રસોઈની વસ્તુઓને આવી રીતે કરો સ્ટોર, ક્યારેય નહિ થાય ખરાબ…

જે રીતે ઘરની સાફ-સફાઈ અને દરેક નાની નાની વાતનું ધ્યાન રાખવું આસાન બાબત નથી, તે રીતે ઘરમાં માત્ર રસોઈમાં ઉપયોગમાં થનારી વસ્તુઓને સાચવવું પણ બહુ જ જરૂરી છે. ખાણીપીણીનો સામાન બહુ જ સારી રીતે રાખવો જરૂરી છે, કેમ કે, તેમાં જો ધ્યાન રાખવામાં ન આવે, તો તે જલ્દી ખરાબ થઈ શકે છે.

image source

અનેકવાર તો આપણે વિચારીએ છીએ કે, આ ચીજો જ્યારે દુકાનદાર પાસે હોય છે, તો ખરાબ નથી થતી, પણ આપણી પાસે રાખીએ છીએ તો જલ્દી ખરાબ થવા લાગે છે, જેનાથી આપણુ જ નુકશાન થાય છે. તો ચાલો, આજે અમે તમને કિચનની કેટલીક સ્માર્ટ ટિપ્સ વિશે જણાવીશું, જે તમારા બહુ જ કામની છે.

ચોખા

image source

ચોખા દરેક ઘરમાં બને છે, કેટલાક લોકો તો રોજ ઓછામાં ઓછા એકવાર તો ચોખા ખાય જ છે. ઘરમાં જો તમે મોટી માત્રામાં ચોખા લાવીને મૂક્યા છે, તો તમારે તેને સંભાળીને રાખવાની બહુ જ જરૂર છે. થોડા સમય બાદ તેમાં કીડા લાગવાની શરૂઆત થઈ જશે. જ્યારે પણ ચોખા સ્ટોર કરવાના હોય છે, તેને હંમેશા ઓક્સિજન ફ્રી કન્ટેનરમાં ભરીને રાખો. જેથી એક વર્ષ સુધી પણ સાચવવાથી તેને કંઈ જ નહિ થાય.

ડ્રાય ફ્રુટ્સ

image source

ડ્રાય ફ્રુટ્સ ખાવા હેલ્થ માટે બહુ જ સારા કહેવાય છે, કેમ કે તેની તાસીર ગરમ હોય છે. પરંતુ તેને સારી રીતે સ્ટોર કરવા બહુ જ જરૂરી છે. તેને લાંબા સમય સ્ટોર નથી કરી શકાતા, કેમ કે તેમાં સિલન આવી જાય છે, અને કીડા લાગવાની શરૂઆત થાય છે. તેને કીડાથી બચાવવા માટે ડ્રાય ફ્રુટ્સના ડબ્બામાં 2-3 લવિંગ નાખી દેવી.

મીઠું

image source

મીઠામાં આમ તો બહુ જ જલ્દી સીલન આવી જાય છે. તેનું કારણ તેને બરાબર ન સાચવવું પણ હોય છે. મીઠાના ડબ્બામાં થોડા ચોખા નાખી લો, જેથી તે ભીના નહિ થાય.

મસાલા

image source

મસાલા લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખવા માગો છો, તો તેને પ્લાસ્ટિકની બરણીમાં રાખવાને બદલે કાચના કન્ટેનરમાં રાખવાનું શરૂ કરી દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ