વાહનના ભારે દંડથી માત્ર 100 રૂપિયા ચુકવી બચો, જો આ નિયમ ખબર હશે તો તમે બચી જશો મોટા દંડથી !

વાહનના ભારે દંડથી માત્ર 100 રૂપિયા ચુકવી બચો, જો આ નિયમ ખબર હશે તો તમે પહેલી સપ્ટેમ્બરથી જ્યારથી નવો મોટર વેહીકલ એમેન્ડમેન્ટ એક્ટ લાગુ પડ્યો છે ત્યારથી વાહન ચાલકોના મોટી-મોટી રકમના ચલણ કાપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ એક ટ્રક ડ્રાઈવરને 85 હજાર રૂપિયાના દંડનું ચલણ ફાડી આપવામાં આપ્યું હતું. આજે આ ભારે દંડના કારણે લોકો ઘરની બહાર પોતાનું વાહન લઈને નીકળતા પણ ડરવા લાગ્યા છે.

જો તમને પણ આવો જ ભય લાગતો હોય અને તમારી પાસે તમારા વાહન માટે જરૂરી કાગળિયા ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ જ નિયમમાં એક એવો નિયમ પણ છે જે તમને મસમોટા દંડથી બચાવી શકે છે. અને આ નિયમમાં માત્ર તમે 100 રૂપિયા ભરીને જ ભારેખમ દંડથી બચી શકો છો.

કારણ કે લોકોને આ ખાસ નિયમની જાણકારી નથી હોતી માટે તેઓ ભયના માર્યા આ મોંઘા દંડ ભરી દેતા હોય છે. પણ માત્ર 100 રૂપિયાનો દંડ ભરીને તમે તમારા આ દંડને માફ કરાવી શકો છો. આ એક એવો નિયમ છે જેમાં જો તમને વાહન ચલાવવા દરમિયાન કોઈ ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોવ અને તમને દંડ ફટકારવામાં આવે તો તમને જે દંડ થયો હોય જેમ કે તમારી પાસે તમારું લાયસન્સ ન હોય અથવા વાહનના કાગળિયા ન હોય તમે તેને ઘરે ભુલી ગયા હોવ તો તેને તમે ઘરેથી લાવીને બતાવી શકો છો. અને તેના માટે તમારે 100 રૂપિયાનો દંડ ભરવો પડે છે.

જો કે આ નિયમમાં તમારે 100 રૂપિયાનો દંડ ભરાવીને માત્ર 15 જ દિવસમાં તમારા અપૂરતા કાગળિયા બતાવી શકો છો. આ નિયમ ભંગમાં તમારા ઇન્શ્યોરન્સના કાગળિયા, આરસી, લાયસન્સ, પીયુસી, પરમીશનના કાગળિયા વિગેરે તમારી પાસે હાજર ન હોય તો તમે તેને પાછળથી બતાવવાનું કહીને 100 રૂપિયાનો દંડ ભરી ભારે દંડથી બચી શકો છો. પણ જો તમે 15 દિવસ બાદ કાગળિયા ન બતાવો તો તમારો મૂળ દંડ વધી શકે છે.

આ કાગળિયા બતાવવા માટે તમને 15 દિવસનો સમય આપાવામાં આવશે. કાગળિયા તમારી પાસે આવતાં જ તમે જેતે લાગતી વળગતી બ્રાન્ચમા જઈને તમે તમારા કાગળિયા બતાવીને તમારો દંડ માફ કરાવી શકો છો. જો કે તમારા આ કાગળિયા ચલણ કપાયા પહેલાં બનેલા હોવા જોઈએ. એટલે કે જો તમારી ગાડીનો ઇન્શ્યોરન્સ જ ન હોય તો તમારે ભારેખમ દંડ ભરવો પડશે પણ તમારી ગાડીનો ઇન્શ્યોરન્સ હોય પણ તમારી પાસે તેના કાગળિયા ન હોય તો તમે તેને લાગતી વળગતી ઓફિસે જઈને બતાવીને તમારો દંડ માફ કરાવી શકો છો.

જો તમારું વાહન કોઈ દંડને આધિન જપ્ત કરવામાં આવ્યું હોય તો અહીં પણ આ જ પ્રક્રિયા લાગુ પડે છે. અહીં તમે તમને જે કારણસર દંડ ફટકારીને તમારું વાહન જપ્ત કરવામાં આવ્યું હોય તેના દસ્તાવેજ બતાવીને 100 રૂપિયાનો દંડ ભરીને તમારું વાહન છોડાવી શકો છો.

જોકે આ નિયમોને કેટલાક રાજ્યોમાં હજુ લાગુ પાડવાનો બાકી છે. અને એક અહેવાલ પ્રમાણે સૌથી વધારે દંડના ચલણ હરિયાણામાં ફાડવામાં આવ્યા છે. અને લોકોને દંડના ભયથી મુક્ત કરવા માટે ટ્રાફિક વિભાગે લોકોને 15 દિવસનો સમય આપ્યો છે અને આ પંદર દિવસમાં લોકોએ પોતાના વાહનને લગતાં કાગળિયા વિગેરે ચોખ્ખા કરી લેવાના રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ