છોકરીઓ જ નહીં, છોકરાઓના પણ કાનની બુટ વીંધાવવાનું પસંદ કરે છે, જાણો શું છે આ રિવાજ પાછળનું રહસ્ય…

કાન વીંધાવવા, એ માત્ર એક ફેશન કે શોખ નહીં પણ સ્વાસ્થ્યને લગતું ધાર્મિક રિવાજ છે. તેમજ તેની પાછળ છુપાયેલ છે વૈજ્ઞાનિક ખાસ કારણ પણ… જાણો શું છે તે… દીકરીઓ જ નહીં, છોકરાઓના પણ કાનની બુટ વીંધાવવાનું પણ લોકો પસંદ કરે છે, જાણો શું છે આ રિવાજ પાછળનું રહસ્ય…

કાનની બુટ વીંધાવવાનો રિવાજ આપણી ભારતીય સંસ્કૃતિમાં છેક કેટલા યુગોથી છે તે પણ જાણી શકાય એવું નથી. આપણે કવચ – કુંડળનો ઉલ્લેખ કર્ણના પ્રસંગમાં મહાભારતમાં પણ જાણ્યો છે. તેથી કાન વીંધાવવાનો રિવાજ પુરાણોના સમયમાં પણ હતો એવું જરૂરથી કહી શકાય છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિ જ નહીં પરંતુ ભારતની અનેક જાતિઓમાં આ રિવાજ છે. દીકરીનો જન્મ થાય અને તે માંડ એકાદ વર્ષની થાય એટલે તેના કૂણાં કાનની બુટ વીંધાવવા માટે દાદી – નાનીની હોંશ વધતી જતી હોય છે અને તેમને માટે ઝીણી બુટ્ટી કે કડી જરૂર આવે છે સોનારા પાસેથી.

આપણાં હિન્દુ ધર્મના સોળ સંસ્કારોમાંથી એક સંસ્કારમાં આ રિવાજ પણ ગણાવાયો છે. પુરુષોમાં આજના આધુનિક સમયમાં આ રિવાજ ઓછો થયો છે, છતાંય આજની તારીખે અનેક પુરુષો ફેશનને અનુસરીને કાનની બુટ વીંધાવે છે. સ્ત્રીઓમાં આ રિવાજ યથાવત છે. કાનના બુટિયાં, કડીઓ અને ઝુંમકાં આજની તારીખે ખૂબ જ પસંદ કરાય છે. અવનવી ફેશનના સોના, ચાંદી, હીરા – મોતી અને નીતનવી વસ્તુઓમાંથી બનાવેલ ઇયરિંગ્સ પહેરવાની ફેશન કદી જશે નહીં એવું જરૂરથી કહી શકાય છે. તેનું જેટલું મહત્વ એક ધાર્મિક રિવાજને અનુસરવાના હેતુથી કે શણગારના અગત્યના માધ્યમને લઈને છે, તેટલું જ તેનું મહત્વ સ્વાસ્થ્યને લઈને પણ છે. જાણો આ રસપ્રદ સંશોધનો…

કાનની બુટ વીંધાવનાર વ્યક્તિના મન અને મગજ ઉપર થાય છે, સકારાત્મક અસર.

આ એક વૈદિક પરંપરા જ નહીં પણ શરીરની એક ખાસ પ્રકારની જરૂરિયાત પણ છે. કર્ણ છેદન એક એવી પ્રક્રિયા છે જેને લીધે શરીરમાં થતી અનેક તકલીફોને નિવારી શકાય છે. કહેવાય છે કે કાન વીંધાવવાથી રક્ત પરિભ્રમણ સારું થાય છે. કાનની નસથી મસ્તિક સુધી લોહી સંચાર સુવ્યવસ્થિત થતો રહે એ માટે કાનની બુટ પાસે વીંધાવવું જોઈએ એવું માત્ર શાસ્ત્રોમાં જ નહીં પણ ડોક્ટરો પણ કહે છે. એવું પણ કહેવાય છે કે કાન વીંધાવવાથી વિચારવાની શક્તિ વધે છે. અને તમારી જબાન પણ વધારે સાફ થાય છે, બોલી સ્પસ્ટ થાય છે. આ એક પ્રકારે એક્યુપંચર કહેવાય છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.

કર્ણ છેદન લકવા સહિત અને તકલીફોમાં છે ફાયદાકારક…

અહીં અનેક તબીબી તારણો પણ છે જે કર્ણ છેદનના લાભોને વધારે ભાર આપે છે. એવું માનવામાં આવે છે કે લકવા જેવી પીડાદાયક તકલીફ કર્ણ છેદનથી નહિવત થાય છે. વૈજ્ઞાનિક માન્યતા મુજબ, પુરુષોમાં વીર્ય કે અંડકોષની તકલીફને પણ નિવારી શકાય છે. એક એવું સંશોધન પણ છે કે કાન વીંધાવવાથી આંખોનું તેજ વધે છે. કેટલાક પોઈન્ટ્સ એ રીતે વીંધવામાં આવે છે કાનના કે તેનાથી પાચન અને ચયાપચયના પોઈન્ટ્સ એક્ટિવ થાય છે. ભૂખ લાગવાની તિવ્રતામાં વધારો થાય છે અને ખોરાકના પાચનમાં પણ મદદરૂપ થાય છે. પાચન સશક્ત થવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય તો સુધરે જ છે બલ્કે વ્યક્તિની માનસિકતા પણ સંતુલિત થાય છે.

કાનની બુટ વીંધાવવા પાછળ છે કેટલીક ન માની શકાય તેવી સામાજિક માન્યતાઓ…

જૂના જમાનામાં તો એવું પણ માનવામાં આવતું કે નાના બળકોના કાન વીંધાવવાથી તેમને કોઈની ખરાબ નજર નથી લાગતી. પરંતુ માત્ર શ્રદ્ધા – અંધશ્રદ્ધાની અહીં વાત નથી કરવી આપણે તેથી અનેક વૈજ્ઞાનિક ફાયદાઓ પણ આપણે જોયા. તેમ છતાં એવું કહેવાયું છે કે કાન વીંધેલા હોય એવી વ્યક્તિને દુષ્ટ આત્મા નડતી નથી. જ્યોતિષ શાસ્ત્રમાં પણ કાન વીંધાવવાનું મહત્વ જણાવાયેલું છે. આકસ્મિત આવેલ જીવનમાં મુશ્કેલ સમયને આપણે રાહુ – કેતુથી ઓળખીએ છીએ. જો કોઈ આર્થિક, શારીરિક કે માનસિક નુસ્કાન થાય એ પહેલાં તેનું છેદન કરવું જરૂરી છે. તેથી કાનની બુટને વીંધવું જરૂરી છે એવું માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ