વર્ષ 2019 પૂર્ણ થવા સમયે અને 2020ના પ્રારંભે થશે આટલા ગ્રહણ, જાણો કેવી હશે તેની અસર

વર્ષ 2019 પૂર્ણ થવા સમયે અને 2020ના પ્રારંભે થશે આટલા ગ્રહણ, જાણો કેવી હશે તેની અસર

વર્ષ 2019 તેના અંતિમ ચરણમાં છે. થોડા જ દિવસોમાં આ વર્ષ પૂર્ણ થઈ જશે અને 2020નો પ્રારંભ થશે. જો કે વર્ષ 2019ના અંતિમ દિવસોમાં એક સૂર્યગ્રહણ થવાનું છે. આ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરના રોજ થશે. આ સૂર્યગ્રહણ વલયાકાર હશે જેમાં ગ્રહણ સમયે સૂર્ય વીંટી જેવો દેખાશે.

image source

જ્યાં વર્ષના અંતિમ દિવસોમાં સૂર્યગ્રહણ થનાર છે ત્યાં નવા વર્ષ એટલે કે 2020ની શરૂઆતમાં પણ ગ્રહણ થશે. 2020ના વર્ષનું પહેલું ગ્રહણ 10 જાન્યુઆરીએ થશે. આ ગ્રહણ ચંદ્રગ્રહણ હશે. 10 જાન્યુઆરીની રાત્રે 10 કલાક અને 37 મિનિટથી આ ચંદ્રગ્રહણ શરૂ થશે.

2019ના છેલ્લા ગ્રહણની વિગતો

26 ડિસેમ્બર 2019ના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ ભારતીય સમય મુજબ સવારે 9.15 કલાકે શરૂ થશે, જે બપોરે 12:10 કલાકે પરમગ્રાસમાં રહેશે અને બપોરે 3 કલાક અને 4 મિનિટ પર આ કંકળ સૂર્ય ગ્રહણ સમાપ્ત થઈ જશે.

ક્યાં ક્યાં જોવા મળશે સૂર્ય ગ્રહણ

image source

વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે. ભારતીય પંચાંગ અનુસાર સૂર્યગ્રહણ હંમેશાં અમાસની તિથિ પર થાય છે. જ્યારે ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે અને ભારત ઉપરાંત આ સૂર્યગ્રહણ દક્ષિણપૂર્વ યુરોપ, ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય ભાગ, ફિજી, હિંદ મહાસાગર, મધ્ય પૂર્વ એશિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મધ્ય દક્ષિણ ચીન, વર્મા, ફિલિપીંસ સહિતના દેશોમાં જોવા મળશે.

સૂર્યગ્ર હણમાં સૂતક કાળ

સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાના કારણે સુતકની અસર અહીં જોવા મળશે. ગ્રહણના એક દિવસ પહેલાંથી જ સૂતકનો સમય શરૂ થઈ જશે. તેથી સૂતક 25 ડિસેમ્બરની સાંજે 5.33 વાગ્યે શરૂ થશે અને સૂર્યગ્રહણ પૂર્ણ થયા પછી બીજા દિવસે સવારે 10:57 વાગ્યે સમાપ્ત થશે.

image source

સૂતકનું મહત્વ

ગ્રહણમાં સૂતકનું વિશેષ મહત્વ હોય છે. હિંદુ ધર્મમાં સૂતક કાળ દરમિયાન અનેક પ્રકારના કામો થઈ શકતા નથી. કારણ કે સૂતકના સમયને અશુભ સમય માનવામાં આવે છે.

26મીના સૂર્ય ગ્રહણની અસરો

સૂર્ય ગ્રહણ પર 5 ગ્રહ રાહુ અને કેતુના પ્રભાવમાં રહેશે. સૂર્ય અને ચંદ્ર રાહુ-કેતુ સાથે યુતિમાં હશે જેના કારણે જાતકોના જીવન પર તેની વ્યાપક અસર થશે. આ વાત તો થઈ વર્ષના અંતિમ ગ્રહણની, હવે જાણીએ કે વર્ષ 2020માં ક્યારે ક્યારે અને કયા કયા ગ્રહણ આવશે.

વર્ષ 2020માં થનાર ગ્રહણની વિગતો

image source

પ્રથમ ચંદ્રગ્રહણ

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીના રોજ થશે જે ભારતમાં જોઈ શકાશે.

બીજું ચંદ્રગ્રહણ

2020નું બીજું ચંદ્રગ્રહણ 5 જૂને થશે. આ ચંદ્રગ્રહણ પણ ભારતમાં જોઈ શકાશે.

ત્રીજું ચંદ્રગ્રહણ

5 જુલાઈ 2020ના રોજ ગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે.

ચોથું ચંદ્રગ્રહણ

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 30 નવેમ્બરના રોજ જોવા મળશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે.

image source

પ્રથમ સૂર્યગ્રહણ

વર્ષનું પહેલું ગ્રહણ 21 જૂનએ થશે અને તે ભારતમાં દેખાશે.

બીજું સૂર્યગ્રહણ

14 ડિસેમ્બર 2020ના રોજ થવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ