવાથી તમારા હાડકાં તો મજબૂત બને જ છે પણ સાથે સાથે તમને કેન્સર, હૃદય રોગ તેમજ મધુમેહની બિમારીથી પણ બચાવે છે.

મશરૂમ

image source

મશરૂમ વિવિધ પ્રકારના ખનીજતત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ તો ભરપુર હોય જ છે પણ સાથે સાથે પ્રોટિન, ફોસ્ફરસ પણ હોય છે જે તમારા હાડકાને મજબૂત બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. તેના માટે તમારે રોજ મશરૂમ ખાવાની જરૂર નથી પણ મહિનામાં માત્ર 4-5 વાર જ મશરૂમનું સેવન કરવાનું રહેશે. માત્ર ચાર કે પાંચ દિવસ મશરૂમનું સેવન કરવાથી તમે તમારા શરીરને પુરતુ પોષણ આપી શકશો અને તમારા હાડકા હંમેશા મજબૂત રહેશે.

ઓરેન્જ જ્યુસ

image source

રોજ સવારે જો તમે ચા કે કોફીની જગ્યાએ નારંગીનો તાજો જ્યુસ પિશો તો તમને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહેશે. આ સિવાય તે વિવિધ પોષકતત્ત્વોથી ભરપુર હોય છે. નિયમિત રોજ સવારે બે નારંગીનો જ્યુસ પિવાથી શરીરને દરેક પ્રકારનું પોષણ મળી રહે છે અને તેનાથી તમે તમારા શરીરને આજીવન ફીટ રાખી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ