શિયાળામાં તમને રોગમુક્ત અને સ્વસ્થ રાખશે આ ૮ આસાન ઊપાય…

આ શિયાળામાં રહો એકદમ સ્વસ્થ અને નિરોગીઃ અપનાવો અમારી આ હેલ્થ ટીપ્સ

image source

શિયાળો હવે ધીમે ધીમે શરૂ થવા જઈ રહ્યો છે. જો કે દીવાળી ઉપર ઠંડી તો શરૂ જ થઈ ગઈ હતી પણ મહા વાવાઝોડાએ વાતાવરણમાં પલટો લાવી દીધો છે અને આખો દીવસ શિયાળો, ઉનાળો અને ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે પણ તેનો અર્થ એ નથી કે શિયાળો આવશે જ નહીં. શિયાળો પણ આવશે સરસ ફ્રેશ શાકભાજી તેમજ ફળો પણ આવશે અને સાથે સાથે શરદી, તાવ, ઉધરસ અને ફ્લુ પણ લાવશે પણ જો તમે આ બધી જ શારીરિક તકલીફથી તમારી જાતને દૂર રાખવા માગતા હોવ તો આજનો આ લેખ તમારા માટે જ છે.

image source

આયુર્વેદના આ ઉપાયો અજમાવી તમે આખો શિયાળો તમારી જાતને વિવિધ બિમારીઓ તેમજ વાયરલ ઇન્ફેક્શનથી દૂર રાખી શકો છો. દરેક સિઝન બદલાતાં મોસમની તાસિર પણ બદલાય છે અને તે તાસિર પ્રમાણે આપણે આપણા શરીરની તાસિરને પણ મેચ કરવાની હોય છે. સિઝન બદલાય તેની સાથે સાથે શરીરની પાચન ક્રિયામાં પણ ફેરફાર આવે છે અને તમારા શરીરને કોઈ ખોરાક અનુકુળ આવે છે તો કોઈ ખોરાક અનુકુળ નથી આવતો. તેના માટે તમારે એ જાણવું જોઈએ કે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. અને સાથે સાથે આયુર્વેદના કેટલાક ઉપાયની જાણકારી પણ રાખવી જોઇએ અને શિયાળા દરમિયાન તેને અજમાવવા પણ જોઈએ.

ખોરાકમાં શામેલ કરો આયુર્વેદની ઔષધીઓ

image source

શિયાળા દરમિયાન તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે તમારા ડજયેટમાં, અશ્વગંધા, આમળા, તુલસી, ચ્યવનપ્રાસ, થ્રિફળા, તેમજ વિવિધ ઉકાલાઓનો પણ સમાવેશ કરવો જોઈએ. આ ઉકાળામાં તમે ઉપર જણાવેલી જડીબુટ્ટીઓનો પણ ઉમેરો કરી શકો છો જે તમને સામાન્ય બિમારીઓથી તો બચાવશે જ પણ સાથે સાથે તે તમને ડેન્ગ્યુ, મેલેરિયા વિગેરે જેવી ગંભીર મચ્છર જન્ય બિમારીઓથી પણ બચાવશે.

હુંફાળા તેલનું માલિશ

image source

આયુર્વેદમાં માલિશને એક આગવું મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તેમાં તો નિયમિત પણે રોજ હુંફાળા તેલના માલિશની સલાહ આપવામા આવી છે. આ તેલના માલિશમાં તમે સુરજ મુખીનું તેલ કે પછી તલનું તેલ કે પછી ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. તેના માલિશથી શરીરની માંસપેશિયો મજબૂત બને છે. અને તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ વધે છે જેનાથી તમારી ઇમ્યુન સિસ્ટમ પણ મજબુત બને છે.

ઠંડુ ભોજન તેમજ ઠંડા પીણાથી દૂર રહેવું

image source

શરીર માટે વાસી ઠંડુ ભોજન નુકસાનકારક છે. આ સિવાય તમારે ઠંડા પીણા તો પીવા જ ન જોઈએ પણ સાથે સાથે જો તમે જ્યુસ પિતા હોવ તો તેને પણ તાજા જ પિવા જોઈએ. ફ્રુટમાંથી એકવાર જ્યુસ કાઢ્યા બાદ તેને ફ્રીઝમાં સ્ટોર ન કરવો જોઈએ પણ તેને તાજો જ પીવો જોઈએ.

ગરમ ભોજન આરોગો

image source

શિયાળા દરમિયાન વાસિ ખોરાક તો બિલકુલ ન ખાવો પણ તાજુ જ અને ગરમ ભોજન ખાવાનો આગ્રહ રાખો. અને બને તો હળવું ભોજન જ પસંદ કરો. શરીરને ભારે પડે તેવું વધારે પડતું ચરબી વાળુ ભોજન ન ખાવું જોઈએ. આમ કરવાથી વગર કોઈ પ્રયાસે જ તમારા શરીરની ઇમ્યુનીટી વધશે. ગરમ અને હળવો ખોરાક તમને વિવિધ જાતના બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. વર્ષ દરમિયાન જ્યારે ક્યારેય બેવડી ઋતુ ચાલી રહી હોય એટલેકે ઋતુ બદલાઈ રહી હોય તેવા સમયે હંમેશા હળવું, તાજુ અને ગરમ ભોજન લેવું જોઈએ.

શિયાળામાં નાહવાના ગરમ પાણીમાં ઉમેરો થોડાં ટીપાં તેલ

image source

શિયાળામાં તમે ગરમ પાણીમાં નાહીને પણ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકો છો. તેના માટે તમારે રોજે નાહવાના પાણીમાં 4-5 ટીપાં તેલના ઉમેરવા જોઈએ. તેલમાં તમે નાળિયેર, રોઝમેરી, ઓલિવ, વિગેરેના તેલનો ઉપોયગ કરી શકો છો આ ઉપરાંત તમે નાહવાના પાણીમાં મીઠુ પણ ઉમેરી શકો છો.

પુરતી ઉંઘ લો

image source

ઉંઘ તમારા શરીર તેમજ તમારા મન બન્નેને એક સાથે આરામ આપે છે. દીવસ દરમિયાન પુરતી ઉંઘ લેવાથી શિયાળામાં તમે તમારા શરીરને મજબુત બનાવી શકો છો અને રોગોથી લડી શકો છો. આયુર્વેદમાં ઉંઘને શરીર માટે અત્યંત મહત્ત્વની માનવામાં આવી છે.

શિયાળામાં ખોરાકમાં વિવિધ મસાલાઓનો વપરાશ કરો

image source

શિયાળામાં ખોરાકમાં મસાલાનો ઉપોયગ કરવો જોઈએ. તેનાથી તમારા શરીરને વિવિધ રોગોથી રક્ષણ મળશે. પણ તેનો અર્થ એ નથી કે તમારે તમારા ખોરાકમાં તેલ, તીખાશ કે પછી વધારે પડતાં મસાલાઓ વધારવાના છે. મસાલામાં ખાસ કરીને, હળદર, ધાણા, મરી, તજ, આદુ વિગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત શિયાળામાં વિવિધ જાતના ફળ તેમજ શાકભાજીઓ પણ આવતા હોય છે માટે સિઝનના શાકભાજી તો ચોક્કસ આરોગવા જોઈએ. તે તમને વિવિધ જાતના વાયરલ ફ્લૂથી દૂર રાખે છે.

જંક ફૂડ તેમજ સ્ટ્રીટ ફૂડથી દૂર રહો

image source

ઠંડી ઋતુમાં રોગ ફેલાવાની શક્યતાઓ વધારે રહે છે. તેમજ બહાર મળતા ભોજન કેટલી સ્વચ્છતા જાળવીને બનાવામાં આવ્યા હોય તેની કોઈ જ જાણ નથી હોતી. માટે શિયાળામાં બહારના ભોજન તેમજ જંક ફુડથી દૂર રહેવું જોઈએ. જો તમે જંક ફુડ તેમજ સ્ટ્રીટ ફુડ ચાલુ રાખશો તો તેના કારણે તમારા શરીરમાં ઝેરી તત્ત્વો તેમજ કચરો જમા થશે અને તેનાથી શરીરને વિવિધ વિકારોનો સામનો કરવો પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ