આ તસવીર કયા બોલિવૂડ સ્ટાર્સની દીકરીની છે, ખબર છે તમને?

ત્રિશાલા દત્તે શેર કરી દાદા સુનિલ દત્ત સાથેની નાનપણની તસ્વીર, માન્યતાએ વર્ષાવ્યો વહાલ

સંજય દત્તની મોટી દીકરી ત્રિશાલા દત્ત ભલે બોલીવૂડની સ્ટાર ન હોય પણ તેણી ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર ધૂમ મચાવતી જોવા મળે છે. ગયા ગુરુવારે થ્રોબેક થર્સ્ડે ટ્રેન્ડ નિમિતે પોતાના બાળપણની એક તસ્વીર શેર કરી હતી જેમાં તેણીના દાદા એટલે કે સંજય દત્તના પિતા, દિગ્ગજ અભિનેતા સુનિલદત્તને સાથે જોઈ શકાય છે.

image source

આ તસ્વીર શેર કરતાં ત્રિશાલાએ લખ્યું હતું, ‘પ્રાઇઝલેસ દાદાજી (અમૂલ્ય દાદાજી)’. તેણીએ આ તસ્વીર શેર કરતાં ઘણા લોકોએ તેને પસંદ કરી હતી તો વળી ઘણાએ તેના પર કમેન્ટ પણ કરી હતી પણ આ કમેન્ટમાં જો કોઈનું નામ ઉડીને આંખે વળગે તેવું હોય તો તે તેની નવી માતા સંજયદત્તની બીજી પત્ની માન્યતા દત્તની કમેન્ટ હતી. તેણીએ ત્રિશાલાની આ તસ્વીરોના પ્રતિસાદમાં લાલ-હાર્ટના ઇમોજીઝ મુક્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishala Dutt (@trishaladutt) on

તસ્વીર જોતાં જ સ્વ સુનિલ દત્તની કેટલીક યાદો તાજી થઈ જાય છે. ત્રિશાલાના એક ફોલોઅરે લખ્યું હતું, ‘સોનાનું હૃદય ધરાવતી વ્યક્તિ, નમ્ર સ્વભાવે તેમણે 1992માં મુસ્લિમોને મદદ કરી હતી.’ તો વળી બીજા યુઝરે લખ્યું હતું, ‘સમ્માનનીય મહાત્મા #sunilduttji.’ તો વળી બીજા ફેને સુનિદ દત્તના વખાણ કરતાં લખ્યું હતું, ‘ખરેખર દત્ત સાબ એક મહાન આત્મા’. તો બીજા એક યુઝરે લખ્યું હતું, ‘સુંદર ક્ષણ અને અદ્ભુત પુરુષ…’

image source

ત્રિશાલાએ આ પહેલાં પણ પોતાના ફેમિલિ સાથેની તસ્વીરો શેર કરી છે. જેમાં તેણીની સ્વર્ગવાસી માતા એટલે કે રિચા શર્મા જે સંજય દત્તની પ્રથમ પત્ની હતી તેની તસ્વીરનો પણ સમાવેશ થાય છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામા તેણે લખ્યુ હતું, ‘મોમ#1979’. તે તેણીની માતાનો થ્રોબેક ફોટો હતો, જેણે 1987માં સંજય દત્ત સાથે લગ્ન કર્યા હતા અને 1996ના ડિસેમ્બરમાં તેણી મૃત્યુ પામી હતી.

image source

ગયા વર્ષના જુલાઈમાં, ત્રિશાલાએ એક હૃદય પિગળાવી નાખે તેવી નોંધ પોતાના બોયફ્રેન્ડના મૃત્યુ પાછળ લખી હતી. તે જ મહિનાની શરૂઆતમાં તે મૃત્યુ પામ્યો હતો. તેણીએ લખ્યું હતુઃ ‘મને પ્રેમ કરવા, મારું રક્ષણ કરવા, મારી સંભાળ રાખવા બદલ તારો ખૂબ આભાર. તે મને મારી જિંદગીમાં સૌથી વધારે સુખી બનાવી છે. હું વિશ્વની સૌથી ભાગ્યશાળી છોકરી છું જે તને મળી અને તારું હોવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. તું મારામાં હંમેશા જીવતો રહીશ. હું તને પ્રેમ કરું છું અને હું તને હંમેશા યાદ કરતી રહીશ. જ્યાં સુધી આપણે ફરીવાર ન મળીએ ત્યાં સુધી. હંમેશા તારી, તારી બેલા મિયા RIP ઓક્ટોબર 7, 1986 – જુલાઈ 2, 2019, હું તને ગઈકાલ કરતાં પણ વધારે આજે પ્રેમ કરું છું પણ આવતી કાલ કરતાં વધારે નહીં.’

image source

ત્રિશાલા હાલ પોતાની માતાના કુટુંબ સાથે ન્યુ યોર્કમાં રહે છે, પણ તેણીના પિતા સાથેનું તેણીનું બંધન હંમેશ કરતાં વધારે મજબુત છે. ફાધર્સ ડે નમિતે બે વર્ષ પહેલાં તેણીએ પોતાના પિતા સાથેની એક તસ્વીર શેર કરી હતી અને લખ્યુ હતુઃ “પિતા અને દીકરી વચ્ચેના પ્રેમને કોઈ જ અંતર નથી નડતું, મારા જીવનના સાચા હીરોને હેપ્પી ફાધર્સ ડે, મારા એક અને માત્ર એક, ધ રીયલ ઓજી @duttsanjay હું તમને ખૂબ ખૂબ પ્રેમ કરું છું.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ