સલમાન વરુણ સહિત અન્ય સ્ટાર્સ પણ છે આ આર્ટિસ્ટનાં ફેન! તમે પણ ક્યાંક જોયો હશે.

આ એક આર્ટિસ્ટ જેણે અમુક જ મહિનામાં પોતાની છાપ લોકોનાં મનમાં હાસ્ય સાથે છોડી છે. થોડાક સમય અગાઉ આ આર્ટિસ્ટ ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળતો હતો, પરંતુ હવે તે અન્ય એક કોમેડી શો ‘ધ ડ્રામા કંપની’માં જોવા મળે છે. તેમાં પણ ખાસ તેનાં એક્ટિંગથી તે હસાવીને લોકોની આંખોમાં ખુશીનાં આંસુ લાવી દેતો હોય છે. અહીંયા જે સ્ટારની વાત કરવામાં આવે છે તે સંકેત ભોસલે છે. સંકેત સૌથી વધારે સંજુ બાબાની મિમિક્રિ કરીને લાઈમ લાઈટમાં આવ્યો. તે પોતાનાં મિમિક્રિ કરેલા વિડિયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતો હતો. ફ્લોઅર્સને પણ સંકેતનો આ અંદાજ ખુબ જ પસંદ પડતો હતો. હવે સંકેતની મિમિક્રિ એટલી ફેમસ થઈ છે કે તે પોતાનાં ટેલન્ટથી સિંગલ શૉ હેન્ડલ કરે છે, જેનું નામ ‘બાબા કિ ચૌકી’ છે. અહીંયા બોલીવુડનાં સ્ટાર્સ પોતાની ફિલ્મ્સ પ્રમોટ કરવા આવતા હોય છે. સંકેત પ્રોફેશનલી એક ડૉક્ટર છે, તે છત્તા પણ આ ફિલ્ડમાં તેઓ શું કરી રહ્યાં છે તે વિશે જાણીશું આપણે અને અમુક એવી વાતો જે કોઈ પણ નથી જાણતું સંકેત વિશે. ચાલો તો જાણીયે સંકેત ભોસલે વિશે

ડૉક્ટર છે પણ સાથે કોમેડીનો હુન્નર ધરાવે છે

મિમિક્રિનાં હુન્નર વિશે સંકેત જણાવે છે કે લોકો દિવાળી કે હોળીમાં નવા કપડાં, ફટાકડા કે રંગ ખરીદતા હોય છે, પરંતુ હું ‘હમ આપકે હૈં કોન’ની ડ્રેસ, ‘ખલનાયક’ની કૈદિ અને વકીલની ડ્રેસ ખરીદીને પહેરતો હતો. આમ તો મારા માતા-પિતાને પણ મારા આવા અનોખા શોખ કહો કે કરતૂતો ગમતી હતી અને તેઓ મને આ ડ્રેસ પહેરાવીને ફેમિલી ફંક્શનમાં પણ લઈ જતા હતા. અંત્તે જીવનમાં અભ્યાસ પણ મહત્વ ધરાવે છે એટલે ડેડીએ કહ્યું કે પહેલાં ભણી લો અને પછી જે કરવું હોય તે કરજો. મેં એમબીબીએસ કર્યું છે, ત્યાર બાદ હું ડર્મોલોજિસ્ટનું અભ્યાસ કરી રહ્યો છું અને સાથે સાથે હું સ્કિન સ્પેશલિસ્ટ ડૉક્ટર પણ છું.

કોમેડી કરિઅર આ રીતે શરુ થયું

મારામાં કોમેડી અને મિમિક્રિ કરવાનો શોખ તો નાનપણથી જ છે. એટલે હું નાના શોમાં મિમિક્રિ કરવા લાગ્યો. એક સમયે મેં પોતાનો નાનો વિડિયો જેમાં મેં સંજય દત્તની એક્ટિંગ કરી છે, તેને યૂટ્યુબ ઉપર પોસ્ટ કર્યો. લોકોને આ વિડિયો અત્યંત પસંદ પડ્યો અને ત્યાર બાદ ૨૦૧૨માં લાઈફ ઓકેનાં શો ‘લાફ ઈન્ડિયા લાફ’માં મિમિક્રિ કરવાની તક મળી. હું આ શોમાં અંત્ત સુધી આવ્યો પણ જીતી શક્યો ન હતો. આ પછી મેં ઘણાં બધા શોમાં મિમિક્રિ કરી અને આખરે મને કપિલનાં શોમાં આવ્યા બાદ લોકપ્રિયતા મળી અને તે પછી મને ડ્રામા કંપની શો મળ્યો.

કપિલનાં શોમાં આ રીતે થઈ એન્ટ્રી

હું ‘બાબા કી ચૌકી’ એક શો કરી રહ્યો હતો, ત્યારે એક એપિસોડમાં આલિયા અને વરુણ સાથે શૂટ કરી રહ્યો હતો. તેઓ મારા સંજય દત્તની મિમિક્રિથી એટલા પ્રભાવિત થયા કે તેઓ મને કપિલનાં શોમાં લઈ ગયા. વરુણ અને આલિયાની તે સમયે કપિલનાં શો માટે મીટિંગ ચાલી રહી હતી અને તેમણે મને કપિલથી ઇન્ટ્રડ્યૂસ કરાવ્યો. કપિલએ મને પોતાના શોમાં મિમિક્રિ કરવાની તક આપી. વરુણ અને આલિયા આટલા મોટા સ્ટાર છે પરંતુ તેમણે મને પ્રમોટ કર્યો તેના માટે હું તેમનો હંમેશા આભારી રહીશ અને કપિલ સરને તો હું ખુબ જ પ્રેમ અને રીસપેક્ટ કરુ છું. તેઓ એક ગ્રેટ વ્યક્તિ છે.

 

સુગંધા અને હું સારા ફ્રેન્ડસ છીએ

સંકેત સંજુ બાબાની એક્ટિંગ કરતા કહે છે કે ‘ક્યા હૈ ના મૈં જરા સા હૈંડસમ ક્યા બન ગયા, થોડી બૉડી ક્યા બનાલી, લોગોને મેરે બારે મે અફવાહ ફેલાના શુરુ કર દિયા. આજ કલ અચ્છા દિખના ભી પ્રોબ્લેમ હૈં.’ સુગંધા અને હું એક સારા મિત્રો છીએ અને કોમેડી ડ્રામામાં પાર્ટનર પણ છીએ પણ અફેયર જેવી કોઈ વાત નથી. એટલે તેનાં લીધે કપિલ સરનાં શોમાં મહેમાન બનીને આવવાની વાત તદ્દન ખોટી છે. કપિલ સરનાં શોમાં મને ચાન્સ વરુણ અને આલિયાનાં કારણે મળ્યો.

 

સંજય દત્તની મિમિક્રિની રીકવેસ્ટ વધારે હોય છે

જો કોઈ મારી પાસે નારંગી માગશે તો તેમને હું નારંગી જ આપીશને, મોસંબી થોડીને આપીશ. એવું નથી કે મારી પાસે મોસંબી નથી, વાત એ છે કે દર્શકોને મારી સંજુ બાબાની મિમિક્રિ પસંદ છે તો હું તે કરવાનો જ છું. જો હું મારા ટેલન્ટની વાત કરું તો હું બોલીવુડથી લઈને હોલીવુડનાં એક્ટર્સની નકલ કરી લઉ છું. કહેવાનો અર્થ એ છે કે એક્ટરોની નકલ ઉતારવામાં હું ફ્રૂટ સલાડ છું પરંતુ આ ત્યારે જ પ્રદર્શિત કરી શકુ છું જ્યારે દર્શકો આની ડિમાન્ડ કરે છે.

સંજય દત્ત સાથેની મુલાકાત

એકવાર હું સંજય દત્તને અવૉર્ડ ફંક્શનમાં મળ્યો હતો, ખરેખર તો તે સમયે હું બધુ જ ભૂલી ગયો હતો. મને જોતાની સાથે જ તેમણે મને ભેટી પડ્યા હતા. તેમણે મારી મિમિક્રીની પણ બહુ તારીફ કરી હતી. એક હકિકત જણાવવા ઈચ્છીશ કે સંજુ બાબા ન હોત તો હું પણ ન હોત. દરેકને એવું જ લાગે છે કે હું તેમનો મજાક ઉડાવી રહ્યો છું, પણ ખરેખર તો હું શરુઆતથી જ તેમના જેવો બનવા માંગતો હતો. આ જ કારણથી મેં તેમને કૉપી કરવાનું શરુ કર્યુ હતું. સંજૂ બાબા મારા ફેવરિટ છે અને તેઓ એક ઉમદા માણસ પણ છે.

મિમિક્રિ અને કૉમેડી કરવામાં ઘણો અંતર છે

જો કોઈ સેલિબ્રિટીની નકલ કરવામાં આવે તો તે મિમિક્રિ છે અને જો કોઈ બિલ્ડિંગનાં વોચ મેનની નકલ કરો તો તે કોમેડી છે. હું નાનપણથી જ ઘર અને બહારનાં લોકોની નકલ કરીને જ મોટો થયો છું. આ અંગે હું ફેમસ થયો છું તો નાનપણમાં નાના અને પપ્પાની માર પણ ખાધી છે. કોમેડીમાં તમે જે ચાહો તે કરો પણ મારું માનવું તો એટલું જ છે કે તમારી કોમેડી ટાઈમિંગ પરફેક્ટ હોવી જોઈએ. કોમેડી ટાઈમિંગ જો બરાબર હશે તો જ હસવાનો અનેરો આનંદ મળે છે. એક કમીડિઅન કે મિમિક્રિ આર્ટિસ્ટ માટે અબ્ઝર્વેશન સાચુ હોવું જરુરી છે, ત્યારે જ તમે કોઈની હુબહુ નકલ ઉતારી શકો છો.

એક શોમાં મેં સલમાન ખાન અને સોહેલ ખાન સાથે શૂટિંગ કર્યું હતું. તે સમયે પણ સ્ંજૂ બાબાની મિમિક્રિ કરી હતી અને સલમાન સર પણ પેટ પકડીને હસ્યા હતા. તેમણ મારી પ્રસન્નતા પણ કરી હતી અને મને કહ્યું હતું કે જીવનમાં હંમેશા ડાઉન ટૂ અર્થ રહેજે અને જે કામ કરી રહ્યો છે તે વિશે ઘંમડ ના કરતો. સલમાન સર પણ બહુ સારા માણસ છે, તેમની સાથે પણ કામ કરીને મજા આવી હતી. હવે અત્યારે તો હું ટીવી શો કરીને દરેકનાં ઘરમાં ઘૂસીને તેમનાં મનમાં પોતાની એક ઉત્તમ છાપ છોડવા માંગુ છું. ત્યાર બાદ ક્યારેક ફિલ્મોમાં આવવાનું વિચારીશ.

 

 

http://www.aamchori.com/diwali-par-ptakhe-nhi-kadi-ke-kapde-kharidta-tha/