બોલિવૂડના આ સેેલેબ્સે શેર કર્યા પોતાના અનુભવ, જાણો અમિતાભથી લઇને આ સેલેબ્સમાં કેવા દેખાયા કોરોનાના લક્ષણો

વર્ષ 2020ની શરૂઆતથી જ કોરોના વાયરસનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. આ વાયરસનો પ્રકોપ સૌથી વધુ મહારાષ્ટ્રમાં હતો. જેના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ એનાથી બચી નથી શકી. બૉલીવુડ દિગગજ અમિતાભ બચ્ચનથી લઈને ટીવીની અભિનેત્રી મોહીના કુમારી સુધી આ વાયરસની ઝપેટમાં આવ્યા હતા. જો કે આ કલાકારોએ કોરોનાને હરાવી દીધો છે. કોરોનાની ઝપેટમાં આવેલા આ કલાકારોએ એમના ફેન્સ સાથે એમના કોરોના વાયરસના લક્ષણો શેર કર્યા હતા. તો ચાલો જાણી લઈએ આ કલાકારો વિશે.

અમિતાભ બચ્ચન.

image source

આ વર્ષે જુલાઈ મહિનામાં બોલિવુડના દિગગજ અભિનેતા અમિતાભ બચ્ચન કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. અમિતાભે લગભગ એક મહિના સુધી આ બીમારી સામે જંગ લડી હતી. અમિતાભ હોસ્પિટલમાંથી જ બ્લોગ લખતા હતા. અમિતાભે આ બ્લોગ દ્વારા કોરોનાના લક્ષણો વિશે પણ લોકોને જણાવ્યું હતું. અમિતાભે બીમારી દરમિયાન થતા માનસિક તણાવ અને એકલતા વિશે પણ જણાવ્યું. સાથે જ બીમારી ખતમ થયા પછી શું થાય છે એ પણ જણાવ્યું હતું. પોતાના એક બ્લોગમાં અમિતાભે લખ્યું હતું કે “તમારા શરીરમાંથી આ બીમારી જતા રહ્યા પછી પણ ત્રણ થી ચાર અઠવાડિયા સુધી તમને હળવો તાવ રહી શકે છે. રોજ કોઈ નવું લક્ષણ જોવા મળે છે. મેડિકલ સ્થિતિ પહેલા ક્યારેય આટલી અસહાય નહોતી.

વરુણ ધવન.

image soucre

વરુણ ધવન થોડા દિવસ પહેલા જ પોતાની ફિલ્મના શૂટિંગ દરમિયાન કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. આ વાતની જાણકારી વરૂણે જાતે જ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. વરુણ ધવનમાં કોરોનાના વધુ લક્ષણ નહોતા. એમને જણાવ્યું કે એમને અશક્તિ લાગ્યા કરતી હતી પણ એમને સંપૂર્ણરીતે પોતાનું ધ્યાન રાખ્યું અને આ વાયરસને હરાવી દીધો.

મલાઈકા અરોરા.

image source

મલાઇકા અરોરાએ ખુદ કોરોના અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી અને એમ લખ્યું કે, ‘હું કોરોના વાયરસથી સંક્રમિત થઈ છું, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે મને સંપૂર્ણપણે ઠીક લાગે છે.’ તમને જણાવી દઈએ કે મલાઈકાએ કહ્યું હતું કે તેના હળવા લક્ષણો છે. જોકે તેણે એમ પણ કહ્યું હતું કે લક્ષણો હોય કે ન હોય, પરંતુ આ વાયરસ તમને માનસિક રીતે પરેશાન કરે છે.

અર્જુન કપૂર.

image source

અર્જુન કપૂરને પણ કોરોના વાયરસ થયો હતો. આ અંગે તેમણે જાતે જ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે તેના હળવા લક્ષણો મળી આવ્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, આ મારું કામ છે કે તમને જાણકારી આપૂ કે મારો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મને હમણાં સારું લાગે છે અને મને હળવા લક્ષણો પણ છે. ડોકટરો અને અધિકારીઓની સલાહ પર, મેં મારી જાતને હોમ કોરોન્ટાઇન કરી લીધી છે..

હર્ષવર્ધન રાણે.

image source

હાલમાં જ ફિલ્મ તેશમાં નજર આવેલા અભિનેતા હર્ષવર્ધન રાણે પણ આ વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. તેણે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ‘જ્યારે મને તાવ અને પેટનો દુખાવો થયો હતો, ત્યારે હું ડોક્ટરની સલાહ લેવા માટે હોસ્પિટલમાં ગયો હતો. ત્યાં તેણે કહ્યું કે આ સામાન્ય વાયરલ લક્ષણો હોઈ શકે છે, કારણ કે મારા ફેફસાં સંપૂર્ણ રૂપે સારા છે અને અન્ય કોઈ લક્ષણો દેખાતા નહોતા. એમને પોતાના સંતોષ માટે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. મારી આરોગ્ય સેતુ એપ્લિકેશન મુજબ હવે હું કોવિડ -19 થી સંક્રમિત છું. હવે હું 10 દિવસ માટે આઇસોલેશનમાં છું.

આફતાબ સિવદાસાની.

image source

બૉલીવુડ અભિનેતા આફતાબ શિવદાસાનીએ પણ પોતાના ફેન્સને એમને કોરોના થયો હોવાની જાણકારી આપી હતી. એમને એમની પોસ્ટમાં લખ્યું હતું કે ” આશા છે મેં તમે બધા ઠીક હશો અને તમારું ધ્યાન રાખી રહ્યા હશો. હાલમાં જ મને સૂકી ખાંસી અને હળવો તાવ હતો. એ પછી મેં કોવિડ 19 ટેસ્ટ કરાવ્યો છે. દુર્ભાગ્યવશ એનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે. હું હમણાં ડોકટર, અધિકારીઓ અને મેડિકલ સુપરવાઈઝરની દેખરેખ હેઠળ છું.

જેનેલિયા ડીસુઝા.

image source

બૉલીવુડ અભિનેતા રિતેશ દેશમુખની પત્ની જેનેલિયાએ પણ પોતાના સાજા થયા પછી કોરોના વાયરસ વિશે જણાવ્યું હતું. જેનેલિયાએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે “ત્રણ અઠવાડિયા પહેલા હું કોરોના સંક્રમિત થઈ હતી. છેલ્લા 21 દિવસથી મને કોરોના લક્ષણો દેખાઈ રહ્યા હતા. એ પછી આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બધાના આશિર્વાદ અને પ્રેમથી મેં કોરોનાને હરાવ્યો છે. જો કે આ 21 દિવસ મારા માટે અઘરા હતા. તમે દિઝીટલી કોઈની સાથે ગમે તેટલા કનેક્ટેડ રહો પણ એકલતાને તમે દૂર નથી કરી શકતા. મારા પરિવાર પાસે પાછા આવીને હું ઘણી જ ખુશ છું. તમે પણ એમની આસપાસ રહો જે તમને અને જેને તમે પ્રેમ કરો છો. કારણ કે શક્તિ માટે પ્રેમ ખૂબ જ જરુરી છે.

મોહીના કુમારી.

image source

ટીવી અભિનેત્રી અને મંત્રી સતપાલ મહારાજની વહુ મોહીના કુમારીએ પણ પોતાના કોરોના લક્ષણો વિશે જણાવ્યું હતું. એમને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે” હા એ સાચું છે કે અમારા પરિવારમાં સાત સભ્યોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે પણ અમે બધા ઠીક છે. અત્યારે અમે હોસ્પિટલમાં છે. અમને શરૂઆતના લક્ષણો દેખાયા હતા, અમે વિચાર્યું કે વાતાવરણ બદલાઈ રહ્યું ક્ષહે તો આવું થઈ શકે છે. કોરોના એકદમ જંગલમાં આગની જેમ ફેલાઈ રહ્યો છે. સારી વાત છે કે અમારા લક્ષણો હળવા જ છે” એક અન્ય પોસ્ટમાં મોહીનાએ લખ્યું હતું કે એ સુઈ નથી શકતી. આ દિવસો અમારા માટે ઘણા કપરા હતા. હું પ્રાર્થના કરું છું કે બધું જ ઠીક થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ