વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ, એંજિનિયર, પ્રોફેસર્સ, પ્રિન્સિપાલ, ટીચર્સ, પ્રોફેશનલ્સ અને ગૃહિણીઓએ મળીને આપણા પોળોનાં જંગલમાંથી હટાવ્યું 3000 કિલો પ્લાસ્ટિક…

PLASTIC-FREE POLO CAMPAIGN #HNC

 અપેક્ષા – 300

 રજીસ્ટ્રેશન – 600

 હાજર – 900

હા… આવું થયેલું.

મારી આખી જિંદગીમાં પહેલી વાર એક સાથે આટલા લોકોનું ટોળું જોયું કે જે આખેઆખું પોઝિટિવ હોય, એકએક વ્યક્તિ હકારાત્મકતાથી ઠસોઠસ ભરેલો. નાના બાળકોથી લઈને વૃદ્ધ (હા, એ લોકો પણ હતા..) સુધી તમામ.

શ્રી Yog Desai સાહેબ હંમેશા હિંમતનગર નેચર ક્લબની કામગીરી પર ભરોસો રાખે છે. છેલ્લા કેટલાક વખતથી એ અમને કહેતા કે યાર, આ પોળોમાં કાઈક કરવું છે. સાફ તો કરવું જ પડશે.

મંગળવારે મને કહે કે સમય હોય તો મળીએ, રવિવારે 15 તારીખે પોળોની સફાઈનો કાર્યક્રમ રાખવો છે. મળ્યા આયોજન થયું. પણ અમને બંનેને એવું લાગતું હતું કે સમય ઓછો છે. બહુ લોકો ભેગા નહીં કરી શકાય. એક વિકલ્પ પછીના રવિવારનો પણ વિચાર્યો, પણ થયું કે ના, જે થાય એ, પણ આ રવિવાર પાકો…

લોકોને અપીલ કરવા માટે સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કરવાનો હતો. અપીલ માટે એક ડિઝાઇન બની.. અને બુધવારે બપોરથી ફેલાવાનું શરૂ કર્યું… અને બોસ, ગજજબ રિસ્પોન્સ, મોટાભાગના લોકોના સ્ટેટસમાં એ ફોટો હતો.

અમને આશા બંધાઈ, કે ચાલો 250-300 સ્વયંસેવકો તો થઈ જશે. અમુક કોલેજો નો સંપર્ક થયો, ઘણા NGO અને અનૌપચારિક ગૃપ્સના લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ. 15મી રવિવાર સવાર સુધી, આંકડો 600 સુધી પહોંચ્યો, જે ધારણા કરતાં બમણું હતું,

રવિવારની સવાર, હું પોળોમાં હતો, 6 વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો, અને ટેન્શન પણ… પણ કુદરતે સાથ આપ્યો, 7 વાગ્યા સુધીમાં બંધ થઈ ગયો.

આવનારા સ્વયંસેવકો આવવા લાગ્યા અને નામ નોંધણી અને કીટ (ટીશર્ટ, ગ્લોવ્સ, માસ્ક વગેરે) લઈને ચા-નાસ્તો કરવા જવા લાગ્યા. ફોરેસ્ટ ડિપાર્ટમેંટના સ્ટાફમિત્રો ટીમ લીડર તરીકે તૈયાર જ હતા, જેમ જેમ લોકો આવતા ગયા એમ એમ એ લોકો ટીમ બનાવીને પોતાના નક્કી કરેલા એરિઆમાં પહોંચી ગયા.

એ લોકોએ જે કામ કર્યું એ હવે તમે પોળો જશો ત્યારે રૂબરૂ દેખાશે… અમુક વસ્તુઓ મેં પર્સનલી નોંધી, એ અહિયાં રજૂ કરું છું.

– સૌથી પહેલા ફોરેસ્ટ ડિપાર્ટમેંટનો સ્ટાફ. કાબિલે-તારીફ! સ્ટાફ અને સ્થાનિક લોકોના સહકાર વિના કોઈ કામ શક્ય નથી હોતું. સ્ટાફના એક એક મિત્રને જઈને ધન્યવાદ આપવાનું મન થાય એવી પરિસ્થિતી હતી. જાણે પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ હોય તેવો માહોલ તેમનામાં દેખાતો હતો.

– સ્વયંસેવકો… કોઈ શબ્દ નથી… સિરિયસલી, રૂબરૂ જોયા વગર એનું વર્ણન કરવાથી સમજી શકાય એવી વાત જ નથી… એક વ્યક્તિ એવો ન મળ્યો કે જેને નાનકડી પણ ફરિયાદ હોય. એ દરેકને ખબર હતી કે તેઓ શું કરવા આવ્યા હતા. અને દિલથી કામ કર્યું… મારા માટે પર્સનલ કાઇ કામ નથી થયું, પણ કુદરત માટે આટલું થયું, ત્યારે એ લોકોની વાતો મને ભાવુક કરી દેતી હતી.

– જોરદાર વાત એ હતી, કે દરેક વ્યક્તિ સ્ટાફના વખાણ કરતી હતી, બીજી બાજુ દરેક સ્ટાફ પોતાની ટીમના વખાણ કરતો હતો… યાર… હદ છે… આટલી હદે ખુશી એમના ચહરા પર ક્યારે જોવા મળે?

– સ્થાનિક લોકો અને ગાઈડ પણ હોંશેહોંશે જોડાયા હતા.

– આવનારા સ્વયંસેવકોમાં નાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ, એંજિનિયર, પ્રોફેસર્સ, પ્રિન્સિપાલ, ટીચર્સ, પ્રોફેશનલ્સ અને ગૃહિણીઓ હતી.

– રવિવારને લીધે પર્યટકો પણ હતા, અને સફેદ ટીશર્ટ પહેરીને સફાઈ કરનારા સ્વયંસેવકોની સાથે કેટલાક સહેલાણીઓ પણ જોડાયા, કેટલાક જોડાયા નહીં પણ તેમણે પોતે ત્યાં કચરો નાખવાને બદલે પોતાની પાસે રાખ્યો.


હાજર રહેલા ગૃપ્સના નામ (જેટલાની ખબર છે તે) લખીશ.

– હિંમતનગર નેચર ક્લબ, હિંમતનગર

– સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગાંભોઇ

– સાયન્સ કોલેજ, હિંમતનગર

– એશિયન પોલિટેકનિક, વડાલી

– ડી. ડી. ઠાકર આર્ટ્સ એન્ડ કે. જે. પટેલ કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા

– ગાંધીનગર ઇન્ટરનેશનલ સ્કૂલ, ડેમાઈ

– આઇટીઆઇ, વિજયનગર

– વગડો ચેરિટેબલ ટ્રસ્ટ, સાઠંબા

– યૂથ હોસ્ટેલ, ધ્રાંગધ્રા

– નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, મણિનગર, અમદાવાદ


પરિણામ:

– 900 જેટલા સ્વયંસેવકો

– વિસ્તાર: શારણેશ્વર મંદિરથી લઈને વણજ ડેમ સુધી, આખે આખું પોળો…

– 250થી વધારે કોથળા (3000 kg જેટલું) ફક્ત પ્લાસ્ટિક

– 900 વ્યક્તિઓના ચહેરા પરની ખુશી, એમના આત્માને મળેલો સંતોષ.

આમ, તો હું મારી એક પોસ્ટમાં ઘણા ફોટા મૂકતો નથી, પણ આજે છૂટછાટ લઈ લઉં છું. જે મિત્રો તાત્કાલિક યાદ આવે છે તેમણે ટેગું છું, જે રહી ગયા છે તે માઠું લગાડ્યા વગર મને જાણ કરે..

Proud to be a part of it. Thank you Shri Yogeshbhai Desai, Shri B. R. Chauhan sir, Mayur Rathod sir, Forest Department and everyone… Thank you Sanjay Patel for ultimate food. Thanks Maulik Joshi and Patel Rakshit for being silent killer (supporter).

Very special thanks to Himmatnagar Nature Club team…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ