વર્લ્ડ રેકોર્ડઃ ફ્કત 10 વર્ષની ઉંમરે એક કલાકથી પણ ઓછા સમયમાં બનાવી લે છે 46 વ્યંજન, જાણો કેવી રીતે

દેશમાં અનેક બાળકો છે જેઓએ નાની ઉંમરમાં જ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ બાળકો પોતાની ખાસ ટેલેન્ટને વિકસાવવામાં સફળ રહ્યા છે. આજે આપણે વાત કરીશું 10 વર્ષની બાળકીની. સામાન્ય રીતે આ ઉંમર રમવાની અને થોડો અભ્યાસ કરવાની ગણવામાં આવે છે. પરંતુ આ બાળકીએ એવું કામ કર્યું કે આ ઉંમરે તે ચર્ચાસ્પદ બની, નામ કમાઈ અને સાથે જ તેણે વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ સામેલ કરી લીધું છે.

image source

કોરોના અને લોકડાઉનના સમયે અનેક બાળકોને પોતાની એકસ્ટ્રા એક્ટિવીટીને ચાન્સ આપવાનો સમય મળ્યો છે. તેમની અનેક પ્રતિભાઓને તેઓ નિખારી શક્યા છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે સાઉથ ઈન્ડિયામાં 2 કેસ આવ્યા છે જેમાં નાની બાળકીઓએ પોતાની રસોઈની ટેલેન્ટથી વિશ્વમાં નામ કમાયું છે.

image source

29 ઓગસ્ટે કેરળની એક 10 વર્ષની સાનવીએ 33 શાનદાર પકવાન બનાવ્યા અને તે પણ ફક્ત એક મિનિટમાં. આ કારણે તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું. તો અન્ય એક બાળકી કે જે તમિલનાડુની છે તેણે ફક્ત 58 મિનિટ એટલે કે એક મિનિટથી પણ ઓછા સમયમાં 46 પકવાન તૈયાર કર્યા. આ પછી તેનું નામ પણ (UNICO Book of World Records) વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ચૂક્યું છે.

જાણો કેટલીક ખાસ વાતો

  • કોરોના અને લોકડાઉનના સમયમાં નિખરી બાળકોની પ્રતિભાઓ.
  • તમિલનાડુની બાળકીએ 58 મિનિટમાં 46 વ્યંજન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો.
  • એસએન લક્ષ્મી સાઈ શ્રી નામ નામની આ બાળકીનું નામ યૂનિકો હુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું.
  • લોકડાઉનમાં આ બાળકીની પ્રતિભાને અને નિખરતા જોઈને પિતાએ તેને સપોર્ટ કર્યો અને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સલાહ આપી.
  • આ પહેલાં કેરળની 10 વર્ષની બાળકી સાન્વીએ પણ એક મિનિટમાં 33 વ્યંજન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
image source

આ ખાસ વ્યંજનોમાં ઈડલી, વફલ, મશરૂમ ટિક્કા, ઉત્તપમ, પનીર ટિક્કા, સેન્ડવિચ, પાપડી ચાટ, ફ્રાઈડ રાઈસ, ચિકન રોસ્ટ, પેનકેક, અપ્પમ સહિતના અનેક વ્યંજનો સામેલ હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ