ભીંડાનું શાક તો ખાઓ છો પણ શું ક્યારેય તેના આ ફાયદાઓ વિશે જાણ્યું છે?

ચાલો આજે ભીંડા ખાવા ના ફાયદા વિશે જાણીએ.

image source

આપણે સૌ જાણીએ છીએ કે લીલા શાકભાજી અને ફળ ની અંદર રહેલા વિટામિન મિનરલ્સ આપણને આરોગ્યપ્રદ સ્વસ્થ જીવન આપે છે.પણ દરેક પ્રકારના શાકભાજી માં તેના ખાસ વિવિધ લક્ષણો હોય છે વિવિધ પોષક તત્વો હોય છે.

આજે આપણે ભીંડા ખાવાથી થતા ફાયદાઓ વિશે જાણીશું.

ભીંડા નો મોટામાં મોટો ફાયદો એ છે કે ઈંડામાં કેલરી ઓછી છે.સો ગ્રામ ભીંડામાં 30 ગ્રામ કેલેરી હોય છે.ઉપરાંત તેમાં કોઈપણ પ્રકારની ચરબી રહેલી નથી.

image source

ભીંડા માંથી સારી એવી માત્રામાં ફાઇબર, મિનરલ્સ અને વિટામીન મેળવી શકાય છે.કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ફાયદાકારક છે.

વજન ઓછું કરવા માટે પણ આહાર વિશેષજ્ઞનો ભીંડા નો ઉપયોગ વધારવાની સલાહ આપે છે.

ચીકાશનો ગુણધર્મ ધરાવતા ભીંડા ફાઇબર સમૃદ્ધ આહાર છે જે આંતરડામાં નહીં પચેલા ખોરાકને બહારની તરફ ધકેલવામાં મદદ રૂપ છે ઉપરાંત કબજિયાતની સમસ્યા રોકવામાં પણ આ ફાયદાકારક છે.

image source

ભીંડામાં વિટામીન એ, ફ્લેવોનોઈડ્સ ,એન્ટીઓક્સીડેન્ટ તત્વો ,બીટા-કેરોટિન વિશેષ માત્રામાં ઉપલબ્ધ છે. એન્ટી ઓક્સિડન્ટ તત્વો ધરાવતા શાકભાજીમાં ભીંડા મુખ્ય ગણાય છે

ઉપરાંત ત્વચાને સ્વસ્થતા પ્રદાન કરતા વિટામીન એ પણ ભીંડા માંથી વિપુલ પ્રમાણમાં મળી રહે છે. ભીંડા માં રહેલું ફ્લેવોનોઈડ્સ ફેફસાના કેન્સર સામે રક્ષણ આપે છે.

ભીંડા માં રહેલું ફોલેટ સગર્ભા સ્ત્રી અને નવજાત શિશુ માટે ફાયદાકારક છે.

image source

ભીંડા વિટામિન સીનો પણ મુખ્ય સ્ત્રોત છે. વિટામિન શ્રી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ઉપરાંત કફ અને શરદીમાં પણ વિટામીન સી વાળા ખાદ્ય પદાર્થ રાહત આપે છે.

શરીરની આંતરિક અને બાહ્ય ઈજાને પણ વિટામીન-સી ઝડપથી હીલ કરવાનું કામ કરે છે.

ભીંડા માંથી નાઈસિન,વિટામીન બી સિક્સ,થિયામીન,પેન્ટોથેનીક એસીડ પણ ભરપૂર માત્રામાં મળે છે.

image source

લોહીનું ગઠન કરવામાં મદદરૂપ અને હાડકાઓને મજબુત બનાવવામાં મદદરૂપ વિટામીન કે પણ ભીંડા માંથી પ્રાપ્ત થાય છે.

ભીંડા આયન, કેલ્શિયમ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ ના પણ વાહક છે.

ભીંડાને લેડી ફિંગર કહેવામાં આવે છે.ભીંડાનો નિયમિત ઉપયોગ કેન્સર,હૃદયરોગ,ડાયાબિટીસ,એનીમિયા અને પાચન તંત્ર સંબંધિત બીમારીઓ સામે રક્ષણ આપે છે.

ભીંડામાં રહેલા વિટામીન્સ અને મીનરલ્સ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. આંખ માટે પણ ભીંડા ઉત્તમ માનવામાં આવે છે. નિયમિત ભીંડાનુ સેવન મોતિયા સામે પણ રક્ષણ આપે છે.

image source

જોકે ભીંડાના ફાયદા ઓ ની સામે તેનો ગેરફાયદો પણ છે. ભીંડા માં રહેલુ ઓજલેટ કિડની તથા પિત્તાશયમાં પથરી નું જોખમ વધારે છે તેમજ તળીને બનાવવામાં આવતા ભીંડા કોલોસ્ટ્રોલ નું જોખમ પણ વધારે છે.

ભીંડાનો પાક સામાન્ય રીતે બધા જ પ્રકારની જમીનમાં લઇ શકાય તેમ છતા નિતારવાળી ભરભરી ગોરાડુ, બેસર તથા મધ્યમકાળી જમીન વધુ માફક આવે છે.

વધારે પડતી કાળી જકાનમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઇ રહેતું હોય તેવી જમીનમાં આ પાક લેવો હિતાવહ નથી.

image source

પરંતુ આવી જમીનમાં ઉનાળા દરમ્યાન આ પાક સારી રીતે લઇ શકાય છે.

લીલા અને કુણા ભીંડા સ્વાસ્થ્ય માટે આવશ્યક છે ,મોટા બારડ થઈ ગયેલા ભીંડા ખાવાથી આમ અને પિત્તની સમસ્યા થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ