શ્લોકા મહેતાની બાળપણથી લઈને અત્યાર સુધીની ક્યારેય ના જોવાયેલી તસવીરો…

અંબાણી વહુ શ્લોકા મેહતાની તમે લેટેસ્ટ તસ્વીરો તો બહુ જોઈ હશે પણ તેના બાળપણ અને કોલેજકાળની તસ્વીરો નહીં જોઈ હોય, જુઓ તેની વણજોઈ તસ્વીરો, માલેતુજાર અંબાણી વહુ શ્લોકાની કોલેજકાળની અને બાળપણની વણજોઈ તસ્વીરો જુઓ

image source

નીતા-મુકેશ અંબાણીના કુટુંબના મોટા દીકરા આકાશ અંબાણીને પરણતા જ શ્લોકા મેહતામાંથી શ્લોકા મેહતા અંબાણી બની ગઈ અને બસ ત્યારથી જ તેણી એક પ્રસિદ્ધ સિલિબ્રિટી બની ગઈ છે. શ્લોકા અને આકાશના લગ્નની તસ્વીરો તો સોશયિલ મિડિયા પર ખુબ વાયરલ થઈ હતી અને તેને ખુબ પસંદ કરવામાં આવી હતી અને તે તસ્વીરોના કારણે જ શ્લોકાનો બોલીવૂડ સેલિબ્રિટિની જેમ એક મોટો ફેન વર્ગ ઉભો થઈ ગયો અને આજે તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અને તેણીના નામે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફેન પેજ પણ બની ગયા છે જેનું ફેન ફોલોઇંગ લાખોમાં છે.

image source

શ્લોકાના ફેન્સ અને પાપારાઝી તેની એક ઝલકની આતુરતાથી રાહ જોતા હોય છે. અને તેની લેટેસ્ટ તસ્વીરો જેટલી વાયરલ થાય છે તેટલી જ તેની કોલેજકાળની તેમજ બાળપણની તસ્વીરો પણ વાયરલ થાય છે. અને આજે અમે તમારી સમક્ષ શ્લોકાની આવી જ જુની કોલેજ દરમિયાનની અને બાળપણની તસ્વીરો લઈ આવ્યા છીએ. આ તસ્વીરો જોતાં તમને શ્લોકાના વ્યક્તિત્ત્વની એક અલગ બાજુ પણ જોવા મળશે અને દરેકને એવી લાગણી થશે કે તેણી ભલે કરોડપતિ માતાપિતાની દીકરી હોય કે પછી દેશના સૌથી ધનાડ્ય કુટુંબની વહુ હોય પણ છે તો આપણા જેવી સામાન્ય જ.

image source

શ્લોકા મેહતા અને તેના સાસુ નીતા અંબાણી વચ્ચેની કેમેસ્ટ્રી અત્યાર સુધીમાં કોઈ જ સાસુ વહુ વચ્ચે જોવામાં નહીં આવી હોય, એક ઇન્ટર્વ્યુમાં નીતા અંબાણીએ શ્લોકા માટે કંઈક આમ કહ્યું હતું, “મારા દીકરા આકાશ માટે શ્લોકાથી સારી છોકરી બીજી કોઈ હોઈ જ ન શકે, શ્લોકાને હું તેણી માત્ર ચાર જ વર્ષની હતી ત્યારથી જાણું છું. ત્યારથી અત્યાર સુધમાં શ્લોકામાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે પણ તેના ચહેરાની નિર્દોષતા આજે પણ તેટલી જ અકબંધ છે. હું ખુબ જ ખુશ છું કે જે બાળકીને હું આટલી પસંદ કરું છું તે જ મારા ઘરની વહુ બની રહી છે. અને આખુંએ અંબાણી કુટુંબ શ્લોકાનું કુટુંબમાં સ્વાગત કરવા માટે આતુર છે.”

image source

શ્લોકાને જ્યારે ક્યારેય જાહેરમાં જોવામાં આવે કે પછી તેની કોઈ જુની તસ્વીર વાયરલ થાય ત્યારે તેના ફેન્સ તેમજ મિડિયા એક વાતનો ઉલ્લેખ કરવાનું ભુલતી નથી અને તે છે તેના ચહેરા પરનું નિર્દોષ સ્મિત. જો તમે પણ તેની બાળપણની કે કોલેજકાળની તસ્વીરો જોશો તો તમે પણ તેના નિર્દોશ સ્મિતના કાયલ બની જશો.

image source

નીતા – મુકેશ અંબાણીએ ગયા વર્ષે પોતાના જોડિયા બાળકો ઇશા અને આકાશના લગ્ન ખુબ જ ધામધૂમથી કર્યા હતા. ઇશા અંબાણીના લગ્નમાં તો વિશ્વવિખ્યાત પોપ સિંગર બેયોન્સેની મુંબઈ ખાતે પ્રાઇવેટ કોન્સર્ટ પણ કરવામાં આવી હતી. જેના કારણે વિદેશોમાં પણ મુકેશ અંબાણીની જાહોજલાલીનો ડંકો વાગી ગયો હતો. તો વળી શ્લોકા – આકાશના લગ્નમાં પણ બન્ને કુટુંબે કોઈ જ કમી નહોતી રહેવા દીધી.

image source

શ્લોકા મુંબઈના જાણીતા ડાયમન્ડ મર્ચન્ટ રસેલ મેહતાની સૌથી નાની દીકરી છે. નીતા અંબાણીએ જણાવ્યું તેમ શ્લોકા અને આકાશ નાનપણથી જ એકબીજાને જાણતા હતા અને તે બન્ને એક સાથે ધીરુભાઈ અંબાણી ઇટરનેશનલ સ્કૂલમાં જ અભ્યાસ કરી ચૂક્યા છે. અને નાનપણથી જ ઇશા-આકાશ-શ્લોકા વચ્ચે એક ગાઢ મિત્રતા રહી છે. માટે મેહતાઝ અને અંબાણીઝને એકબીજાના કુટુંબમાં ભળતા જરા પણ વાર નહોતી લાગી.

image source

એક અહેવાલ પ્રમાણે આકાશ અંબાણીને નાનપણથી જ શ્લોકા પસંદ હતી. મુંબઈ ખાતેની ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ પુર્ણ કર્યા બાદ તેણી ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગઈ અને ત્યાં તેણીએ ઇકોનોમિક્સ તેમજ પોલિટિકલ સાઇન્સમાં લૉમાં માસ્ટર કર્યું.

જાણો આકાશે શ્લોકાને કેવી રીતે પ્રપોઝ કર્યું

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે શ્લોકા બાળપણથી જ આકાશનો ક્રશ રહી છે. અને બન્ને કુટુંબને પણ તેમના સંબંધમાં કોઈ જ વાંધો નહોતો. છેવટે આકાશે શ્લોકાને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું અને તેના માટે તેણે ગોવા જેવી રોમેન્ટીક જગ્યા પર પસંદગી ઉતારી. આકાશે પોતાના પિતા મુકેશ અંબાણી, માતા નીતા અંબાણી અને દાદી કોકીલાબેન અંબાણીની હાજરીમાં શ્લોકાને ગોવાની એક સુંદર સાંજે પ્રપોઝ કર્યું હતું. અને ત્યાર બાદની તેમની સગાઈ અને તેમના લગ્ન વિષે તો આખું જગત માહિતગાર છે.

શ્લોકા પોતાની નળંદ અને સાસુ સાથે ધરાવે છે ગાઢ મૈત્રી

image source

જ્યારે ક્યારેય પણ શ્લોકા મેહતા અંબાણી પોતાની સાસુ નીતા અંબાણી કે પછી નણંદ ઇશા અંબાણી સાથે જોવા મળે છે ત્યારે તેમની વચ્ચેનો નણંદ – ભાભીનો કે પછી સાસુ – વહુનો સંબંધ નથી જોવા મળતો પણ જાણે વર્ષોથી એકબીજાને ઓળખતાં મિત્રો જેવો તેમનો સંબંધ જોવા મળે છે. તે ત્રણે કોઈ બોલીવૂડ પાર્ટી હોય, કે પછી કોઈ ધાર્મિક પ્રસંગ હોય કે પછી કોઈ બિઝનેસ મિટિંગ હોય હંમેશા ઉત્સાહમાં જોવા મળે છે. અને નીતા – મુકેશ અંબાણીના નાના દીકાર અનંત અંબાણીની રુમર ગર્લફ્રેન્ડ અને ભાવી પત્ની તરીકે અંબાણી કુટુંબ સાથે અવારનવાર જોવા મળતી રાધીકા મર્ચન્ટ સાથે પણ શ્લોકાના નાની બહેન જેવા સંબંધો છે.

image source

જ્યારે નણંદ ઇશા અંબાણી સાથે તો તેણીનું એક અલગ જ બોન્ડીંગ છે ઘણી બધી નાનપણની તસ્વીરોમાં તેણી ઇશા અંબાણી સાથે રમતી મસ્તી કરતી જોવા મળી છે. અને આજે પણ અવારનવાર તે બન્ને એક સાથે પાર્ટી કરતી જોવામાં આવે છે. અને માત્ર નણંદ-ભાભી તરીકે જ નહીં પણ તેણી એક બીજાની બેસ્ટ ફ્રેન્ડ્સ પણ છે જે તેમના સંબંધને ઓર વધારે પાક્કો બનાવે છે.

image source

થોડા મહિના પહેલાં શ્લોકાનો બર્થડેમાં પણ સમગ્ર અંબાણી પરિવાર તેમજ મેહતા પરિવારે શ્લોકાને ખુબ જ સુંદર રીતે જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેણી માટે કુટુંબના દરેક સભ્યો દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતી વિડિયો તૈયાર કરવામાં આવી હતી. તે વિડિયોઝ જોઈને કોઈને પણ ખ્યાલ આવી જાય કે શ્લોકા ખરેખર અંબાણી કુટુંબની લાડકી વહુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ