આ 10 સરળ અને પ્રભાવી પ્રયોગ છે જેનુ અનુકરણ કરવાથી સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવી શકાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં એવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના પાલનથી ઘરમાં રહેતા લોકો શાંતિપૂર્ણ જીવન પસાર કરી શકે છે. આ નિયમ એવા છે જે દરેક આવાસ એટલે કે ઘરને લાગુ પડે છે. આ 10 સરળ અને પ્રભાવી પ્રયોગ છે જેનુ અનુકરણ કરવાથી સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવી શકાય છે.

સરળ વાસ્તુ ટીપ્સ


1. ઘરમાં નિયમિત રીતે ભગવાનની પૂજા કરવી જોઈએ. પૂજા હંમેશા પૂર્વાભિમુખ થઈને કરવી જોઈએ. જો પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી શક્ય ન હોય તો જાતકે ઉત્તર દિશા તરફ મુખ રાખવું. આ ઉપરાંત ઘરમાં સવારે અને સાંજે ઘીનો દીવો અચૂક કરવો.


2. સંધ્યા સમયે ઘરના દરેક રૂમમાં લાઈટ જરૂર કરવી. થોડીવાર પછી ભલે તમે લાઈટ બંધ કરો પરંતુ સૂર્યાસ્ત સમયે ઘરને પ્રકાશિત અચૂક કરવું.

3. ઘરમાં સવારે અને સાંજે ધૂપ કરવો. આ ધૂપમાં ચપટી ચોખા અને ઘી પણ ઉમેરવા. આ નિયમ જે ઘરમાં રોજ પાળવામાં આવે છે ત્યાં આધિ-વ્યાધિ-ઉપાધિ આવતાં નથી.


4. ઘરમાં તુલસીનો છોડ જરૂરથી રાખવો. સવારે તુલસીમાં નિયમિત જળ ચઢાવવું અને સંધ્યા સમયે ઘીનો દીવો કરવો. દાંપત્યજીવન હંમેશા સુખમય રહેશે.

5. ઘરમાં બનતા ભોજનમાંથી પહેલી રોટલી અને અન્ય વસ્તુઓ સ્ત્રીઓએ ગાય માટે કાઢવી અને પોતાના હાથથી ખવડાવી પણ દેવી.

Compass Broken Face

6. ઘરમાં કોઈપણ તુટેલી વસ્તુઓ કે ખરાબ થયેલી વસ્તુઓ ન રાખવી. આવી વસ્તુઓના કારણે માનસિક ચિંતામાં વધારો થાય છે અને દરિદ્રતા પણ વધે છે.

7. ઝાડૂ ક્યારેય ઊભુ ન રાખવું. આ ઉપરાંત તેને એવી જગ્યાએ પણ ન રાખવું કે જેનાથી તેના પર કોઈનો પગ પડે. આમ કરવાથી ઘરમાં ક્લેશ વધે છે.


8. ઘરનો ઈશાન ખૂણો હંમેશા સાફ રાખવો. આ ખૂણામાં મંદિર જ બનાવવું જોઈએ. પરંતુ જો તૈયાર લીધેલા મકાનમાં મંદિર રાખી શકાય તેવી વ્યવસ્થા ન હોય તો આ ખૂણામાં ગંગાજળ ભરેલુ પાત્ર રાખી શકાય છે.

9. ઘરના મંદિરમાં એક જ ભગવાનની એકથી વધુ મૂર્તિ ન રાખવી. આ ઉપરાંત ઘરમાં ગણપતિની ત્રણ મૂર્તિઓ પણ ન રાખવી જોઈએ.


10. ઘરમાં કાંટાવાળા છોડ ન ઉગાડવા. આવા છોડના કારણે અશાંતિનું વાતાવરણ વધે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ