આ 8 મહત્ત્વના તફાવતો પરથી તમે ઓળખી શકો પ્રામાણિક અને ઢોંગી લોકોને

પ્રામાણિક અને ઢોંગી લોકો વચ્ચેના 8 મહત્ત્વના તફાવતો

તમારી આસપાસ એવા લોકોને રાખો જેમનામાં સારા મૂલ્યો હોય. એવા લોકો કે જેમના ખભે માથુ ઢાળી તમે બે આંસુ પાડી શકો અને તેમની સલાહ પર તમે જીવનમાં આગળ વધી શકો. પણ તે પહેલાં તમારે તમારી જાતને એક પ્રશ્ન પુછવાનો છે કે શું ખરેખર તે લોકો જેવા દેખાય છે તેવા જ છે ?

image source

જ્યારે તમે કોઈના પર વિશ્વાસ કરવાનું નક્કી કરો છો ત્યારે તમારે ખુબ જ સતર્ક રહેવાની જરૂર છે; તમે ખુબ જ સરળતાથી દુઃખી થઈ શકો છો. પણ પ્રામાણીક લોકોને ઓળખવા એ ખુબ જ અઘરા છે તમે તેમને માત્ર જોઈને જ નક્કી નથી કરી શકતા કે કોણ પ્રામાણિક છે અને કોણ ઢોંગી છે. કોઈ પોતાના છુપા ઇરાદાઓને પાર પાડવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે અને તમને પ્રભાવિત કરી શકે છે. અહીં અમે તેના વ્યક્તિત્ત્વ વિષે વાત કરી રહ્યા છીએ.

લોકોને કેવી રીતે ઓળખવા તેના માટે જ આજનો આ લેખ લખવામાં આવ્યો છે. અહીં અમે તમને કેટલીક ટીપ્સ આપી રહ્યા છીએ જેના દ્વારા તમે પ્રામાણીક અને ઢોંગી લોકોને અલગ તારવી શકો છો.

image source

સમ્માનનીય વિ. નિરુત્સાહઃ કેટલાક લોકો શુદ્ધ વ્યક્તિત્ત્વ ધરાવતા હોય છે તેઓ દરેક વ્યક્તિ તેમજ દરેક વસ્તુને માન આપે છે. તેઓ સામે વાળાની ફિલિંગ સમજીને વર્તે છે અને સામેવાળી વ્યક્તિને સાનુકુળતા ફિલ કરાવવા માટે પ્રયાસ કરે છે, પછી ભલે સ્થિતિ ભલે ગમે તેવી કેમ ન હોય. પણ જે લોકો ઢોંગી વ્યક્તિત્ત્વ ધરાવે છે તેઓ માત્ર તેવા લોકોને જ માન આપે છે જેમની પાસે પાવર હોય તેઓ હંમેશા કોઈ પણ સ્થિતિમાંથી કંઈને કંઈ મેળવવા પ્રયાસ કરે છે, માટે જો તેમને તે મેળવવા માટે જો અભિનય કરવો પડે તો તેઓ તે પણ કરશે.

image source

પ્રસિદ્ધિ ભુખ્યા વિ. પ્રસિદ્ધિથી દૂર ભાગતા: જ્યારે કોઈ વ્યક્તિને સુખી કરવાની વાત આવે ત્યારે એક પ્રામાણીક વ્યક્તિ ક્યારેય તે તેને ખુશ કરવાના બહાને પોતાના પ્રયાસો ગણાવવા નથી ઇચ્છતા તે તો માત્ર એટલું જ ઇચ્છે છે કે તે ખુશ રહે. આવા પરોપકારી લોકો ઘણીવાર પોતાના સદ્કૃત્યોને છુપા રાખે છે. જ્યારે બીજી બાજુ જુઠ્ઠા લોકો એટલે કે ઢોંગી લોકો તેની સદંતર વિરુદ્ધ વર્તે છે. તે તમને ખુશ કરવા માટે બધા જ પ્રયાસ કરશે અને તે વિષે તે એક-એક વ્યક્તિને કહેશે કારણ કે તેમને પોતાના કામની પ્રસિદ્ધિ જોઈએ છે અને તેઓ ઇચ્છે છે કે તેમણે તમારા માટે જે પ્રયાસ કર્યા તે લોકો જાણે.

image source

છૂપી વ્યક્તિ વિ. સ્પોટલાઇટમાં રહેતી વ્યક્તિ: એકાંતમાં સમય પસાર કરવો તે તમારા મગજ પર સારી અસર કરે છે અને પ્રામાણિક લોકો તે સારી રીતે જાણે છે. તેમને તેમના પોતાના કંફર્ટ ઝોનમાં રહેવામાં કશો જ વાંધો નથી હોતો, પછી ભલે તેમને કલાકો એકાંતમાં કેમ પસાર ન કરવા પડે. તેમની આસપાસના લોકો તેમને માન આપે છે અને તેમના નિર્ણયને પણ સમજે છે અને હંમેશા સમયે સમયે તેમના સંપર્કમાં રહ્યા કરે છે. જ્યારે ઢોંગી લોકો તેમની તદ્દ્ન વિરુદ્ધ હોય છે. તેમને હંમેશા એટેન્શનની ભૂખ હોય છે અને તેઓ સ્પોટલાઇટમાં રહેવા માટે સંપૂર્ણ પ્રયાસો કરી ચૂકશે તેઓનું એવું માનવું હોય છે અને તેઓ એવું ઇચ્છતા હોય છે કે જગત તેમની આસપાસ જ ફરે.

નમ્ર વિ. અભિમાની/અહંકારી: એ સારું છે કે તમે તમારી કોઈ ખાસ ઉપલબ્ધી માટે ઓળખાવો, પણ કોઈને બણગા ફૂંકનાર વ્યક્તિ નથી ગમતી. માટે જ પ્રામાણિક લોકો નમ્ર હોય છે. તેઓ પોતે મેળવેલી સિદ્ધિ બાબતે વધારે વાતો કરવાનું ટાળે છે. તેઓ બીજાઓની સિદ્ધિ સાંભળવામાં વધારે રસ ધરાવે છે. કારણ કે ઢોંગી લોકો ને લોકોના ધ્યાનનું કેન્દ્ર બનવું હોય છે માટે તેઓ અવિરત પણે પોતાની સિદ્ધિઓના બણગા ફૂંકે રાખે છે. તમે કદાચ તેમને પોતાની સિદ્ધિઓ વિષે કહેતાં કેટલીએ વાર સાંભળ્યા હશે. તેઓ હંમેશા પોતાના ગૃપનું કેન્દ્ર બનવા માગતા હોય છે.

image source

તમારી સામે વિ. તમારી પાછળ: જો કોઈ વ્યક્તિ પ્રામાણિક હશે અને તેમને તમારા વિષે કંઈ કહેવું હશે, તો તે તમને તમારા મોઢે જ કહેશે. તેમનો કોઈ જ છુપો ઉદ્દેશ નથી હોતો અને તમને તેટલું તો માન આપે છે કે તમને તે વાત તમારા મોઢા પર કહે. તેઓ એવી આશા રાખે છે કે તમારી સાથેની વાતચીત મતભેદ દૂર કરે. જ્યારે બીજી બાજુ ઢોંગી લોકો જ્યારે સામસામી વાત કરવાની વાત આવે ત્યારે ભાગેડુ સાબિત થાય છે. તેઓ જ્યારે તમને જોશે ત્યારે તમારી સામે સ્મિત કરશે, પણ જેવા તમે ફરશો કે તમારા દુશ્મન બની જશે. તેમને ગોસિપ કરવી ગમે છે તેમને બિનજરૂરી નાટકો ગમતા હોય છે.

વૉક વિ. ટૉક: જે વ્યક્તિનું વ્યક્તિત્ત્વ પ્રામાણિક હશે તેઓ પોતાની પ્રોમિસ પુરી કરવા બધું જ કરી છૂટશે. જો તેઓ તેમ કરી શકે તેમ ન હોય તો તેઓ સીધી જ તમારી સાથે વાત કરે છે અને તે માટેની જવાબદારી લે છે. જ્યારે ઢોંગી વ્યક્તિ મોટી મોટી વાતો કરશે પણ કશું જ કરી શકશે નહીં. પ્રામાણિક વ્યક્તિની જેમ તે પોતાની ભૂલ સ્વિકારશે નહીં પણ તે માટે તમારી સમક્ષ અગણિત બહાનાઓ મુકી દેશે અને તમે કદાચ એ નોંધશો કે તેઓ હંમેશા એકનાએક જ બહાના બનાવતા હોય છે.

અપૂર્ણતા વિ. પૂર્ણતા: પ્રામાણિક લોકો હંમેશા સામેવાળી વ્યક્તિ પાસેથી કંઈને કંઈ શીખવા ઇચ્છતા હોય છે. આ ઉપરાંત તેઓ સામેવાળા લોકો પ્રત્યે કૃપાળુ અને વખાણવા યોગ્ય હોય છે. તેઓ જાણે છે કે તેઓ સંપૂર્ણ નથી અને જ્યારે જ્યારે તેઓ કોઈ વ્યક્તિ પાસેથી નવું શીખે છે ત્યારે ત્યારે તે સામેવાળી વ્યક્તિનો આભાર માને છે. પણ ઢોંગી લોકો હંમેશા સામેવાળી વ્યક્તિમાં કંઈને કંઈ વાંક શોધતા રહે છે. તેઓ હંમેશા સામેવાળી વ્યક્તિની ભુલોને તારવી લે છે અને તેના આધારે તેમની નિંદા કરે છે. તેઓ જ્યારે લોકોમાં ભૂલો શોધવા સફળ થાય છે ત્યારે તેઓ પોતાની જાતને સંપૂર્ણ માને છે.

કોઈ છૂપો ઉદ્દેશ નહીં વિ. હંમેશા છૂપા ઉદ્દેશઃ જ્યારે કોઈ પ્રમાણિક એટલે કે સાચી વ્યક્તિ તમને મદદ કરે છે ત્યારે તેઓ ઇચ્છે છે માટે તમારી મદદ કરે છે. તેમને તમારા તરફથી કોઈ માન્યતા કે કોઈ વખાણની ભૂખ નથી હોતી, તેઓ માત્ર એટલું જ ઇચ્છે છે કે તમે ખુશ રહો અને સુરક્ષિત રહો. જ્યારે ઢોંગી લોકો હંમેશા બદલાની અપેક્ષા રાખે છે. જો તેઓ તમને મદદ કરે તો તેમની અપેક્ષા તરત જ તમે તેમની મદદ કરો તેવી હોય છે. તેમની મદદ પાછળ હંમેશા કોઈ છૂપો ઉદ્દેશ હોય છે. જો તેમને એવી જરા પણ ભનક લાગે કે તમે તેના કશા જ કામના નથી તો તમારા માટે એક આંગળી પણ ઉંચી નહીં કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ