પિરિયડ્સમાં સ્ત્રીઓ થતી કરી શકતી ગુસ્સાને કંટ્રોલમાં, જાણો કયો ફેરફાર થાય છે તેમના શરીરમાં

પિરિયડ દરમિયાન સ્ત્રીઓનું મગજ તીવ્ર ઝડપે કામ કરે છે, જાણો તે પાછળનું કારણ

image source

સ્ત્રીઓ દર મહિને પિરિયડમાં આવે તે કુદરતનો એક નિયમ છે. તેમની આ શારીરિક વ્યવસ્થા જ તેમને સ્ત્રી બનાવે છે અને તેને નવા જીવને જન્મ આપવા માટે લાયક પણ બનાવે છે.

એમ કહીએ કે આખીએ માનજાતીનો આધાર આના પર જ ટકેલો છે.

પણ સ્ત્રી જ્યારે પિરિયડમાં થાય છે તે પહેલાંના થોડાક દિવસો તેમજ તેની બાદના થોડાંક દિવસ દરમિયાન તેણીના મૂડમાં સતત ફેરફાર થતાં રહે છે.

image source

પિરિયડ દરમિયાનની આ સ્થિતિનો પુરાણકાળમાં પણ ઉલ્લેખ કરવામા આવેલો છે.

મિસ્ર તેમજ ગ્રીકના કેટલાક દાર્શનિકોનું પણ એવું માનવું હતું કે દર મહિને સ્ત્રીઓમાં સેક્સ્યુઅલ ડિઝાયરનું એક મોજું ઉછળે છે.

જ્યારે આ ડિઝાયર પૂરી નથી થતી ત્યારે તેના શરીરમાંથી લોહી નીકળળવાનું શરૂ થાય છે. જો કે વાસ્તવમાં તેવું નથી.

પણ એટલી વાત તો સાચી છે કે સ્ત્રી જ્યારે પિરિયડમાં બેસે તે પહેલાં તે દરમિયાન અને ત્યાર બાદ તેના મૂડમાં સતત પરિવર્તન થયા કરે છે.

image source

તેનો સ્વભાવ ચિડિયો બની જાય છે. શરીરના કોઈ પણ ભાગમાં પીડા થવા લાગે છે કે પછી કણસાટ થવા લાગે છે.

જે સ્ત્રીને આગવી ચેતવણી આપે છે કે તેને થોડાક જ સમયમાં માસિક આવવાનું છે.

જો કે કેટલીક સ્ત્રીઓને કોઈ જ પીડા નથી થતી હોતી તો વળી કેટલીક સ્ત્રીઓ પીડાથી ત્રસ્ત થઈ જાય છે.

image source

કેટલાક લોકોમાં એવી ખોટી માન્યતા પણ રહેલી છે કે સ્ત્રીમાં માસિક દરમિયાન થતી આ પિડા તેના શારીરિક સંબંધ નહીં બાંધવાથી થાય છે અને માટે જ કેટલાક અભણ અણસમજુ લોકો છોકરીઓને લગ્ન બાદ આવી પીડા નહીં થાય તેવો ખોટો દીલાસો પણ આપતા હોય છે.

પણ માસિક પહેલાં, દરમિયાન કે તેના બાદ જે પિડા કે પછી મૂડ સ્વિંગની ફરિયાદ છે તેને વૈજ્ઞાનિકો એક હકારાત્મક દ્રષ્ટિકોણથી જુએ છે.

image source

પિરિયડ બાદ સ્ત્રીઓનું મગજ તીવ્ર બની જાય છે

એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે માસિક પુરું થયા બાદ સ્ત્રીઓમાં જાગૃતિ વધી જાય છે. પિરિયડના ત્રણ અઠવાડિયા બાદ તેમની કમ્યુનિકેસન સ્કિલ સારી થઈ જાય છે.

તેણી પોતાના અભિપ્રાયને ખુલીને આપે છે. માસિક ચક્ર શરૂં થતાં જ તેમનું આંતરમન એક્ટિવ થઈ જાય છે.

image source

સ્ત્રીઓમાં આવતા મૂડ સ્વિંગ્સનું સ્રોત અંડાશય છે, જ્યાં ઓએસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના બે હોર્મોન આખા મહિના દરમિયાન જુદાં-જુદાં પ્રમાણમાં નીકળે છે અને પેટની દીવાલની ચારે તરફ એક ચાદર જેવું આવરણ બનાવે છે.

અને અહીં જ હોર્મોન નક્કી કરે છે કે ઇંડું ક્યારે તૈયાર કરવું છે. અને આ જ હોર્મોનના કારણે સ્ત્રીના સ્વસ્થ્ય તેમજ મૂડ પર અસર થાય છે.

માસિક ચક્ર પર દાયાકોથી સંશોધન ચાલી રહ્યું છે

image source

1930ના સમયથી માસિક ચક્ર પર વિવિધ જાતના સંશોધન થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો માટે આ એક રસપ્રદ વિષય છે.

તેની પ્રેરણા તેમને માત્ર મહિલાઓની બાયોલોજી સમજવાથી નથી મળી. પણ એ વાતથી મળે છે કે સ્ત્રીઓ, પુરુષો કરતાં કેવી-કેવી રીતે અલગ છે.

વૈજ્ઞાનિકો જણાવે છે કે વર્ષોથી એવું માનવામાં આવતું રહ્યું છે કે પુરુષ અને સ્ત્રીઓ બન્ને પોતાના હોર્મોન્સના કારણે આ ચક્રમાંથી પસાર થતાં.

image source

સ્ત્રીઓમાં માસિક આવે છે જ્યારે પુરુષોમાં ટેસ્ટોસ્ટોરોનનું સ્તર વધે-ઘટે છે. બીજી બાજુ સ્ત્રીઓનું મગજ પુરુષો કરતાં અલગ રીતે કામ કરે છે.

તેમના મગજની થિયરી પુરુષો કરતાં સારી હોય છે અને તે જ કારણસર તેમની કમ્યુનિકેશન અને સોશિયલ સ્કિલ પુરુષો કરતાં સારી હોય છે.

સ્ત્રીઓ પુરુષો કરતાં ઝડપથી નવા શબ્દો યાદ રાખી શકે છે

image source

એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું કે સ્ત્રીઓનું આંતરમન કોઈ પણ શબ્દ પુરુષો કરતાં ઝડપથી યાદ રાખી શકે છે.

માત્ર તેટલું જ નહીં પણ સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે ઝડપથી બોલતી પણ હોય છે. અને તેમના મગજમાં પુરુષો કરતાં વધારે શબ્દ ભંડોળ હોય છે.

સ્ત્રીઓના હોર્મોન્સ પર એક વિશેશ સંશોધન કરવામાં આવ્યું

image source

સ્ત્રીઓમાં ઓએસ્ટ્રોજનનું વધવું-ઘટવું દર મહિને તેમના પર કેવી અસર પાડે છે. તેના માટે બે સ્તર પર સંશોધનની શરૂઆત કરી.

જો કે આ સંશોધન માત્ર 16 મહિલાઓ પર જ કરવામાં આવ્યું હતું. તેમના પર પિરિયડ શરૂ થાય તે પહેલાંથી લઈને ત્યાર બાદના વર્તન પર નજર રાખવામા આવી.

આ સંશોધનના પરિણામો આશ્ચર્યજનક હતા. જે પણ ભાગ લેનારી મહિલામાં જે સમયે ફીમેલ હોર્મોનનું સ્તર વધારે હતું તે પુરુષોની સરખામણીએ વસ્તુઓ યાદ કરવામાં નબળી હતી.

image source

પણ જ્યારે હોર્મોનનું સ્તર ઘટ્યું ત્યારે તેમની આ નબળાઈ દૂર થઈ ગઈ અને તેઓ પરુષોની સરખામણીએ શબ્દો વધારે ઝડપથી યાદ રાખવા લાગી.

આ ઉપરાંત તે શબ્દોને સારી રીતે સમજી પણ શકતી હતી.

મગજના બન્ને ભાગ ઝડપથી કામ કરે છે

image source

ફિમેલ હોર્મોન મગજના બે ભાગો પર ઉંડી અસર કરે છે. પહેલો ભાગ હિપ્પોકેમ્પસ જ્યાં બધી જ મેમેરી સ્ટોર થાય છે.

જ્યારે દર મિહને સ્ત્રીમાં ફીમેલ હોર્મોન રિલિઝ થાય છે ત્યારે સ્ત્રીના મગજનો આ ભાગ મોટો થઈ જાય છે.

બીજી અસર દિમાગના અંદાજ લગાવતા ભાગ જેને એમિગ્ડાલા કહે છે તેના પર થાય છે.

image source

મગજના આ ભાગનો સંબંધ લાગણીઓ અને નિર્ણયો લેવાની તાકાત સાથે જોડાયેલો છે.

દર મહિને ફિમેલ હોર્મોન રિલિઝ થવાથી સ્ત્રીઓ પોતાના મગજના આ ભાગનો ઉપયોગ કરતા કોઈ પણ સ્થિતિને બીજા કરતાં સારી રીતે જુએ છે.

દર મહિને વધતાં ઓએસ્ટ્રોજન હોર્મોનના કારણે જ મહિલા આવનારા કોઈ પણ ભયને પહેલેથી જ અંદાજી લે છે.

image source

મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે સ્ત્રીઓના માસિક ચક્રની તેમના મગજ પર થતી અસર વાસ્તવમાં સાવજ જોગાનું જોગ છે.

સ્ત્રીઓ અને પુરુષના મગજની કામ કરવાની રીતમાં મોટો તફાવત છે. કોઈ પણ કામ કરવામાં પુરુષોના મગજનો એક ભાગ કામ કરે છે જ્યારે સ્ત્રીઓના મગજના બન્ને ભાગ કામ કરે છે.

image source

મગજના જમણા કે ડાબા ભાગના કામ કરવાની રીતનો સંબંધ હાથ સાથે છે. દા.ત. કોઈ પોતાનો જમણો હાથ વાપરે છે તો તેનું ભાષાનું જ્ઞાન તેના મગજના ડાબા ભાગમાં હશે.

પણ સ્ત્રીઓના મગજની સંરચના થોડી અલગ છે. જે હજુ પણ એક રહસ્ય છે.

એક સંશોધન પ્રમાણે જ્યારે સ્ત્રીઓમાં ઓએસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન રિલિઝ થાય છે ત્યારે તેમના મગજના બન્ને ભાગ વધારે ઝડપથી કામ કરે છે.

image source

અને માટે જ મહિલાઓની વિચારવાની ક્ષમતા ફ્લેક્સિબલ બને છે. અને મગજનો જમણો ભાગ ઝડપથી કામ કરવા લાગે છે.

એવું પણ જોવામાં આવ્યું છે કે જે લોકોના મગજનો જમણો ભાગ વધારે કામ કરે છે તેઓ ગણિતના પ્રશ્નો ઝડપથી સોલ્વ કરી લે છે. આમ શરીરમાં દર મહિને થનારા બદલાવોથી મગજના કામ કરવાની રીતો પર તેની અસર થાય છે.

image source

અને મહિલાઓમાં આ પરિવર્તન હકારાત્મક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ