શું તમે જાણો છો? બબીતાજી ઘરની બહાર ફરજિયાત સાથે આ બોક્સ લઈને જ નીકળે, કારણ જાણીને સલામી આપશો

સબ ટીવી પર પ્રસારિત થતી પ્રખ્યાત કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરે છે. આ કોમેડી શોમાં કામ કરતા બધા કલાકારો ખૂબ જ લોકપ્રિય છે અને તેમના પાત્રોને સારી રીતે ભજવે છે. આમાંનું એક લોકપ્રિય પાત્ર છે, અભિનેત્રી મુનમૂન દત્તા. સિરિયલમાં જે બબીતા જીની ભૂમિકા નિભાવે છે.

image source

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. મુનમુન દત્તાની ગણતરી ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં થાય છે. પરંતુ, આજે તમે મુનમુન દત્તા અથવા તારક મહેતાના શો વિશે નહીં પરંતુ મુનમુન દત્તાની નજીકના બોક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અભિનેત્રી મુનમુન દત્તા સાથે હંમેશા આ બોક્સ હોય છે. ચાલો જાણીએ આમાં શું ખાસ છે.

image source

થોડા મહિના પહેલા અભિનેત્રી મુનમુન દત્તાએ મુંબઇ પોલીસ પાસે ગોરેગાંવ ફિલ્મ સિટીની આજુબાજુના વિસ્તારોમાં રહેતા રખડતાં પશુઓની સેવા માટે પરવાનગી માંગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનમૂન દત્તા તેની સાથે જે બોક્સ રાખે છે તે કોઈ મેકઅપ કીટ નથી. પણ અભિનેત્રીની આ કીટમાં એન્ટિફંગલ સ્પ્રે, એન્ટીબેક્ટેરિયલ સ્પ્રે અને અન્ય દવાઓ છે.

image source

આ કીટ અભિનેત્રીની કારમાં દરેક સમયે હાજર રહે છે. અભિનેત્રી જ્યાં પણ કોઈ રખડતા કૂતરા અથવા કોઈ પ્રાણીને ઇજા પહોંચેલ જુએ તો તેની સારવાર કરે છે. થોડા સમય પહેલા મુનમુન દત્તાએ તેનું સપનું શેર કર્યું હતું. આ સમય દરમિયાન, તેણે જણાવ્યું હતું કે તે પશુ ફાર્મનો આશ્રય બનાવવા માંગે છે. અહીં માત્ર રખડતાં પ્રાણીઓ જ નહીં પણ દરેક વર્ગના પ્રાણીઓની પણ કાળજી લેવામાં આવશે. અભિનેત્રીને વિશ્વાસ છે કે એક દિવસ તેને ચોક્કસ સફળતા મળશે.

image source

આ સિવાય જો વાત કરવામાં આવે તો ટીવીના સૌથી લોકપ્રિય ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અવારનવાર ચર્ચામાં રહે છે. 12 વર્ષથી આ શો દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શોમાં દરેક પાત્ર બહુ જ ખાસ છે અને તેમણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે, એવું જ એક પાત્ર છે બબીતાજી એટલે કે મુનમુન દત્તાનું, જેમાં તેની જેઠાલાલ સાથેની મસ્તી-મજાકને દર્શકો ખૂબ પસંદ કરે છે અને બબીતાજી અને જેઠાલાલનું પાત્ર ખૂબ જ લોકપ્રિય પણ છે.

image source

ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. હકીકતમાં હાલમાં જ મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં મુનમુન અલગ જ અંદાજમાં દેખાઈ રહી છે. તસવીરોમાં તેણે શાનદાર બ્લૂ રંગની ડ્રેસ પહેરી છે અને સિઝલિંગ પોઝ આપીને ફોટોશૂટ કરાવી રહી છે.

image source

આ તસવીરોમાં મુનમુને જોરદાર મેકઅપ પણ કર્યો છે. તેની તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે અને ખૂબ વાયરલ થઈ રહી છે. આ સાથે જ મુનમુન પોતાના ડિઝાઈનર અને સ્ટાઈલિશનો આભાર પણ માની રહી છે. તેની આ તસવીરો પર ફેન્સ તો જબરદસ્ત પ્રતિક્રિયા આપી જ રહ્યાં છે, સાથે જ કેટલાક સેલિબ્રિટિસ પણ તેની તસવીરોના વખાણ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ