આ ટ્ટિવટ વાંચીને તમે નહીં રોકી શકો તમારું હસવાનું, વાંચી લો તમે પણ

બ્રીટેનના પ્રિન્સ હેરી અને મેગન માર્કલનું કભી ખુશી કભી ગમ કનેક્શન થઈ રહ્યું છે સોશિયલ મિડિયા પર વાયરલ

image source

તાજેતરમાં બ્રીટેનના પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાના નાના દીકરા પ્રિન્સ હેરી અને તેની પત્ની મેઘન માર્કલે રોયલ ફેમિલિમાંથી પાછા હટવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય લઈને તેઓ રોયલ ફેમિલિ પર નભવા નથી માગતા અને પ્રિન્સ હેરી હવે આર્થિક રીતે પોતાના પર ડીપેન્ડ થવા માગે છે.

image source

તેમના આ નિર્ણયને લઈને સમગ્ર વિશ્વના સોશિયલ મિડિયા પર આઘાતની એક લહેર ઉઠી છે. જ્યારે બોલીવૂડ રસીયાઓને પ્રિન્સ હેરીની દાસ્તાનમાં કભી ખુશી કભી ગમનું કનેક્શન દેખાઈ રહ્યું છે.

image source

હા, ભારતીય સોશિયલ મિડિયા પર લોકો તેમની હકીકતને કભી ખુશી કભી ગમના પ્લોટ સાથે સરખાવી રહ્યા છે. જે રીતે શાહરુખ ખાન પોતાને ગમતી સ્ત્રી સાથે લગ્ન કર્યા બાદ ધનાઢ્ય રાયચંદ ફેમિલિ છોડીને પોતાની કમાણી પર ઉભો થાય છે અને ફેમિલિથી દૂર થઈ જાય છે તેવી જ રીતે પ્રિન્સ હેરી પોતાની પસંદગીની સ્ત્રી સાથે પરણ્યા બાદ રોયલ ફેમિલિ પર નભવા નથી માગતા અને તેનાથી દૂર રહેવા માગે છે.

તમને જણાવી દઈએ કે કરન જોહરની આ ફિલ્મમાં સૌથી મોટો છોકરો કે જેનું પાત્ર શાહ રુખ ખાને ભજવ્યું હતું તે પોતાની પસંદની સ્ત્રી સાથે પરણ્યા બાદ પોતાના શક્તિશાળી ફેમિલિથી છુટ્ટો પડી જાય છે અને તેની સાથે જ પોતાની જિંદગી વિતાવે છે.

આ ફિલ્મનો એક આગવો ફેન છે જે આજે પણ તેને પસંદ કરે છે. અને જેવા જ પ્રિન્સ હેરી અને મેઘને રોયલ ફેમિલિના સિનિયર તરીકેનું સ્થાન છોડીને કામ કરીને તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બનશે તેવો નિર્ણય લીધો છે.

image source

અને તેના માટે તેમણે પોતાનો અમુક સમય યુ.કે તેમજ અમુક સમય ઉત્તર અમેરિકા ખાસ કરીને કેનેડામાં વહેંચવાનું નક્કી કર્યું છે. બસ ત્યારથી જ બોલીવૂડ ફેન્સ તેમની વાર્તાને કે3જી સાથે સરખાવી રહ્યા છે.

ચાલો જોઈએ કે લોકો કેવી રીતે બ્રિટેનના રોયલ ફેમિલીને રાયચન્દ ફેમિલિ સાથે સરખાવી રહ્યા છે અને કેવા ચિત્ર વિચિત્ર, ખડખડાટ હસાવી મુકતા ટ્વીટ કરી રહ્યા છે.

એક ટ્વિટર યુઝરે લખ્યું છેઃ સમાન ઉર્જાઃ યુવાન પ્રેમ ખાતર પોતાના વારસા તેમજ પોતાના સંપત્તિવાન કુટુંબને છોડી રહ્યો છે. #Megxit#K3G
તો વળી બીજા એક ટ્વીટરમાં ઋતિક પોતાના ભાઈને શોધવા માટે કરીનાને જે રીતે મળે છે, તે ‘ચંદુ કી ચાચી..’વાળા ડાયલોગનો ઉલ્લેખ કર્યો છે. અને અહીં ઋતિકની જગ્યાએ પ્રિન્સ વિલિયમ અને બ્રીટેનના ભાવી રાજાનો ઉલ્લેખ કર્યો છે.

તો વળી એક ટ્વીટર યુઝરે મેડમ તુસાદની એક તસ્વીર શેર કરી છે જેમાં રાણીના કુટુંબના સભ્યોના જે પૂતળા મૂકવામાં આવ્યા છે તેમાંથી મેઘન અને પ્રિન્સ હેરીને ખસેડી લેવામાં આવ્યા છે. જે એક ફોટોશોપ્ડ તસ્વીર છે.

બીજા કેટલાક ટ્વીટર યુઝર્સે રોયલ ફેમિલિના નીયમો સાથે રાયચંદ ફેમિલિની કડક પરંપરાને સરખાવી છે. અને રોયલ ફેમિલિને વાસ્તવિક રાયચંદ ફેમિલિ ગણાવ્યું છે.

એક ટ્વીટર યુઝરે લખ્યું છે કે લોકો મેઘન અને હેરીની સરખામણી કભી ખુશી કભી ગમના રાહુલ-અંજલી સાથે કરી રહ્યા છે, અને લખ્યું છે કે ભવિષ્યમાં વિલિયમ પોતાના ભાઈને લેવા કેનેડા જશે અને ત્યાં કેટ સાથે યુ આર માય સોનિયા પર ડાન્સ કરશે. અને ચાર્લ્સ અને કેમિલા તેમની સાથે બોલે ચૂડિયાના ડાન્સમાં જોડાશે અને રાણી મૃત્યુ પામશે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં સસેક્સના ડ્યુક અને ડચેસે એક નિવેદન આપ્યું હતું કે તેઓ રોયલ ફેમિલીના સિનિયર તરીકે પાછા હટી રહ્યા છે અને તેવું પણ જણાવ્યું હતું કે તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બનવા માગે છે.

image source

પણ તેમના આ નિર્ણયથી બ્રેટેનના રાણી અને કુટુંબના અન્ય સભ્યોને દુઃખ પહોંચ્યું હતું. કેટલાક અહેવાલો પ્રમાણે રોયલ ફેમિલિને આ નિવેદન પ્રેસ રિલિઝના 10 મિનિટ પહેલાં જ મળ્યું હતું.

image source

ક્વીન એલિઝાબેથ 2 યુ.કેના ચારે રાજવી ઘરોને આ બાબત પર કોઈ નિરાકણ લાવવા જણાવ્યું હતું. હવે તેઓ આગળ શું નિર્ણય લે છે? પ્રિન્સ હેરી પ્રોફેશન તરીકે કયો વ્યવસાય પસંદ કરશે? મેઘન માર્કલ પાછી એક્ટિંગ ક્ષેત્રે કામ કરશે કે નહીં ? તેઓ ક્યાં રહેશે ? વિગેરે પ્રશ્નો સામાન્ય લોકોને થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ