૩૦ લાખની રકમથી પણ વધુ કિંમતનું કરાયું માતાજીને સોનાનું દાન. અમદાવાદના આ વેપારીની શ્રદ્ધા વિશે જાણીને નવાઈ લાગશે…

ભાદરવી પૂનમનું મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું, અમદાવાદના આ વેપારીએ અધધ રકમના શુદ્ધ સોનાના બિસ્કીટ ચડાવીને માતાજીને કર્યા અર્પણ… જાણો શું છે આખી વિગત… ૩૦ લાખની રકમથી પણ વધુ કિંમતનું કરાયું માતાજીને સોનાનું દાન. અમદાવાદના આ વેપારીની શ્રદ્ધા વિશે જાણીને નવાઈ લાગશે…

આઈ શ્રી આસાસૂરી અંબાજી માનું જગવિખ્યાત મંદિર બનાસકાંઢાના દાંતા તાલુકામાં સ્થાપિત છે. આ મંદિરના પૂણ્યના પરચા અને દર્શનનું મહત્વ ભારતભરમાં તેમજ વિદેશ વસતા ભક્તોમાં પણ રહેલું છે. આ મંદિરની એવી ખાસિયત છે કે અહીં મા ભવાનીની મૂર્તિ સ્થાપિત નથી પરંતુ અહીં માતાજીના વીસાયંત્ર સ્થાપિત કરાયેલ છે. આ અંબાજીના મંદિર ૫૧ શક્તિપીઠ પૈકીનું એક છે અને વધુમાં તેનું પૌરાણિક મહત્વ પણ છે. જેમાં શૈવ તેમજ લકુલિશ સંપ્રદાયના ઘોર સાધના માટે અંબાજી મંદિરનું મહત્વ અધિક છે.

મંદિરના પૂજારી આંખે પાટા બાંધી કરે છે પૂજા…

આ મંદિરની વિશેષતા એ છે કે અહીં કોઈ માતાજીની મૂર્તિની સ્થાપના કે પૂજા થતી નથી. અહીં શુદ્ધ સોનાનું બનેલ વીસાયંત્રની જ પૂજા અને સ્થાપના થયેલ છે. આ શક્તિપીઠમાં સ્થાયેલ વીસાયંત્રમાં ૫૧ અક્ષરો અંકાયેલા છે. જેનું સત એટલું છે કે મંદિરના મુખ્ય મહંત અહીં પૂજા કરતી વખતે આંખે બાંધે છે પાટા. તેની પાછળનું કારણ એ છે કે આ યંત્રને નરી આંખે જોવું પણ નિષેધ ગણાય છે.

મંદિરની ભવ્યતા વિશેષ છે…

આ મંદિરનો જિર્ણોદ્ધાર ૧૯૭૫થી શરૂ થઈને આજદિન સુધી ચાલ્યો છે. જેમાં સફેદ સંગેમરમરના પત્થરોથી બનેલ છે. ૩૫૮ સુવર્ણ કળશ જેના પર ગોઠવાયા છે, તે મંદિરનું શિખર પણ ૧૦૩ ફૂટ ઊંચું છે. આ મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે જેનાથી ૩ કિમી દૂર એક પર્વત છે, જેને ગબ્બર નામ અપાયું છે. આ પ્રાચિન મંદિરમાં માતાજીના પદચિન્હ અને રથચિન્હ પણ રચાયેલા છે તેવી માન્યતા છે. આ મંદિરના સતને લઈને તેમજ મંદિરની ભવ્યતાને કારણે અહીં બારેમાસ ભક્તોની સારી એવી ભીડ રહેતી હોય છે. તેમ છતાં અહીં ભાદરવી પૂર્ણિમાનું મહત્વ પણ વિશેષ છે. ભક્તો ગબ્બર પરના મંદિરના દર્શન કરીને અંબાજી યાત્રાધામના પણ દર્શન કરવા ઉમટે છે. ત્યારે ભાદરવી પૂર્ણિમાએ દર્શનનો સમય અને આરતીના સમયમાં પણ ફેરફાર કરવા પડતા હોય છે.

ભાદરવી પૂનમના મેળામાં આવે છે લાખો શ્રદ્ધાળુઓ…

સવારે ૬.૪૫થી બપોરે ૧૨ અને સાંજે ૭થી રાતના ૧.૩૦ સુધી આ મંદિરમાં સતત યાત્રાળુઓનો ધસારો રહે છે. ૫૨ ગજની ધજા સાથે આવતા પદયાત્રીઓ સહિત માતાજીના રથ લઈને આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા આ સમય દરમિયાન વધતી જાય છે. આ મેળામાં અવિરત જનમેદની ઉમટે છે. જેમાં અંદાજિત ૨૫થી ૩૦ લાખ જેટલા લોકોની અવરજવર થાય છે. આ મહામેળામાં આવીને મા અંબાના દર્શનનો લાભ સૌ લઈ શકે એ રીતે બાળકો, વૃદ્ધો અને વિકલાંગ લોકો સહિત દરેક લોકો માટે નિઃશુલ્ક એસ.ટી બસની પણ સગવડો વિશેષ કરાય છે. અહીં યાત્રાળુઓ માટે હંગામી ધોરણે રહેવાની વ્યવસ્થા હેતુ ટૅન્ટ સીટી પણ બનાવાયા છે.

વેપારીએ કર્યું અધધ રકમનું સોનાનું દાન…

આ મંદિરની અનેક ખાસિયતમાંથી એક એવી પણ છે કે અહીં શ્રદ્ધાળુઓ સોનાનું દાન કરતા હોય છે. ભક્તો તેમની માનતા પૂરી થયા બાદ મંદિરના દર્શન કરી અહીં યથાશક્તિ શુદ્ધ સોનું ચડાવતા હોય છે. આ વર્ષે એક ભક્ત ખૂબ ચર્ચામાં છવાયા છે, જેમણે ૧ કિલો સોનાનું દાન આ મંદિરમાં કર્યું છે. તેઓ અમદાવાદના ફાર્મા કંપનીના માલિક છે. જેમનું નામ નવનીત શાહ છે. કહેવાય છે કે તેઓ છેલ્લાં ૪ વર્ષથી સોનાનું દાન કરે છે આ મંદિરમાં જ્યારે આ વર્ષે તેમનું નામ ભારે ચર્ચામાં આવ્યું. હાલના સમયમાં ૧ કિલો સોનાની કિંમત ૩૧.૯૬ લાખ જેટલી છે. તેથી કહી શકાય કે તેમણે ૩૦ લાખથી પણ વધુ રકમનું સોનાના બિસ્કીટ ચડાવીને માતાજીને દાન સ્વરૂપે અર્પણ કર્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ