2020માં આ 4 રાશિના લોકો હશે એકદમ લકી, જાણો તમે નસીબદાર છો કે નહિં?

2020માં આ 4 રાશિના જાતકોનું ખુલી જશે ભાગ્ય, જાણો કોણ કોણ છે નશીબદાર

image source

નવું વર્ષ એટલે કે 2020 શરૂ થવાને થોડા જ દિવસોની વાર છે. આ નવા વર્ષનું સ્વાગત ઉત્સાહભેર કરવા યુવા હૈયા થનગનતા હશે.

2020નું વર્ષ કેટલાક લોકો માટે એવા અનુભવો સાથે આવશે જે હંમેશા તેમને યાદ રહી જશે. આવી જ છે 4 રાશિઓ જેમના માટે 2020નું વર્ષ ભાગ્યોદય કરાવનાર સાબિત થશે.

2020ની લકી રાશિ

image source

વર્ષ 2020માં પાંચ રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. આ વર્ષ આ 5 રાશિઓ માટે સૌથી વધારે લાભકારી નીવડશે.

આ વર્ષમાં તેમના જીવનમાં અનેક ફેરફાર પણ થશે. તો ચાલો જાણીએ કઈ કઈ છે આ રાશિઓ અને તેમને આગામી વર્ષમાં કેવા લાભ થશે.

મકર રાશિ

image source

આગામી વર્ષ આ તમારા જીવનમાં સૌથી સારો સમય લાવશે. ગત વર્ષોમાં જે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી હશે તે તમામ ઈચ્છાઓ આ વર્ષમાં પૂર્ણ થશે.

2020માં તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. તમારી વર્ષોની મહેનત 2020માં રંગ લાવશે તેમ કહેવું ખોટું નથી.

મકર રાશિના જાતકો માટે શિક્ષા અને સંતાનની દ્રષ્ટિએ વર્ષ 2020 રાહુના પ્રભાવથી સારું જશે. ધન પ્રાપ્તિના યોગ પણ આ વર્ષમાં સર્જાશે.

image source

આ વર્ષમાં શેર બજારમાં રોકાણ કરવું લાભ કરાવશે. મકર રાશિના જાતકો માટે 2020નું વર્ષ પાર્ટનર સાથેના સંબંધ ગાઢ બનાવનાર હશે. શનિના કારણે જીવનમાં જે કોઈ તકલીફો આવી તે હવે દૂર થઈ જશે.

કન્યા રાશિ

image source

કન્યા રાશિના જાતકો માટે 2020નું વર્ષ દરેક ક્ષેત્રમાં લાભકારી સાબિત થશે. પરંતુ આ વર્ષમાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારી પાસે ધનની ખામી રહેશે નહીં.

આ રાશિના લોકો માટે રોકાણ લાભકારી સાબિત થશે. કન્યા રાશિના લોકો કોઈપણ નિર્ણય લેતા પહેલા વિચાર કરે છે પરંતુ 2020માં દરેક નિર્ણયમાં તે સફળ સાબિત થશે.

image source

2020માં કન્યા રાશિના લોકોનું લગ્નજીવન પણ સારુ રહેશે. ગુરુના પ્રભાવથી જે લોકો રિલેશનશીપમાં સ્થાયી થઈ નથી શક્યા તેમને આ વર્ષમાં સારો પાર્ટનર મળશે.

વૃષભ રાશિ

image source

વૃષભ રાશિના જાતકોને ફેરફાર પસંદ નથી પરંતુ 2020નું વર્ષ ફેરફાર સાથે આવી રહ્યું છે. આ વર્ષમાં જે ફેરફાર થશે તે સુખદ અને લાભકારક સાબિત થશે.

2020માં બૃહસ્પતિ અને શનિ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. નવા વર્ષમાં જીવનમાં પ્રેમ અને પૈસા બંને મળશે.

image source

વૃષભ રાશિના જાતકો માટે શરૂઆતમાં ચિંતાકારક સમય રહેશે પરંતુ ત્યારબાદ જીવનમાં સકારાત્મક ફેરફાર થશે જેનાથી ખુશી પ્રાપ્ત થશે.

image source

વૃષભ રાશિના લોકોને મનઈચ્છિત પાર્ટનર મળશે. નવા વર્ષમાં સાથીનો સહયોગ પ્રાપ્ત થશે. જે લોકો લગ્ન કરવા આતુર છે તેમની ઈચ્છા પૂર્ણ થશે.

સિંહ

image source

ભાગ્ય સિંહ રાશિના જાતકોનો સાથ આપે કે નહીં આ રાશિના લોકો શાનદાર જીવન જીવે છે. તેઓ કોઈપણ વાતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી લે છે.

તેમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. તેના કારણે લોકો તેના તરફ આકર્ષાઈ જાય છે.

image source

સિંહ રાશિના લોકોને 2020માં સ્વાસ્થ્યલક્ષી સમસ્યા થઈ શકે છે. તેમની સમસ્યાઓ આ વર્ષમાં દૂર થઈ જશે. આ વર્ષ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારું છે.

image source

આ ઉપરાંત કારર્કિદી પણ સારી તક લાવશે. રિલેશનશીપની બાબતમાં આ વર્ષ સૌભાગ્યશાળી હશે. આ વર્ષમાં નવા રોમાંચનો અનુભવ કરશો.

ધન રાશિ

image source

ધન રાશિના જાતકો માટે આગામી વર્ષ રોમાંચકારી હશે. ધન રાશિના લોકોને કોઈપણ સીમા બાંધી શકતી નથી. તેઓ જે વિચારે છે તે કરે જ છે. તેમને એ વાતનો પણ ખ્યાલ હોય છે કે રસ્તામાં આવતી બાધાઓને દૂર કેવી રીતે કરવી.

image source

ધન રાશિના જાતકો માટે આગામી વર્ષ દરેક સમસ્યાનું નિરાકરણ લાવી દેશે. જે કામ છેલ્લા કેટલાય સમયથી અટવાયેલું હશે તે પૂર્ણ થશે. જીવન સાથે તાલમેલ મીલાવી ચાલી શકશો. કારર્કિદીમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકશો. 2020માં યાત્રાના યોગ પણ સર્જાશે.

image source

ધન રાશિના જાતકો માટે 2020માં લવ લાઈફ મધુર રહેશે. જો પાર્ટનર સાથે કોઈ વાતે ખટરાગ થયો હશે અને દૂરી સર્જાઈ હશે તો તે પણ દૂર થશે અને જીવનની ગાડી પ્રેમ પૂર્વક આગળ દોડવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ