આ મંત્રનો જાપ કરનારને મૃત્યુ પછી પ્રાપ્ત થાય છે વૈકુંઠ…

મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુન જ્યારે પોતાના ધર્મથી ભટકી રહ્યો હતો ત્યારે તેના સારથી બનેલા શ્રીકૃષ્ણએ તેને દિવ્ય જ્ઞાન આપ્યું હતુ. આ જ્ઞાન એટલે શ્રીમદ્ ભગવત ગીતા, હિંદૂ ધર્મના મહત્વના ગ્રંથ એવા ગીતાજીમાં જીવનનો ઉદ્ધાર કરતાં શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે. આ તમામ વર્ણન સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ કર્યા છે.


જીવન જીવવાનો શ્રેષ્ઠ મંત્ર ગીતાજીના શ્લોક છે. આજે અહિં એક એવા જ શ્લોક વિશે જણાવવામાં આવ્યું છે જેના વિશે માનવામાં આવે છે કે તેને સમજી પોતાના જીવનમાં તેનું આચરણ જે વ્યક્તિ કરી લે છે તેનો ઉદ્ધાર થઈ જાય છે. કયો છે આ શ્લોક ચાલો વાંચી લો સૌથી પહેલા.


ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन्।

य: प्रयाति त्यजन्देहं स याति परमां गतिम्॥

આ શ્લોકનો અર્થ

ઓમ, બ્રહ્મ તથા ભગવાન કૃષ્ણ પરસ્પર અલગ નથી. ઓમ એ કૃષ્ણની જ નિર્વિશેષ ધ્વનિ છે. પરંતુ હરે કૃષ્ણમાં આ ઓમ સન્નિહિત છે. આ યુગ માટે હરે કૃષ્ણ મંત્ર જાપની સ્પષ્ટ સંસ્તુતિ છે.


આ શ્લોકને સામાન્ય શાબ્દિક ભાષામાં કહીએ તો વ્યક્તિ જ્યારે પ્રાણ ત્યાગ કરે છે ત્યારે તે પોતાના કર્મ અને આધ્યાત્મિકતાના આધારે કોઈ એક લોકમાં સ્થાન પામે છે. સ્વર્ગ અને નર્કની વાત પણ ખૂબ પ્રચલિત છે જ.


પરંતુ કૃષ્ણના ભક્તોની ઈચ્છા વૈકુંઠમાં ભગવાનના ચરણોમાં સ્થાન મળે તેવી ઈચ્છા ધરાવતાં હોય છે. ઉપરોક્ત શ્લોકમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ હરે કૃષ્ણ હરે કૃષ્ણ… હરે રામ હરે રામ મંત્રનો જાપ કરી શરીરનો ત્યાગ કરે છે તે વૈકુંઠનો વાસ પામે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ સવારમાં આવી અનેક વાતો વાંચો ફક્ત અમારા પેજ પર. તમે પણ લાઇક કરો અમે મિત્રો સાથે શેર જરૂર કરજો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ