જાણો ભારતની આઝાદી પાછળની આ અજાણી વાતો, જે જાણીને તમે પડી જશો અનેક વિચારમાં..

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ઉજવવા પાછળનું કારણ જાણો

ભારતના રાષ્ટ્રીય તહેવાર એવા 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને હવે બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે તેની ઉજવણીની તૈયારીઓ સમગ્ર દેશમાં પુરજોશમાં ચાલી રહી છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે પ્રજાસત્તાક દેશ એવા ભારત પર બંધારણનો કાયદો લાગુ પાડવામાં આવ્યો હતો.

ચાલો જાણીએ ભારતની આઝાદી પાછળની કેટલીક અજાણી વાતો

image source

– તમને જણાવી દઈ કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના રોજ 50 તોપોની સલામી આપી હતી. તમને એ પણ જણાવી દઈએ કે દેશ આઝાદ થતા થોડા જ સમયમાં તેના પ્રધાનમંત્રીની નિમણૂક તો થઈ જ ગઈ હતી પણ હજુ તેના રાષ્ટ્રપતિ નિમવાના બાકી હતા.

– 71 વર્ષ પહેલાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ભારતીય ગણતંત્રની જાહેરાત કરવામા આવી હતી.

– આ તહેવારની ઉજવણી ભારત એક લોકતંત્ર એટલે કે લોકો દ્વારા ચાલતું રાષ્ટ્ર ઘોષિત થયું હતું માટે કરવામાં આવે છે. કારણ કે આઝાદી મળ્યા પહેલાં દેશના લોકો પર અંગ્રેજોનુ શાસન હતું તે પહેલાં રજવાડાઓનું શાસન હતું અને દેશને અંગ્રેજોથી આઝાદી મળ્યા બાદ ભારત તેના લોકોથી ચાલતો એક લોકતાંત્રિક દેશ બન્યો હતો.

image source

– 31મી ડિસેમ્બર 1929ની મધ્ય રાત્રિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા લાહોરમાં એક સત્ર આયોજિત કરવામા આવ્યુ હતું તેમાં દેશને સ્વતંત્ર બનાવવાની પહેલ શરૂ કરવામા આવી હતી.

– આ સત્રની આગેવાની પંડિત જવાહરલાલ નેહરુએ કરી હતી. આ ઉપરાંત સત્રમાં ભારતના જાણીતા ક્રાંતિકારીઓ પણ હાજર રહ્યા હતા.
– આ બેઠકમાં અંગ્રેજોના શાસનમાંથી ભારતને આઝાદ કરાવવાની અને તેને એક લોકતાંત્રિક દેશ બનાવવાનું સ્વપ્ન સાકાર કરવાનું પ્રણ લેવામા આવ્યું હતું.

image source

– 1930ની 26મી જાન્યુઆરીએ ભારતને એક સ્વતંત્ર દેશ બનાવવાનું સ્વપ્ન જોવામાં આવ્યું અને છેવટે 17 વર્ષ બાદ દેશ આઝાદ થઈ ગયો અને સ્વપ્ન હકીકતમાં પરિણમ્યુ.

– દેશને આઝાદી મળ્યા બાદ હવે દેશનું બંધારણ ઘડવાનું મહત્ત્વનું કામ શરૂ કરવામાં આવ્યું. તેના માટે સંવિધાન સભાની પ્રથમ બેટક 9 ડિસેમ્બર 1946ના રોજ યોજવામાં આવી, જેમાં ભારતના નેતાઓ તેમજ અંગ્રેજી કેબિનેટે ભાગ લીધો હતો.

image source

– ભારતનું બંધારણ ઘડવા માટે ઘણા બધા વિષયો પર ચર્ચાઓ ચાલી, કેટલાએ વાદ વિદવાદો થયા, અને આઝાદી મળ્યાના ત્રણ વર્ષ બાદ છેવટે ભારતનું બંધારણ ઘડાઈ ગયું.

– 26 નવેમ્બર 1949ના રોજ આધિકારીક રીતે દેશના બંધારણને સ્વિકારવામાં આવ્યું. આ પ્રસંગે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા.

image source

– બંધારણ ઘડાઈ ગયું હતું તેને સ્વિકારી પણ લેવામાં આવ્યું હતું પણ 26મી જાન્યુઆરી 1950ના રોજ ઇર્વિન સ્ટેડિયમમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને ભારતને ગણતાંત્રિક દેશ જાહેર કરવામાં આવ્યો અને બંધારણ લાગુ પાડવામાં આવ્યું અને આ સાથે જ ભારત એક ધર્મનિર્પેક્ષ અને લોકતાંત્રિક દેશ બન્યો. ભારત દેશને વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ