મગફળી છે પ્રોટિન મેળવવાનું ઉત્તમ સ્ત્રોત… જાણો દરરોજ શીંગદાણાં ખાવાના ફાયદા…

પોષક તત્વોથી ભરપૂર છે મગફળી. જાણો તેના અનન્ય ફાયદા, અનેક રોગોથી દૂર રાખે છે… મગફળી છે પ્રોટિન મેળવવાનું ઉત્તમ સ્ત્રોત… જાણો દરરોજ શીંગદાણાં ખાવાના ફાયદા…

મગફળી એક એવા તેલીબિયાં છે જે લગભગ દરેક પ્રકારના નમકીન અથવા મીષ્ઠાનમાં નાખવામાં આવે છે. તેના તેલનો પણ ઘણો ઉપયોગ થાય છે. તેનામાં અનેક પોષક મૂલ્ય હોવા છતાં, તેને સૌથી ઓછી કિંમતનું ડ્રાયફ્રૂટ માનવામાં આવે છે અને તે સરળતાથી ઉપલબ્ધ પણ છે. તેે ઉપવાસ દરમિયાન કોઈપણ સમયે ખાવામાં આવે છે. તેનું કારણ એ છે કે પૌષ્ટિક તત્વોથી ભરેલા આ ડ્રાયફ્રૂટ ખાવાથી તરત જ ઊર્જા મળે છે અને પેટ પણ ભરાય છે. મગફળીનું જે પણ રીતે સેવન કરવામાં આવે છે, તે સ્વાસ્થ્યને દરેક રીતે લાભ કરે છે. તો, આવો જાણીએ મગફળી ખાવાથી આપણાં સ્વાસ્થ્ય પર શું ફાયદા થાય છે…

હાડકાંને મજબૂત રાખે છે

મગફળી ખાવાથી શરીરને પુષ્કળ પ્રમાણમાં આયર્ન અને કેલ્શિયમ મળે છે. જે લોહીમાં ભળી જઈને ઓક્સિજનનું વહન કરવામાં પણ મદદ કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે. મગફળીના સેવનથી વૃદ્ધાવસ્થામાં થતી ખાસ કરીને સ્ત્રીઓને લગતી બરડ હાડકાંની તકલીફ ઓસ્ટોપોરોસિસનું જોખમ ઓછું થાય છે.

ડાયાબિટીઝ થવાની શક્યતા ઘટાડે છે

મગફળીના બીમાં સૌથી સારું પ્રોટિન તત્વ રહેલું છે પરંતુ એવું કહેવામાં આવે છે કે જે કોઈ દર્દીને ડાયાબિટીઝની તકલીફ હોય તેમણે વધારે માત્રામાં પ્રોટીનનું સેવન ન કરવું જોઈએ. પરંતુ સંશોધન બતાવ્યું છે કે મગફળીનું થોડું પ્રમાણ નિયમિત સેવન કરવાથી ડાયાબિટીઝનું જોખમ ૨૧ ટકા ઓછું થાય છે.

ડિપ્રેશન સામે રક્ષણ આપે છે

એક સર્વે અનુસાર મગફળી ખાવાથી અનેક રોગોનું જોખમ ઓછું થાય છે. મગફળીમાં ટ્રિપ્ટોફન નામનો એમિનો એસિડ હોય છે જે મૂડ-સુધારણા હોર્મોન સેરોટોનિનના સ્ત્રાવને વધારે છે. જે મનને શાંત રાખવામાં મદદ કરે છે. તેથી હતાશા દૂર કરવા કે ડિપ્રેશન આવવું જેવી મૂડ સ્વિંગિંગ જેવી સ્થિતિમાં મદદરૂપ થાય છે.

હૃદયની સંભાળ રાખે છે

મગફળી ખાવાથી કોલેસ્ટરોલ નિયંત્રણ કરવામાં મદદ મળે છે. તે ખરાબ કોલેસ્ટરોલને ઘટાડીને શરીરમાં સારા કોલેસ્ટરોલને વધારવામાં મદદ કરે છે. તેમાં મોનો-અનસેચ્યુએટેડ ફેટી એસિડ્સ છે, જે હૃદય સંબંધિત રોગોની સામે રાહત આપે છે. અઠવાડિયામાં પાંચ દિવસ થોડી મગફળી ખાવાથી હૃદયરોગનું જોખમ ઓછું થઈ શકે છે. એવી માન્યતા છે કે શીંગદાણા ખાવાથી ફેટ એટલે કે ખોટી ચરબી વધે છે તેને આ બાબત નકારે છે.

પાચનની સમસ્યાને દૂર કરે છે

મગફળીમાં તેલ ભરપુર માત્રામાં હોય છે, જેના કારણે પાચનની સમસ્યાઓ દૂર થાય છે. કબજિયાત, ગેસ અને એસિડિટીની સાથે મગફળી ખાવાથી અલ્સર જેવા શરીરમાં થતા ભયંકર બળતરાવાળા રોગને પણ દૂર કરી શકાય છે.

વૃદ્ધત્વ અટકાવે છે

મગફળીમાં ઓમેગા – ૬ ફેટી એસિડ્સ ભરપૂર હોય છે. જેની મદદથી ત્વચાને યુવાન રાખી શકાય છે. તેમાં વિટામિન ઇ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેના કારણે ત્વચામાં સુંવાળાપણું અને ચહેરા ઉપરની કુદરતી ચમક જાળવી રાખવામાં ઉપયોગી રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ