27 કરોડની આઇસ્ક્રીમ ! જાણો શું ખાસીયત છે આ દુર્લભ આઇસ્ક્રીમની…

આજે તમને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળે કે જેને આઈસ્ક્રીમ ન ભાવતી હોય. ઘણા લોકો તો ઉપવાસ દરમિયાન આઇસ્ક્રીમથી જ પોતાનું પેટ ભરી લેતા હોય છે. દાયકાઓ પહેલાં ભારતમાં અમુક ગણીગાંઠી ફ્લેવરની જ આઈસ્ક્રીમ મળતી હતી. જેમાં માવા, કાજુ-દ્રાક્ષ, બટરસ્કોચ નો સમાવેશ થતો હતો. પણ હવે જાણે દુનિયાનું રસોડું એક થઈ ગયું હોય તેમ આપણને વિદેશી આઇસ્ક્રીનો ઝાયકો લેવાનો પણ અવસર મળે છે. અને હવે દેશમાં સેંકડો વેરાયટીની આઇસ્ક્રીમ ખાવા મળે છે.

પણ હાલ એક આઈસ્ક્રીમે ઇન્ટરનેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. એવું કહેવાય છે કે જે લોકો નિરાશ હોય દુઃખી હોય તેમણે આઇસ્ક્રીમ ખાસ ખાવી જોઈએ કારણ કે તેમાં હેપી હોર્મોન્સ હોય છે જે માણસને દુખમાં પણ સુખી રાખે છે. પણ આ આઈસ્ક્રીમ વિષે તમારી શું લાગણી હશે તે અમે ન કહી શકીએ. કારણ કે 27 કરોડની રકમ સાંભળીને પહેલાં તો આપણને પરસેવો જ આવી જશે. અને પછી તેની અંદરના ઇનગ્રેડીયન્ટ જાણીને તમારી આંખો પહોળી થઈ જશે.

27 કરોડ અને 30 લાખ રૂપિયાની આ આઈસ્ક્રીમમાં 7.09 કેરેટની એંગેજમેન્ટ રીંગ મળે છે. આ આઇસ્ક્રીમ ફ્લેવરથી ભરપુર હોય છે. તેમાં વેનિલા ઇસ્ક્રીમ હોય છે, આ ઉપરાંત તેમાં સ્ટ્રોબેરી, મિંટ અને વ્હિપ્ડ ક્રીમ હોય છે. તેની સાથે 17 લાખ 50 હજારની વાઈન પણ મળે છે. જેની ડૉલરમાં કિંમત ગણીએ તો 25000 ડૉલર છે.

આ એક આઈસ્ક્રીમન નહીં પણ એક લક્ઝરી પેકેજ છે. આ આઈસ્ક્રીમ ખરીદવા પર તમને મળશે તાન્ઝાનિયાની એક લક્ઝરિયસ ટૂર. તેમાં ફાઈવ સ્ટાર હોટેલની મહેમાનગતિ ભોગવવાનો અવસર મળશે. આ આઇસ્ક્રીમમાં આ લક્ઝરિયસ ટુઅર માટેના 42 લાખ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.

આમ તો આ આઈસ્ક્રીમની કીંમત 9 ડૉલરથી વધારે નથી હોતી પણ તેને ખાસ કરીને વેલેન્ટાઈન ડેના દિવસે બનાવવામાં આવી હોવાથી તેમાં આ મોંઘેરા ફિચર્સ એડ કરવામાં આવ્યા માટે તેની કીંમત આટલી બધી રાખવામાં આવી હતી.

આમ જોવા જઈએ તો આ એક પ્રપોઝલ આઈસ્ક્રીમ છે. બની શકે કે કોઈ અબજોપતિ બિઝનેસમેન અથવા તેનો દીકરો તેની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે આ મોંઘેરા આઇસ્ક્રીમનો ઉપોયગ કરે કારણ કે તેમાં લાખોની એઁગેજમેન્ટ રીંગ છે, લાખોની વાઈન છે અને સાથે છે લાખોની લક્ઝરિયસ રોમેંટીક ટુઅર.

પણ તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ વિવિધ જાતની આઈસ્ક્રીમે પોતાના અત્યંત કોસ્ટલી હોવાના કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ નોંધાવ્યા છે તો ચાલો જાણીએ આ મોંઘેરી આઈસ્ક્રીમો વિષે.

ફ્રોઝન હોટ ચોકલેટ

આ આઈસ્ક્રીનું નામ ગિનસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેના અત્યંત મોંઘા હોવાના કારણે આવી ગયું છે. તે વખતે આ આઇસ્ક્રીમની કીંમત હતી રૂપિયા 17.50 લાખ. તેને 28 કોકોમાંથી બનાવવામાં આવી હતી તેમાંના 14 કોકોઆ ખુબ જ મોંઘા અને અનોખા હતા. આ આઈસ્ક્રીમને સોનાના આઈસ્ક્રીમ બોલમાં પિરસવામાં આવે છે જેના તળિયે ડાયમન્ડ જડવામાં આવેલો હોય છે. અને તેને ખાવા માટે પણ સોનાની ચમચી આપવામા આવે છે. આ ઉપરાંત આ આઈસ્ક્રીમમાં 23 કેરેટનો ખાવાલાયક સોનાનો વરખ પણ વાપરવામાં આવે છે.

અત્યાર સુધીમાં આ આઇસ્ક્રીમના માત્ર બે જ કપ વેચાયા છે. જો કે આટલી મોંઘી આઈસ્ક્રીમ ખાવાની હીંમત વળી કોણ કરી શકે. તેમ છતાં બે ગ્રાહક પણ વધારે જ લાગે છે.

ધી વિક્ટોરિયા

આ આઇસ્ક્રિમ ક્વીન વિક્ટોરિયાના નામ પ્રમાણે જ રોયલ છે જે 70 હજાર રૂપિયામાં તમે મેળવી શકો છો. તેને રીચ ચોકલેટ તેમજ રીચ વેનિલામાંથી બનાવવામાં આવે છે. તેને એક સુંદર ક્રિસ્ટલ બોલમાં પિરસવામા આવે છે જેને ગ્રાહક પોતાની પાસે રાખી શકે છે. આ આઈસ્ક્રીમને રોયલ લૂક આપવા માટે તેમાં 24 કેરેટના સોનાની ધૂળનો પણ ઉપોયગ કરવામાં આવે છે.

ગોલ્ડન ઓપુલેંસ સન્ડે

આ ચોકલેટનું ટોપિંગ ખાંડથી કરવામા આવે છે પણ આ કોઈ જેવી તેવી ખાંડ નહીં પણ સોનાનું પાણી ચડાવેલી ખાંડ હોય છે. જે આઈસ્ક્રીમને મોંઘેરો લૂક આપે છે. તેમાં વેનિલા બિન્સ તેમજ બદામનો ઉપયોગ કરવામાં આવે છે જેને ખાવા માટે તમારે 48 કલાક પહેલાં ઓર્ડર નોંધાવવો પડે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ