આ છે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ હીરાનું ઉત્પાદન ક્ષેત્ર, 3000 ફુટ ઉપરાંત પહોળી છે ખાણ

હીરાની વાત આવે એટલે ગુજરાતી ગૃહિણીઓના કાન તરત જ ચમકી જાય. ફક્ત ગુજરાતી જ પરંતુ કોઈ પણ સ્ત્રી હોય હીરા ની વાત આવે એટલે ધ્યાન ખેંચાયા વિના રહે જ નહીં. કારણ કે હીરા એ સ્ત્રીઓના ઘરેણાંઓનુ મુખ્ય અંગ છે.

image source

ચાલો હીરા વિશે થોડી વાત કરીએ. અહિં આ આર્ટિકલ વાંચનારા પૈકી લગભગ વાંચકો જાણતાં જ હશે કે હીરા નું પ્રાપ્તસ્થાન હીરાની ખાણો છે. વિશ્વભરમાં અનેક જગ્યાઓએ હીરાની નાની મોટી ખાણો આવેલી છે.

આવી જ એક ખાણ છે સાઇબિરીયામાં. પુર્વ સાઇબિરીયામાં આવેલી અને “મીરની માઇન” તરીકે જાણીતી ખાણ દુનિયાની સૌથી મોટી હીરાની ખાણ પૈકી એક છે.

image source

13 જૂન 1955 માં સોવિયેત ભૂ-વૈજ્ઞાનિકોની એક ટીમ દ્રારા આ ખાણ શોધાઈ હતી. 1722 ફુટ ઊંડાઈ અને 3900 ફુટ પહોળાઈ ધરાવતી આ ખાણ એક ખાણ હોવાની સાથે સાથે પૃથ્વી પર માનવ દ્રારા ખોદવામાં આવેલ વિશ્વના સૌથી મોટા ખાડાઓ પૈકી એક છે.

image source

1957માં આ ખાણનું વિકાસ કાર્ય શરુ કરવામાં આવ્યુ હતુ અને ખાણમાંથી અત્યાર સુધીમાં બેહિસાબ હીરાઓ કાઢવામાં આવ્યાં છે. કહેવાય છે કે આ હીરાની આ ખાણની શોધ બાદ જ આ પ્રદેશ હીરાઓનું ઉત્પાદન કરતા વિશ્વના ત્રીજા સૌથી મોટા સ્રોત તરીકે ગણના પામે છે. અહિં હીરા કાઢવા માટે પરંપરાગત રીતે વાપરવામાં આવતાં ડાઇનામાઇટસનાં ઉપયોગ સિવાય અહિં જેટ એન્જિનથી પણ ખોદકામ કરવામાં આવે છે.

image source

સાઇબિરીયાએ ઠંડો પ્રદેશ હોવાથી ત્યાંના હવામાનની અસર આ ખાણ પર પણ પડે છે. અતિ નીચા તાપમાનને કારણે અહિં ક્યારેક ગાડીઓનાં ટાયર ફાટી જાય છે તથા ઇંધણ પણ જામી જાય છે.

image source

આ ખાણ વિશે અન્ય એક ઉલ્લેખનીય વાત એ છે કે જે સોવિયેત ભૂવૈજ્ઞાનિકોની ટીમે આ ખાણની શોધ કરી હતી તેમાં યુરી ખબરદીન, એકાતેરીના એલાબીના, અને વિક્ટર એવદીનકો હતાં. જે પૈકી યુરી ખબરદીનને સન 1957 માં લેનિન પુરસ્કાર પણ આપવામા આવ્યો હતો.

image source

આ ખાણ એટલી વિશાળ છે કે ખાણ ઉપરથી પસાર થતા હેલિકોપ્ટર પણ નીચેથી આવતાં હવાના દબાણને કારણે તેનુ સંતુલન ગુમાવી બેસે છે. આ પ્રકારનાં દાખલાઓ બાદ ખાણ ઉપરથી હેલિકોપ્ટરને પસાર થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે વર્ષ 2011 માં આ ખાણ બંધ કરી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ