આજીવન સ્વસ્થ રહેવા માટે આ 5 લો કેલરી નાશ્તાઓ ચોક્કસ ખાઓ. તમારી ઘણીબધી શારીરિક સમસ્યાઓનો અંત આવી જશે.

ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય તેના વ્યંજનોમાં પણ અસિમ વૈવિધ્ય ધરાવે છે, માટે ભારતના લોકો માટે હેલ્ધી ફૂડના સેંકડો વિકલ્પો ઉપલબ્ધ છે.

મુખ્ય ભોજન માટે તો ખરાં જ પણ સ્વસ્થ નાશ્તા માટે પણ આપણે ભારતિયો અન્ય કરતાં ઘણા લકી છીએ. કાશ્મિરથી કન્યૂકુમારી સુધીના લોકો પાસે સ્વસ્થ નાશ્તાના તેમજ તેમની લલચામણી જીભને પણ સંતોષ આપે તેવા સેંકડો વ્યંજનો છે અને તે પણ ખુબ જ ઓછી કેલરી સાથે.

દિવસનું સૌ પ્રથમ ભોજન હંમેશા પુરતું-સ્વાદિષ્ટ અને સ્વસ્થ જ હોવું જોઈએ. તે ભલે કેલરીની રીતે હળવું હશે પણ તે સ્વાદિષ્ટ તેમજ સ્વસ્થ પણ હશે. આમ કરવાથી તમારો આખો દિવસ તો સ્ફુર્તિલો જશે જ પણ તમારાથી અસંખ્ય રોગો પણ દૂર ભાગશે. તો આજે અમે તમારા માટે આવા જ કેટલાક હેલ્ધી બ્રેકફાસ્ટ લઈને આવ્યા છીએ. જેં સંપૂર્ણ ભારતિય તો છે જ પણ તમારી જીભને ચટકારે ચડાવે તેવા પણ છે.

પૌઆ

પશ્ચિમ ભારતની આ ખાસ વાનગી, પૌઆ એક સુપર હેલ્ધી બ્રેકફાસ્ટ છે જે ચોખામાંથી જ બનતાં પૌંઆથી બનાવવામાં આવે છે. તે એક તદ્દ્ન ફેટફ્રી વ્યંજન તો છે જ પણ સાથે સાથે પોષણયુક્ત પણ છે. પણ આ ઉપરાંત તે માત્ર 10 મિનિટની અંદર જ તૈયાર થઈ જાય છે. માટે તમારે સવાર સવારમાં હેલ્ધી નાશ્તા માટે વહેલા ઉઠવાની તકલીફ પણ ન લેવી પડે. પૌઆને કેટલીએ રીતે બનાવવામાં આવે છે જો કે તેની મૂળ રેસિપિ તો હંમેશા સરખી જ હોય છે.

તમે તેને બટાટા સાથે બનાવી શકો ત્યાર બાદ તેમાં ડુંગળી, દાડમ નાખી તેને વધુ હેલ્ધી બનાવીને પણ ખાઈ શકો છો. જો તમે પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રમાં સવારના સમયે બજારમાં આંટો મારશો તો તમને પૌઆના નાશ્તાની લારી લઈ ઉભેલા અગણિત ફેરિયાઓ જોવા મળશે અને ત્યાં પૌંઆ માટે પડાપડી કરતાં લોકોના ટોળા પણ જોવા મળશે.

ઇડલી

પહેલાં તો ઇડલી માત્ર સાઉથ ઇન્ડિયાનો જ નાશ્તો ગણાતો હતો પણ આજે તમે સમગ્ર ભારતમાં તેની લોકપ્રિયતા જોઈ શકશો. ઇડલી દક્ષિણ ભારતનો મુખ્યન નાશ્તો છે. આ વ્યંજન પણ ચોખા તેમજ અડદની દાળના મિશ્રણવાળા લોટમાંથી બનાવવામાં આવતા આથેલા ખીરામાંથી બને છે. તે ખાવામાં ખુબ જ હળવી હોય છે કારણ કે તે હળવા અનાજમાંથી બનાવવામાં આવેલી હોય છે ઉપરાંત તેમાં તેલનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી.

જો ખીરું તૈયાર જ હોય તો તેને બનતા માત્ર 15-20 મિનિટનો જ સમય લાગે છે અને તેને એક વાર ઇડલી કુકરમાં ચડાવ્યા બાદ તેના પર એકધારુ ધ્યાન પણ નથી આપવું પડતું અને તમે સવારના રોજિંદા કામ પણ નિશ્ચિંત થઈને કરી શકો છો. તેની સાથે તમે હેલ્ધી-હેલ્ધી કોથમીર-કોપરાની ચટની પણ લઈ શકો છો જેમાં પણ કોઈ પણ જાતનું તેલ નાખવામાં નથી આવતું અને તમારી જીભને સંતોષ પણ મળી રહે છે.

કર્ડ-રાઇસ (દહીં-ભાત)

ભારતિય નાશ્તામાં જો તમે દહીં- ભાત ખાવાનું પસંદ કરતાં હોવ તો તેનાથી વધારે ઉત્તમ તેમજ હેલ્ધી નાશ્તો બીજો કોઈ જ નથી. દહીંને દૂધ કરતાં પણ વધારે હેલ્ધી ગણવામાં આવે છે. તે તમારા પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે અને ભાત પણ પચવામાં હળવા હોય છે. આ બન્ને વસ્તુઓ કેલરીની દ્રષ્ટિએ ખુબ જ હળવી હોય છે.

તેમાં તમારે માત્ર ભાતને જ તૈયાર કરવાના રહે છે દહીં તો બજારમાં પહેલેથી જ ઉપલબ્ધ હોય છે. ભાત માટે પણ તમારે ઇડલીની જેમ વધારે સમય લાગતો નથી. જો તમે નિયમિત નાશ્તામાં ભાત-દહીં અને તેમાં થોડું મીઠું-જીરુ નાખીને સેવન કરશો તો પેટના રોગો તમારાથી દૂર ભાગશે.

ફ્રૂટ સલાડ

જો તમારે અત્યંત હેલ્ધી નાશ્તો લેવો હોય તો તમે ફ્રૂટ સલાડ કોરો જ ખાઈ શકો છો પણ જો તમે લો-ફેટ મિલ્ક સાથે ફ્રૂટ લેવા માગતા હોવ તો તેમાં પણ કંઈ જ ખોટું નથી. તે પણ હેલ્ધી જ છે. જો કે તમે તેમાં જેટલો જેટલો ઉમેરો કરતાં જશો જેમ કે પહેલા ફ્રૂટ પછી ડ્રાઇ ફ્રૂટ પછી મિલ્ક પછી ખાંડ વિગેરે વિગેરે તેમ તેમ તેની કેલરી વધતી જશે.

માટે તે બાબતે તમારે સંયમ રાખવાની જરૂર રહેશે. પણ તે હેલ્ધી પણ ખુબ છે માટે તમારે તેનું પણ નિયમિત સેવન કરવું જોઈએ. આ નાશ્તાને બનતાં પણ વાર નથી લાગતી.

ઓટ્સ

ઓટ્સ નાશ્તા માટેની ઉત્તમ પસંદગી છે, ઓટ્સ ઉચ્ચ રીતે પોષણયુક્ત હોય છે, પેટ માટે હળવા, છતાં પેટ ભરેલું રાખે છે, અને કેલરીમાં તો તે ખુબ જ ઓછા છે. તે તમને બજારમાં તૈયાર જ મળી રહેશે. તેના માટે તમારે કશું જ નથી કરવાનું.

વરાળ નીકળતું ગરમ દૂધ ઉમેરી તમારા દિવસની શરૂઆત કરો. તેમાં તમે સૂકો મેવો કે ફ્રૂટ પણ ઉમેરી તેને વધારે હેલ્ધી બનાવી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ