દેશભક્તિનો જોમ ભરી દેતી આ ફિલ્મો તમને એક વાર નહિં પરંતુ વારંવાર જોવાની ઇચ્છા થાય તેવી છે..

પ્રજાસત્તાક દિવસે જોઈલો આ દેશભક્તિથી તરબતર ફિલ્મો, તમે કઈ ગમે છે તે પણ કમેન્ટ કરી જણાવો

દેશભક્તિ આધારિત ફિલ્મો જોઈ ભારતના એકેએક દેશવાસીના રુંવાડા ઉભા થઈ જાય છે. ફિલ્મોમાં ઘણા ટ્રેન્ડ આવ્યા અને ગયા પણ દેશભક્તિ એક એવું થીમ છે જે લોકોને પસંદ આવે જ છે અને આવી ફિલ્મો હીટ જાય જ છે. આ પ્રજાસત્તાક દિવસ નિમિતે અમે તમને માટે કેટલીક દેશભક્તિ આધારિત ફિલ્મો વિષે જણાવવા જઈ રહ્યા છે જે દેશભક્તિથી તરબતર છે.

હકીકત

1964માં પ્રદર્શિત થયેલી આ ફિલ્મ ભારત અને ચીન વચ્ચેના યુદ્ધને તેમજ તેમાં શહીદ થયેલા જવાનોને સમર્પિત છે. આ ફિલ્મનું નિર્દેશન ચેતન આનંદ દ્વારા કવરામાં આવ્યું. આ ફિલ્મને નેશનલ અવોર્ડ પણ મળી ચુક્યો છે. આજે પણ આ ફિલ્મનું ગીત ‘કર ચલે હમ ફિદા જાનો તન સાથિયો, અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’ લોકોના હૃદય રુંધાવી નાખે છે.

પૂરબ ઔર પશ્ચિમ

image source

બોલીવૂડુના ‘ભરત કુમાર’ એટલે વિતેલા જમાનાના જાણીતા અભિનેતા, દીગ્દર્શક અને પ્રોડ્યુસર મનોજ કુમાર. મનોજ કુમાર પોતાની દેશભક્તિ આધારિત અનેક ફિલ્મોને લઈને ભારત કુમાર કહેવાયા છે જે ખિતાબ હાલ અભિનેતા અક્ષય કુમારને આપવામાં આવ્યો છે. મનોજ કુમારે દેશભક્તિથી તરબતર યાદગાર ફિલ્મો આપી છે. તેમાં સર્વોત્તમ રહી છે પૂરબ ઔર પશ્ચિમ. 1970માં રિલિઝ થયેલી આ ફિલ્મમાં મનોજ કુમાર સ્વતંત્રતા સેનાનીનો દીકરો છે. તે આગળના અભ્યાસ માટે વિદેશ જાય છે અને તેમ છતાં પોતાની સભ્યતા ભૂલતો નથી અને વિદેશમાં પણ ભારતનો ડંકો વગાડીને પોતાને ગર્વથી ભારતીય ગણાવે છે. આ ફિલ્મનું ગીત ‘જબ ઝીરો દીયા મેરે ભારતને..’ આજે પણ લોકોને ખુબ પસંદ છે.

બોર્ડર

image source

બોર્ડર ફિલ્મ 1997માં આવી હતી અને ઘણા લાંબા સમય બાદ એક દેશભક્તિ આધારિત ફિલ્મે બોક્ષ ઓફિસ પર આટલી બધી સફળતા મેળવી હતી. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ હતી. તેના દીગ્દર્શક હતા જેપી દત્તા. આ ફિલ્મ ભારતીય સૈનિકોની વિરતા પર આધારિત હતી. ફિલ્મમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું 1971નું યુદ્ધ બતાવવામાં આવ્યું હતું. આ ફિલ્મને ત્રણ-ત્રણ નેશનલ અવોર્ડ મળ્યા હતા. આ ફિલ્મ 1997ની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ રહી હતી.

ક્રાંતિ

image source

આ ફિલ્મમાં બોલીવૂડના દિગ્ગજ કલાકારો, મનોજકુમાર, દિલિપ કુમાર, શશિ કપૂર , શત્રુગ્ન સિન્હા, હેમા માલિની, પરવીન બાબીએ મુખ્ય ભુમિકાઓ ભજવી હતી. ક્રાંતિ ફિલ્મ એક સુપરડુપર હીટ રહી હતી. તેના ગીતોમાં દેશભક્તિને નીચોવીને ભરવામાં આવી હતી. આ ફિલ્મની વાર્તા સલીમ જાવેદ એટલે કે સલીમ ખાન અને જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ મનોજ કુમારે કર્યું હતું.

ધ લિજન્ડ ઓફ ભગત સિંહ

image source

આ ફિલ્મમાં અજય દેવગન દ્વારા શહિદ ભગત સિંહના પાત્રને અત્યંત પ્રભાવશાળી રીતે ભજવવામાં આવ્યુ હતું. આ ફિલ્મ માટે અજય દેવગનને નેશનલ અવોર્ડ મળી ચૂક્યો છે. આ ફિલ્મનું ગીત ‘રંગ દે બસંતી ચોલા’ આજે પણ લોકોના હૃદયને ધડકાવી જાય છે.

સ્વદેશ

image source

2004માં આવેલી શાહરુખ ખાન અભિનિત ફિલ્મ સ્વદેશને લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં ભલે બોર્ડર પર લડતાં સૈનિકોને બતાવવામાં નહોતા આવ્યા પણ ખરા ભારતને બતાવવામાં આવ્યું હતું અને નાસામાં નોકરી કરતા ભારતિય યુવાનનું હૃદય પરિવર્તન બતાવવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે બોક્ષ ઓફિસ પર આ ફિલ્મને મળવો જોઈએ તેવો પ્રતિસાદ નહોતો મળ્યો પણ ક્રિટિક્સે તેને ખૂબ વખાણી હતી.

રંગ દે બસંતી

image source

આજના યુવાનની સ્થિતિ રજૂ કરતી ફિલ્મ ‘રંગ દે બસંતી’ 2006માં રિલિઝ થઈ હતી આ ફિલ્મને રાકેશ ઓમ પ્રકાશ મહેરા દ્વારા દીગ્દર્શીત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં આમિર ખાન, કુણાલ કપૂર, અતુલ કુલકર્ણી આર માધવન, શરમન જોશી સોહા અલી ખાન, સિદ્ધાર્થ જેવા દિગ્ગજ કલાકારોઓ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મના દરેકે દરેક ગીતમા તમને દેશભક્તિનો જુસ્સો જોવા મળશે. આ ફિલ્મનું સંગીત એ.આર રહેમાને આપ્યું હતું જે આજે પણ તેટલું જ કર્ણપ્રિય છે.

ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક

image source

આ ફિલ્મ હજુ ત્રણ વર્ષ પહેલાં જ રિલિઝ થઈ છે જે સમગ્ર દેશના લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મ ભારતીય સેનાના સ્થાનીક હેડક્વાટર પર આતંકવાદિઓના હૂમલા તેમજ ત્યાર બાદ ભારતીય સૈન્યએ જે રીતે વળતો જવાબ આપ્યો હતો તેના પર આધારિત હતી. આ હૂમલામાં ભારતીય સૈન્યના લગભગ 18 જવાનો શહીદ થયા હતા. હૂમલાના માત્ર 11 દિવસ બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને આતંકવાદીઓના ઠેકાણાઓનો જે રીતે નાશ કર્યો હતો તે દર્શાવવામાં આવ્યું છે.

બેબી

image source

આ ફિલ્મમાં અક્ષય કુમાર, અનુપમ ખૈર અને રાણા દુગ્ગુબાટીએ મુખ્ય ભુમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમને ભારતીય ઇન્ટેલીજન્સના એજન્ટ બતાવવામાં આવ્યા છે જેઓ આંતકવાદીઓના એક એક પ્લોટને નિષ્ફળ કરતાં જાય છે અને દેશને આતંકવાદી હૂમલાથી બચાવતા જાય છે.

એજન્ટ વિનોદ

image source

આ ફિલ્મમાં મુખ્ય પાત્ર સૈફ અલિ ખાન દ્વારા ભજવવામાં આવ્યું છે જેમાં તેને ભારતનો એક સિક્રેટ એજન્ટ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેને દેશ વિરુદ્ધના એક અત્યંત મોટા ષડયંત્રને છતું કરતાં દર્શાવ્યો છે.

સત્યમેવ જયતે

image source

આ ફિલ્મમાં જોહ્ન અબ્રાહમ અને મનોજ બાજપેયીએ કામ કર્યું છે. આ ફિલ્મમાં જોહ્ન અબ્રાહમે એવું પાત્ર નિભાવ્યું છે જે સમાજ માટે દુશ્મન બની બેઠેલા પોલીસ અધિકારીઓનો ખાતમો કરે છે. આ ફિલ્મનું દીગ્દર્શન મિલાપ ઝવેરીએ કર્યું છે.

પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ

image source

આ ફિલ્મમાં જોહ્ન અબ્રાહમે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ દ્વારા ભારતીય ઇતિહાસની એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણને પરદા પર દર્શાવવામાં આની હતી. 1998માં ભારતે આંતરરાષ્ટ્રિય પ્રેશરને અવગણીને જે રીતે પરમાણુ પરિક્ષણ કર્યું હતું તેના પર આધારિત છે.

આ ઉપરાંત પણ બોલીવૂડ દ્વારા અગણિત દેશભક્તિની ફિલ્મોનું નિર્માણ કરવામા આવ્યું છે જેમાં, રાધી, બોસ, મણીકર્ણિકા, મિશન મંગલ, એર લિફ્ટ, ચક દે ઇન્ડિયા, ગાઝી એટેક, ફેન્ટમ, ગદર, મંગલ પાંડે, અ વેન્સ્ટડે, લક્ષ્ય, સરફરોશ, એલઓસી કાર્ગિલ, ટેન્ગો ચાર્લી, દિવાર (2004), ક્રાંતિવિર, સાત હિન્દુસ્તાની, મિશન કશ્મીર, નેતાજી શુભાસ ચંદ્ર બોઝ, 16 દીસમ્બર, ખેલેં હમ જી જાન કે, રોઝા, કોહરામ, તીરંગા ઉપકાર વિગેરે ફિલ્મોનો સમાવેશ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ