સનરૂફ કારના શોખીનો માટે ખુશખબર, જોરદાર ફીચર્સ અને વ્યાજબી ભાવમાં લોન્ચ થઈ રહી છે આ કાર

જો તમે 10થી 12 લાખના બજેટમાં આકર્ષક કાર ખરીદવા માગતા હોવ તો તમારે નવા વર્ષમાં રેનોની આકર્ષક કિગર ખરીદી શકો છો. આ કારને માર્કેટમાં સૌથી સસ્તી સનરૂફ કાર તરીકે માનવામાં છે. આ ઉપરાંત તમારી પાસે બીજી કેટલાક સનરૂફ કારના વિકલ્પ પણ હાજર છે.

image source

સનરૂફ કારમાં મુસાફરી કરવી વળી કોને ન ગમે. જો કે સનરૂફ કાર બજેટમાં થોડી મોંઘી હોય છે, માટે સનરૂફ કાર સામાન્ય લોકોના બજેટની બહાર હોય છે. પણ લોકોના રસને જોતા કાર કંપનીઓ હવે ઘણી બધી વ્યાજબી કારમાં સનરૂફ આપી રહી છે. નવા વર્ષમાં સૌથી સસ્તી સનરૂફ કાર લોન્ચ થવાની છે. રેનો કંપની પોતાની આવનારી કાર કિગરમાં સનરૂફ ફીચર આપવા જઈ રહી છે.

image source

આ કારની કીંમત 5થી 10 લાખ વચ્ચે હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ તે પોતાના સેગમેન્ટની સૌથી સસ્તી કારમાંની એક છે. તેવામાં સસ્તી સનરૂફ કાર ખરીદનારા આ કારની ખૂબ રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણીએ રેનો કિગર ઉપરાંકત ઓછા બજેટમાં સનરૂફ કાર બીજી કઈ કઈ ભારતના માર્કેટમાં ઉપલબ્ધ છે.

image source

રેનો કિગર- રેનો પોતાની નવી કાર રેનો કિગર જલદી જ લોન્ચ કરવા જઈ રહી છે. આ કાર એટલા માટે સૌથી વધારે ખાસ છે કારણ કે તમને તેમાં સનરૂફ ફીચર મળશે. માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીમાં કાર લોન્ચ થઈ શકે છે. કેટલાક દિવસો પહેલાં કંપનીની તરફથી આ નવી કોમ્પેટ્ક એસયૂવી કારનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું.

image source

માનવામાં આવી રહ્યું છે કે તેનું પ્રડોક્શન વર્ઝન જલદી જ ડીલસરશિપ સુધી પોહંચી જશે. રેનો કિગરમાં તમને પ્રીમિયમ ફીચર્સ મળશે. કારના ટોપ-એન્ડ વેરિએંટને 8 ઇંચના ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વ્યૂ કેમરા, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, મલ્ટી-ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેવા ફીચર્સથી સજ્જ કરવામાં આવી છે. આ એસયુવી કારમાં એક1.0 લીટર નેચરલી એસ્પિરેટેડ યુનિટ તરીકે એક 1.0 લીટર ટર્બોચાર્જ્ડ એંજિન આપવામાં આવશે. આ એસયુવીને ફેમિલી બેઝ્ડ કસ્ટમર્સ ખૂબ પસંદ કરવાના છે.

image source

બીજી સનરૂપ કાર-માર્કેટમાં રેનો કિગરની ટક્કરમાં હોન્ડા WR-V, મહિન્દ્રા XUV300, હુંડાઈ વેન્યૂ, ટાટા નેક્સન XM(S) અ ફોર્ડની પોપ્યુલર સબ-કોમ્પેક્ટ એસયુવી ઇકોસ્પોર્ટનું ટાઇટેનિયમ પ્લસ, થંડર કે S ટ્રિમ વર્ઝન છે. આ સબધી જ કારમાં તમને આકર્ષક ફીચર્સની સાથે સનરૂફ પણ મળશે. સનરૂફ વાળી આ કારની કીંમત 10થી 12 લાખની વચ્ચે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ