દવાઓથી પણ વધુ ફાયદો આપે છે આ ફીઝીયોથેરાપી વાંચો કોને થાય છે ફાયદો અને શું રાખશો તકેદારી…

ફીઝ્યોથેરાપી આમ તો આધુનિક ચીકીત્સાની પદ્ધતિ માનવામાં આવે છે પણ આપણા દેશમાં બહુ વર્ષોથી ઉપયોગમાં લેવાતી પદ્ધતિ માલીશ અને કસરતના જે ઉપાય છે તેની સાથે સીધો સંબંધ છે આ ફીઝીયોથેરાપીનો. માનસિક તણાવ, ઘુટણ, પીઠ કે પછી કમરમાં થતા દુખાવા માટે કોઈપણ દવા લીધા વિના આમાં ઘણો ફાયદો મળે છે.

અત્યારના સમયમાં વધારે પડતા લોકોને દવાઓથી બચવા માટે ફીઝીયોથેરાપી તફર વળ્યા છે, કેમકે આ એક બહુ સસ્તો ઉપાય છે, અને સાથે સાથે આની કોઈપણ આડઅસર થતી નથી.

પ્રશિક્ષિત ફીઝીયોથેરાપીસ્ટ દ્વારા કસરતથી જ શરીરની માંસપેશીઓને સાચી રીતે સક્રિય કરી શકાય છે. આને હિન્દીમાં ભૌતિક ચિકિત્સા પદ્ધતિ પણ કહેવામાં આવે છે. કલાકો સુધી ખુરશીમાં બેસી રહેવું, ખોટી રીતે બેસવું અને કસરત કે રમતા સમયે શરીરની અંદર ખેચાણ કે પછી અંદરનો દુખાવો વગેરેની માટે ફીઝીયોથેરાપીસ્ટ પાસે જવું એ બહુ સારું છે. અને આની સલાહ ઘણા ડોક્ટર પણ આપતા હોય છે.

હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે સૌથી પહેલા એ કહેવું જરૂરી છે કે ફક્ત બીમાર વ્યક્તિ જ નહિ પણ સ્વસ્થ વ્યક્તિ પણ પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે ફીઝીયોથેરાપીસ્ટ પાસે જઈ શકે છે. અત્યારના સમયમાં સ્માર્ટ અને સિપલ હેલ્થ સોલ્યુશન માટે ફીઝીયોથેરાપી બહુ લોકપ્રિય છે, આની લોકપ્રિયતા અને ભરોસાના કારણે આ પદ્ધતિ એ બાકીના ઈલાજ કરતા વધુ યોગ્ય માનવામાં આવે છે.

હેલ્થ એક્સપર્ટનું પણ કહેવું છે કે અસ્થમા અને ફેકચરથી પીડિત સિવાય ગર્ભવતી સ્ત્રીઓને પણ ફીઝીયોથેરાપીની સલાહ આપવામાં આવે છે. દેશના દરેક મોટા દવાખાનામાં આ પધ્ધતિથી સારવાર કરવામાં આવે છે. ઘરડા, દર્દીઓ અને કામકાજ કરતા લોકો કે જે ફીઝીયોથેરાપીના સેન્ટર સુધી નથી જઈ શકતા તો તેમને ઘરે બેઠા પણ સેવા આપવામાં આવે છે. દરેક સેન્ટરમાં દરેક દર્દી પર વ્યક્તિગત રીતે ધ્યાન આપવામાં આવે છે. એક્સપર્ટ વ્યક્તિ એ ઘણા મિત્રોને ઘરે બેઠા પણ આની સેવા આપતા હોય છે.

કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ, જો તમે ઈચ્છો છો કે લાંબા સમય સુધી તમને આનો ફાયદો મળે તો એકપણ દિવસની રજા રાખ્યા વગર તમને કહેવામાં આવે એટલા સમય નિયમિત જવાનું રહેશે, આ થેરાપી શરુ કરતા પહેલા તેમાં કેટલો સમય લાગશે એ જાણી લેવો જોઈએ. ફીઝીયોથેરાપીસ્ટે પણ પોતાનો ઉપાય એ દર્દીની માનસિક અને શારીરિક ક્ષમતા જોઈ વિચારીને જ આની શરૂઆત કરવી જોઈએ.

જો તમે આવી કોઈ સારવાર લીધી છે અને તમને એમાં ફાયદો મળ્યો છે તો અહિયાં તમારા વિચારો શેર કરો અને તમારો અનુભવ પણ જણાવો. આપણું પેજ લાઈક કરવાનું ભૂલતા નહિ.