સલમાન ઘરે આ અભિનેત્રી સાથે વિતાવી રહ્યો છે સમય, તસવીરે ખોલ્યુ રાઝ

સલમાન ઘરે એકલો નથી પણ પનવેલમાં આવેલા ફાર્મ હાઉસમાં આ અભિનેત્રી સાથે વિતાવી રહ્યો છે સમય

હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે અને લોકો પોતાની જરૂરિયાત વગર ઘરની બહાર પણ નીકળી શકતા નથી. સામાન્ય માણસની સાથે સાથે સ્ટાર્સ પણ પોતાના ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. અને લોકોને તેમ કરવા અપિલ પણ કરી રહ્યા છે, અને સાથે સાથે પોતાની વિવિધ પ્રવૃત્તિઓ પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા તસ્વીરો તેમજ વિડિયો દ્વારા શેર કરી રહ્યા છે.

આ સ્ટારમાં સલમાન ખાનનો પણ સમાવેશ થાય છે પણ ભાઈ થોડી ઘરમાં પુરાઈ રહે તે તો પોતાના પનવેલ ખાતે આવેલા ફાર્મ હાઉસ પર પહેલેથી જ પહોંચી ગયા છે અને ત્યાં ખુલામાં સમય પસાર કરી રહ્યા છે.

image source

થોડા સમયથી સલમાન ખાનની આ વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જે સલમાન ખાનના કારણે પણ તેમાં હાજર બીજી એક વ્યક્તિના કારણે વધારે ચર્ચા જગાવી રહી છે. આ વિડિયોમાં સલમાન સાથે તેની ખાસ મિત્ર છે. કોણ છે તે મિત્ર ચાલો જાણીએ.

એક અહેવાલ પ્રમાણે સલમાન ખાન પોતાના માતાપિતા સાથે ગેલેક્સી અપાર્ટમેન્ટમાં નહીં પણ પોતાના પનવેલ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં સમય પસાર કરી રહ્યો છે. અહેવાલો પ્રમાણે તેની સાથે ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ, સલમાનની બહેન અર્પિતા ખાન અને જીજા આયુષ શર્મા પણ છે.

image source

વાસ્તવમાં આ જાણકારી સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા એક વિડિયોથી મળી હતી કે સલમાનની સાથે જેકલીન છે. આ વિડિયોને ટ્વીટર પર અંજલી નામના એક અકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી જેમાં સલમાનની સાથે જેકલીન પણ જોવા મળી હતી. આ વિડિયોમાં સલમાન અને જેકલીન રેપર બાદશાહને વિડિયો કોલ કરતા જોઈ શકાય છે. જો કે તેમાં બાદશાહનો ચેહરો તો નથી જોઈ શકાતો.

લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તે પહેલાં સલમાન ખાન મુંબઈમાં ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મનું શુટિંગ કરી રહ્યો હતો પણ લોકડાઉના કારણે શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તરત જ સલમાન પોતાના ફાર્મ હાઉસ જતો રહ્યો અને ત્યાં જ પોતાને લોકડાઉન કરી લીધો. સલામન હંમેશા નવરાશના સમયમાં પોતાના ફાર્મ હાઉસ પર જ જોવા મળે છે. તેને વિદેશ ફરવા જવા કરતાં પોતાના ફાર્મ હાઉસમાં જ જાણે શાંતિ મળતી હોય તેવું લાગે છે. જ્યારે અહીં હોય છે ત્યારે તે પોતાની પ્રવૃત્તિની ઘણી બધી તસ્વીરો તેમજ વિડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરે છે.

image source

થોડા દિવસ પહેલાં સલમાનનો ક્વોરેન્ટાઇનના સમયે એક વિડિયો વાયરલ થયો હતો. જેમાં સલમાન પેઇન્ટિંગ કરી રહ્યો હતો. સલમાન વિડિયોમા ચારકોલ પેઇન્ટીંગ કરી રહ્યો હતો. અને પેઇન્ટિંગ કરતી વખતે તે કહોના પ્યાર હૈ ફિલ્મનું ગીત ગાઈ રહ્યો હતો. આ તસ્વીરમાં સલમાને માતા-પુત્રને દોર્યા હતા.

image source

સલમાનને પેઇન્ટીંગનો ખૂબ શોખ છે અને તે એક ઉત્તમોત્તમ પેઇન્ટર પણ છે જે તેણે પોતાની ઘણી બધી કૃતિઓ દ્વારા સાબિત કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ