વર્ષ 2020માં આવશે 25 એકાદશી, 20 જાન્યુઆરીએ ષટતિલા અગિયારસ

વર્ષ 2020માં આવશે 25 એકાદશી, 20 જાન્યુઆરીએ ષટતિલા અગિયારસ

એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. પુરાણોમાં તેને હરિ દિન તરીકે પણ સંબોધિત કરવામાં આવી છે. વર્ષ દરમિયાન સામાન્ય રીતે 14 એકાદશી આવે છે. એકાદશીની તિથિ માસમાં બે વાર આવે છે, જેમાં એક શુક્લ પક્ષ અને એક કૃષ્ણ પક્ષમાં આવે છે. પરંતુ વર્ષ 2020માં 24 નહીં પણ 25 એકાદશી આવશે. આ વર્ષમાં અધિક માસ આવતો હોવાથી 25 એકાદશી આવશે. આ એકાદશી 25 ડિસેમ્બર 2020ના રોજ આવશે.

image source

વર્ષ 2020ની પહેલી એકાદશી પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી હતી. આ વ્રત 6 જાન્યુઆરીના રોજ હતું. ત્યારબાદ હવે 20 જાન્યુઆરીના રોજ એકાદશી આવશે જે માઘ માસના કૃષ્ણપક્ષની ષટતિલા એકાદશી હશે. આ દિવસે તલના ઉપયોગ કરવાનું મહત્વ હોય છે. એટલા માટે જ આ એકાદશીને ષટતિલા નામ આપવામાં આવ્યું છે.

જાણો વર્ષભરમાં ક્યારે આવશે એકાદશી

જાન્યુઆરી

તા. 20- ષટતિલા એકાદશી

ફેબ્રુઆરી

તા. 5- જયા એકાદશી

તા. 19- વિજયા એકાદશી

માર્ચ

તા. 6- આમલકી એકાદશી

તા. 19- પાપમોચિની એકાદશી

એપ્રિલ

તા. 4- કામદા એકાદશી

તા. 18- વરુથિની એકાદશી

image source

મે

તા. 4- મોહિની એકાદશી

તા. 18- અપરા એકાદશી

જૂન

તા. 2- નિર્જળા એકાદશી

તા. 17- યોગિની એકાદશી

જુલાઈ

તા. 1- દેવશયની એકાદશી

તા. 16- કામિકા એકાદશી

તા. 30- શ્રાવણ પુત્રદા એકાદશી

image source

ઓગસ્ટ

તા. 15- અજા એકાદશી

તા. 29- પરિવર્તિની એકાદશી

સપ્ટેમ્બર

તા. 13- ઈંદિરા એકાદશી

તા. 27- પદ્મિની એકાદશી

ઓક્ટબર

તા. 13- પરમ એકાદશી

તા. 27- પાપાંકુશા એકાદશી

image source

નવેમ્બર

તા. 11- રમા એકાદશી

તા. 25- દેવ ઉઠી એકાદશી

ડિસેમ્બર

તા. 11- ઉત્પન્ના એકાદશી

તા. 25- મોક્ષદા એકાદશી

વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીનું ખાસ મહત્વ હોય છે. એકાદશીનું વ્રત દરેક વ્રત કરતાં વધારે મહત્વનું હોય છે. એકાદશીનું વ્રત કરનારને આ લોકમાં દરેક સુખ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ બાદ મોક્ષ પ્રાપ્ત થાય છે. એકાદશીના વ્રતમાં ફળાહાર અથવા ઉપવાસ કરવો જોઈએ. આ સાથે મનને પણ શુદ્ધ વિચારોથી યુક્ત રાખવું. પુરાણો અનુસાર જે સ્ત્રીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય અને તે પૂર્ણ થઈ શકતી ન હોય તો તેણે અગિયારસનું વ્રત કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ.

image source

અગિયારસના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાનાદિ કર્મ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. આ દિવસે કોઈ પર ક્રોધ ન કરવો, અપશબ્દો ન બોલવા અને ઉપવાસ કરવો. અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો. સંધ્યા સમયે પણ ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો કરવો, ભગવાનને ભોગ ધરાવી આરતી કરવી. આરતી કર્યા બાદ ભગવાનની પ્રસાદી પરીવારને આપી ગ્રહણ કરવી. દિવસ દરમિયાન પણ ભગવાનના નામનું સ્મરણ કરવું અને બીજા દિવસે વ્રતના પારણા કરો તે પહેલા બ્રાહ્મણને ભોજન કરાવવું અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ