પગમાં 20 અને હાથમાં 12 આંગળીઓના કારણે ગામના લોકો આ મહિલાને કહે છે ડાકણ

કેટલીક વાતા હંમેશા વિચારવા મજબૂર કરી દે છે. શું આવું પણ થઈ શકે છે, આજની દુનિયામાં કેટલાક સમાચાર એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો અશક્ય લાગે છે. પરંતુ જ્યારે હકિકત સામે આવે છે ત્યારે હોશ ઉડી જાય છે. આજે અમે તમને આવું કંઈક જણાવવા જઈ રહ્યા છીએ જેને શાંભળીને તમારા હોંશ ઉડી જશે. આ ખૂબ જ ચોંકાવનારો કિસ્સો ઓડિશાના ગંજામથી સામે આવ્યો છે.

image source

અહીં રહેતી 65 વર્ષીય મહિલા મોટે ભાગે તેના ઘરમાં રહે છે, કારણ કે ગામના લોકો તેને ચૂડેલ કહે છે. તમને જણાવી દઈએ કે આ સ્ત્રીના પગમાં 20 આંગળીઓ અને હાથમાં 12 આંગળીઓ છે અને તેણીની આ શારીરિક રચના જન્મજાત છે. તે તેનો ઇલાજ પણ કરાવી શકતી નથી કારણ કે પરિવારના સભ્યો પાસે એટલા પૈસા નથી.

સ્થાનિય લોકો માને છે હું ડાકણ છું

image source

તમારી જાણકારી માટે કહી દઈએ કે, આ મહિલાનું નામ નાયક કુમારી છે. જ્યારે મીડિયાએ આ મહિલા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, તેમનો જન્મ થયો ત્યારે તેમના પગમાં 20 આંગળીઓ અને હાથમાં 12 આંગળીએ હતી. તેઓ અસામાન્ય શરીર રચના સાથે જન્મ્યા હતા. તેમના પરિવારની સ્થિતિ સારી ન હોવાને કારણે તે તેનો ઈલાજ નથી કરાવી શકતી. સ્થાનિય લોકો માને છે હું ડાકણ છું અને તેથી મારાથી દૂર રહે છે.

image source

ગામલોકોના કારણે જ નાયક કુમારીએ પોતાના જીવનનો મોટાભાગનો સમય ઘરની ચાર દિવાલોમાં જ વિતાવી દીધો. લોકોની આવી વર્તણૂકને કારણે તે આવી રીતે રહેવા મજબૂર છે. ડોકટરો કહે છે કે, આ સ્ત્રી સાથે આવું આનુવંશિક ગરબડીના કારણે થયું છે. કારણ કે પેલિડેક્ટલી રોગને લીધે ઘણી વખત આવું થાય છે અને ગર્ભાશયની અંદર આ સ્થિતિ રચાય છે.

ગામના લોકો હજી પણ અંધશ્રદ્ધામાં જીવે છે

image source

નાયક કુમારીના પડોશમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે ગામના મોટાભાગના લોકો કુમારીને ચૂડેલ કહે છે. અમને આ જોઈને ખૂબ જ દુખ થાય છે. તે એક નાનું ગામ છે અને લોકો અંધશ્રદ્ધાળુ છે. તેમના હાથ અને અંગૂઠાની રચનાના કારણે મહિલા સાથે ચૂડેલ જેવુ વર્તન કરવામાં આવે છે. આ એક રોગ છે, જેના વિશે કંઇ કરી શકાય નહી.શકાતું નથી.

પોલિડેક્ટિલી રોગ શું છે

image source

હાથ અને પગમાં સામાન્ય કરતા વધુ આંગળીઓ પોલિડેક્ટલી રોગને કારણે જોવા મળે છે. આવી પરિસ્થિતિ ગર્ભાવસ્થાના સમયે જ બની જાય છે. માતાના પેટમાં 7 માં અથવા 8 મા અઠવાડિયામાં ગર્ભમાં વધુ આંગળીઓ વિકસિત થઈ જાય છે. આ રોગ વિશ્વના 1000 બાળકોમાં એક બાળકમાં જોવા મળે છે. આ રોગ ફક્ત અલ્ટ્રાસાઉન્ડ દ્વારા શોધી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ