સામાન્ય લોકો ઘર ખરીદે છે પણ આ સેલિબ્રિટીઓએ ખરીદ્યા છે આઇલેન્ડ ! બોલીવૂડનો આ હીરો પણ પોતાના નામે ધરાવે છે એક ટાપુ !

આપણા જેવા સામાન્ય લોકોને બે-બોડરૂમનો ફ્લેટ લીધા બાદ તેની લોનો ચૂકવતા આખી જિંદગી પુરી થઈ જાય છે ત્યાં આ સેલિબ્રિટિઓ તો પોતાના નામે આખોને આખો આઈલેન્ડ ધરાવે છે. આ લિસ્ટમાં બધી જ સેલિબ્રિટિઓ વિદેશી છે પણ તેમાં એક ભારતીય સુપરસ્ટારનું પણ નામ શામેલ છે.

મેલ ગિબ્સન

જો તમે એક્સપેન્ડલ્સ મૂવિ સિરિઝ જોઈ હશે તો તમે તેના નામચિન વિલનને તો ઓળખતા જ હશો. હા, હોલીવૂડ સુપર સ્ટાર મેલ ગિબ્સને પેતાના નામે એક આઈલેન્ડ ખરીદ્યો હતો જેનો વિસ્તાર 5400 એકર છે. તમને જણાવી દઈએ કે આ આઈલેન્ડ મેલ ગિબ્સને પોતાની પ્રાઇવસી જળવાઈ રહે તે હેતુથી ખરીદ્યો છે. તેઓ અહીં સંપૂર્ણ એકાંતમાં આરામ કરવાના ઉદ્દેશથી જ રજાઓ ગાળવા આવે છે.

શાહરુખ ખાન

હા, ભારતીય સુપર સ્ટાર શાહરુખ ખાન પણ પોતાના નામે એક ટાપુ ધરાવે છે. તેમણે દુબઈમાં એક વિલા ખરીદી છે જે એક આઇલેન્ડ સમાન છે. આ આઇલેન્ડ કુદરતી નથી પણ દુબઈના આધુનિકરણનો જ એક હિસ્સો છે. આ આઇલેન્ડ માનવનિર્મિત છે. તેમની આ વિલામાં 6 બેડરૂમ અને 2 રિમોટ કંટ્રોલ ગેરેજ છે. 1400 સ્ક્વેર ફીટના પ્લોટમાં તેમની વિલાનું 8500 સ્ક્વેર ફીટનું બાંધકામ કરવામાં આવ્યું છે. તેમની આ વિલા 2.8 મિલિયન ડોલર એટલે કે 28 લાખ ડોલર એટલે કે લગભગ 198 કરોડ રૂપિયાની છે.

લિયો નાર્દો દી કેપ્રિયો

ટાઇટેનિકનો રૂપકડો જેક એટલે કે લિયો નાર્દો દી કેપ્રિયોને ગત વર્ષે પ્રથમ ઓસ્કર એવોર્ડ ફિલ્મ રેવેનન્ટ માટે આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ વિજેતા અભિનેતાએ 2005માં 1.75 મિલિયન ડોલરમાં એક આઇલેન્ડ ખરીદ્યો હતો જેની હાલની કીંમત કદાચ આસમાનને આંબતી હશે. આ આઇલેન્ડ બેલીઝમાં આવેલો છે. સામાન્ય રીતે લિયો નાર્દો દી કેપ્રિયો અહીં કંઈ ખાસ નથી રહેતાં માટે તેઓ આ આઇલેન્ડ મુલાકાતીઓ માટે ખોલવાનું આયોજન કરી રહ્યા છે.

જોની ડેપ

ડિઝનીની લોકપ્રિય પાઇરેટ્સ ઓફ કેરેબિયન મૂવિ સિરિઝમાં લોકોને અજબ-ગજબ મનોરંજન પુરુ પાડનારા અભિનેતા જેક સ્પેરો ઉર્ફે જોની ડેપ એક વખતે ફિલ્મો માટે સૌથી વધારે ચાર્જ લેતા હતા. તેમણે પોતાની કમાણીમાંથી બહામાસમાં લિટલ હોલ્સ પોંડ નામનો એક આઈલેન્ડ ખરીદ્યો છે જે 3.6 મિલિયન ડોલરનો છે. આ આઈલેન્ડ 45 એકરનો છે જેમાં કુલ છ બિચ આવેલા છે.

બહામાના સૌદર્ય પાછળ તો બોલીવૂડ-હોલીવૂડની હસ્તીઓ પાગલ હોય જ છે. જોનીએ આ આઈલેન્ડનું નામ પોતાના ઘરના સભ્યો ઉપર રાખ્યું છે. તેઓ હાઇએસ્ટ પેઇડ એક્ટર તો હતા જ પણ સાથે સાથે મોસ્ટ હેંડસમ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

એડી મર્ફી

એડી મર્ફીની ગણતરી હોલીવૂડના ધનાડ્ય સેલિબ્રિટિઝમાં થાય છે. તેઓ પોતાના નામે એક 15 મિલિયન ડોલરનો આઇલેન્ડ ધરાવે છે જે બહામાં ખાતે આવેલો છે અને તેનું નામ રૂસ્ટર છે. આ સ્ટારને પોતાની લક્ઝરિયસ લાઇફ ખુબ પસંદ છે તે પોતાની પસંદગીની વસ્તુઓ માટે બિંદાસ રૂપિયા ખર્ચે છે.

આ અભિનેતાએ દસ વર્ષ પહેલાં એટલે કે 2007માં આ આઇલેન્ડ ખરીદ્યો હતો અને જેને ખુબ વાપર્યા બાદ હવે તેઓ તેનો કોમર્શિયલ ઉપયોગ કરવા માગે છે તેઓ હવે તેને રિઝોર્ટમાં ફેરવવા માગે છે જેથી કરીને તેમાંથી પણ તેમને લાખોની કમાણી થઈ શકે.

શકીરા

42 વર્ષિય પોપ સિંગર શકીરા પણ પોતાનો ખુદનો આઇલેન્ડ ધરાવે છે જો કે તેણીએ આ આઇલેન્ડ પોતાના એશોઆરામ માટે નહીં પણ ધંધાકીય ઉદ્દેશથી ખરીદ્યો છે. તેણી આ આઇલેન્ડને રિઝોર્ટમાં ફેરવવા માગે છે. શકિરાની ગણતરી છેલ્લા ત્રીસ વર્ષની સર્વશ્રેષ્ઠ ગાયિકાઓમાં થાય છે.

જુલિયા રોબર્ટ

અત્યંત પ્રતિભાશાળી એવી હોલીવૂડ અભિનેત્રી 51 વર્ષિય જુલિયા રોબર્ટે પણ પોતાના અન્ય હોલીવૂડ કલીગ્સની જેમ બહામાસમાં જ આઈલેન્ડ ખરીદ્યો છે. તેણીની ગણતરી હોલીવૂડની ફિલ્મોના ઇતિહાસની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ