સાઉથનાં સ્ટાર્સ પણ પાછળ નથી, એક ફિલ્મ માટે લે છે આટલી ફી.

બોલીવુડમાં સલમાન ખાન ૫૦-૬૦ કરોડ એક ફિલ્મ માટે ચાર્જ કરે છે, જ્યારે શાહરુખ ખાન ૪૫ કરોડ, અક્ષય ૪૦ કરોડ અને રણવિર સિંગ ૨૦ કરોડ ફીસ લે છે. બોલીવુડ સિવાય સાઉથનાં સ્ટાર્સ પણ કંઈ ઓછા નથી. સાઉથનાં સ્ટાર્સની ફીસ જાણીને તમે આશ્ચર્ય પામશો કે ખરેખર એક ફિલ્મ માટે સાઉથનાં સ્ટાર્સ આટલી ફી વસૂલે છે. તો અહીંયા અમે તમને જણાવીશું કે સાઉથમાં ક્યો સ્ટાર કેટલી ફીસ લે છે, વાંચતા રહો આગળ…

બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ની સક્સેસ બાદ દરેક ફિલ્મમેકર પ્રભાસ સાથે કામ કરવા ઈચ્છે છે. પ્રભાસની વધતી પૉપ્યુલૅરિટિને જોતા ઘણા પ્રોડ્યૂસર-ડિરેક્ટર્સ પણ પોતાની ફિલ્મોમાં તેને સાઈન કરવા માંગે છે. ફિલ્મ ‘બાહુબલી-૨’ માટે પ્રભાસને ૨૦ થી ૨૫ કરોડ રુપિયા ચૂકવવામાં આવ્યા હતા, પણ હવે વધતી ડિમાન્ડથી પ્રભાસે પોતાની ફી વધારી દીધી છે. સાંભળવા મળે છે કે પ્રભાસને ૩૦ કરોડ રુપિયા ‘સાહો’ ફિલ્મ માટે ચાર્જ કર્યા છે.

સુપરસ્ટાર ‘રજનીકાંત’

તમિલ ફિલ્મ્સનાં ગોડ અને સુપરસ્ટાર રજનીકાંતએ તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રોબોટ (૨૦૧૦), મુત્તુ (૧૯૯૫), ચંદ્રમુખી (૨૦૦૫) અને શિવાજી (૨૦૦૭) તેમની અમુક પ્રમુખ ફિલ્મો છે. તેમણે હિન્દીમાં ‘પાંચ’, ‘અંધા કાનૂન’. બુલંદી’, ‘ખૂન કા કર્જ’, ‘ઈન્સાનિયત કા દેવતા’ અને ‘ગેરકાનૂની’ જેવી ઘણી યાદગાર ફિલ્મો કરી છે. તેઓ છેલ્લા ૪૦ વર્ષથી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેઓ એક ફિલ્મ માટે ૫૦-૬૦ કરોડ ફી લે છે. વર્ષ ૨૦૧૬માં તેમને પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. સુપરસ્ટાર રજનીકાંત અત્યારે ફિલ્મ ‘૨.૦’માં અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ફિલ્મનું બજેટ આશરે ૪૦૦ કરોડ રુપિયા છે અને આ ઈન્ડિયાની સૌથી મોંઘી ફિલ્મ પણ છે.

કમલ હસન

કસલ હસનને પણ સાઉથમાં તમિલ ફિલ્મોનાં સુપરસ્ટાર તરીકે ગણાય છે. પરંતુ તેમણે હિન્દી અને તમિલમાં પણ ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. બોલીવુડમાં પણ ‘એક દુજે કે લિયે (૧૯૮૧)’, ‘સાગર (૧૯૮૫)’, ‘ચાચી ૪૨૦ (૧૯૯૭)’ અને ‘હે રામ’ જેવી અકલ્પનીય એક્ટિંગ દર્શાવતી ફિલ્મો કરી છે. કમલ હસન પણ એક ફિલ્મ માટે ૨૫ – ૩૦ કરોડ રુપિયા ફી ચાર્જ કરે છે.

 

વિજય

તામિલ ફિલ્મોનાં અન્ય એક સ્ટાર ‘વિજય’ પણ રજનીકાંત અને કમલ હસનની જેમ ૨૫ કરોડ ફી લે છે. વિજય ઍક્ટરની સાથે સાથે સારા સિંગર પણ છે અને અમુક ફિલ્મોમાં તેમણે સિંગિંગ પણ કર્યું છે. તેમનાં પિતા ફેમસ ડિરેક્ટર-પ્રોડ્યુસર એસ એ ચંદ્રશેખર છે. વિજય છેલ્લા ૩ વર્ષથી ફોર્બ્સ ઈન્ડિયાનાં ટોપ ૫૦ સેલેબ્સની લિસ્ટમાં સામેલ છે.

અજીત કુમાર

તમિલ સિનેમાનાં સુપરસ્ટાર અજીત અત્યાર સુધી ચાર વાર ફિલ્મફેયર (સાઉથ) જીતી ચૂક્યા છે. તેઓ એક ફિલ્મ માટે ૨૦- ૨૫ કરોડ રુપિયાની ફી લે છે. તેમણે ‘કઢાઈ કોત્તઈ’ (૧૯૯૬), ‘વાલી’ (૧૯૯૯), ‘સિટીજન’ (૨૦૦૧) અને ‘બિલ્લા’ (૨૦૦૭) જેવી ફિલ્મોમાં પોતાની અદ્ભૂત કલાકારી દર્શાવી છે. ગત વર્ષે તેઓ પોતાની ફિલ્મ ‘વેદાલમ’ને લઈને ચર્ચામાં રહ્યા હતા.

 

સૂર્યા

તમિલ ફિલ્મોનાં એક્ટર સૂર્યા ફિલ્મ પ્રોડ્યૂસર અને ટેલીવિઝન પ્રિઝેન્ટર પણ છે. વર્ષ ૨૦૧૦માં તેમણે ફિલ્મ ‘રક્ત ચરિત્ર’માં કામ કર્યુ હતું, ફિલ્મ માટે તેમને બેસ્ટ ન્યૂ કમરનો સ્ક્રીન અવૉર્ડ મળ્યો હતો. તેઓ ગજિની (૨૦૦૫), અધાવન (૨૦૦૯) અને સિંઘમ (૨૦૧૦) જેવી હિટ ફિલ્મ કરી ચૂક્યાં છે. આ સિવાય સૂર્યા ‘Who Wants to Be a Millionaire?’ શોનાં તમિલ વર્ઝનને હોસ્ટ કર્યું હતું. તેઓ પણ એક ફિલ્મ માટે ૧૮ કરોડ રુપિયા ફી ચાર્જ કરે છે.

પવન કલ્યાણ

આ ઍક્ટર ફક્ત એક્ટિંગમાં જ માહિર નથી, તેઓ ડિરેક્ટર, કોરિયોગ્રાફર, સ્ક્રીન રાઈટર, સ્ટેટ કોર્ડિનેટર, પૉલિટિશયન અને માર્શલ આર્ટિસ્ટ પણ છે. મલ્ટિ ટાસ્કિંગ આર્ટિસ્ટ પવન કલ્યાણ સાઉથ ફિલ્મોનાં ગોડ ફાધર ચિરંજીવીનાં નાના ભાઈ છે. પવન એક ફિલ્મ માટે ૧૮ કરોડ ફી લે છે. તેમની મેન ફિલ્મ્સ ખુશી (૨૦૦૧), જલસા (૨૦૦૮), ગબ્બર સિંઘ (૨૦૧૨) અને ગોપાલા ગોપાલા (૨૦૧૫) છે. તેમણે ૨૦૧૪ વર્ષમાં જન સેના પાર્ટી બનાવીને રાજનીતીમાં પ્રવેશ કર્યો હતો.

મહેશ બાબૂ

મહેશ બાબૂને ખાસ કરીને તેલુગુ સિનેમા માટે ઓળખાય છે. તેમની ડેબ્યૂ ફિલ્મ ‘રાજાકુમારુડુ (૧૯૯૯) હતી. મહેશ બાબૂ બોલીવુડની એક્ટ્રેસ નમ્રતા શિરોડકરનાં પતિ છે. ચાર વાર સાઉથનાં ફિલ્મફેયર અવૉર્ડનાં વિજેતા મહેશ બાબૂ એક ફિલ્મ માટે ૧૬ કરોડ ફી ચાર્જ કરે છે.

 

ધનુષ

સુપરસ્ટાર રજનીકાંતનાં જમાઈ ધનુષનું રિયલ નામ વેંકટેશ પ્રભુ છે. તેમણે રજનીકાંતની દીકરી એશ્વર્યા સાથે લગ્ન કર્યા છે. ૨૮ જુલાઈ ૧૯૮૩માં જન્મેલ ધનુષને ‘કોલાવેરી ડી’ સોન્ગથી પૉપ્યુલૅરિટિ મળી હતી. તેમની ડેબ્યૂ ફિલ્મ ૨૦૦૨માં આવી હતી અને ત્યાર બાદ સફળતા મેળવ્યા પછી તેઓ એક ફિલ્મનાં ૧૦-૧૫ કરોડ રુપિયા ફી લે છે. ધનુષ બોલીવુડની ફિલ્મ રાંઝણા અને ષમિતાભમાં કામ કર્યૂ હતું.

જુનિયર એનટીઆર

જુનિયર એનટીઆર તેલુગુ ફિલ્મ્સનાં સ્ટાર છે. ૧૯૯૬ માં તેમણે ફિલ્મ ‘રામાયણ’ દ્વારા ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિઅર શરુ કર્યું હતું. તેઓ પ્રખ્યાત તેલુગુ એક્ટર એનટી રામા રાવનાં પૌત્ર છે. એક ફિલ્મ માટે જુનિયર એનટીઆર ૧૨ કરોડ રુપિયા લે છે. તેમની અમુક ફિલ્મો જેમ કે સિમ્હાદ્રિ, અધુર્સ, બાદશાહ અને ટેમ્પર હિટ ફિલ્મ્સ રહી છે.

રામ ચરણ તેજા

રામ ચરણ તેજા ચિરંજીવીનાં પુત્ર છે, તેમની જેમ જ રામચરણે પણ સાઉથ (તેલુગુ) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારું નામ કમાવ્યું છે. એક ફિલ્મ કરવા માટે તેઓ ૧૨ કરોડ રુપિયા ચાર્જ કરે છે. તેમણે ચિરુઠા, નાયક, યેવાડૂ જેવી ઘણી હિટ મૂવીઝ કરી છે, પરંતુ તેમને બોલીવુડમાં સફળતા હાથ લાગી ન હતી. ૨૦૧૩માં રામ ચરણે ‘ઝંઝીર’માં કામ કર્યું હતું, પણ આ ફિલ્મ ફ્લૉપ ગઈ હતી.

વિક્રમ

તમિલ ફિલ્મો માટે જાણીતા વિક્રમ એક ફિલ્મ માટે ૧૨ કરોડ રુપિયા લે છે. તેમણે સેતુ, ઢિલ, ધૂલ અને અન્નિયમ જેવી હિટ મૂવીઝ આપી છે. ગત વર્ષે તેમની રોમેન્ટિક થ્રિલર ‘આઈ’ ફિલ્મ હતી. વિક્રમ ૬ વાર સાઉથ ફિલ્મફેયર અને એક વાર નેશનલ અવૉર્ડ જીતી ચૂક્યા છે.

આલૂ અર્જુન

આલૂ અર્જુન તેલુગુ ફિલ્મનાં ફેમસ એક્ટર છે. તેમણે વેદામ અને રેસ ગુરરમ જેવી હિટ ફિલ્મ આપીને ત્રણ વાર સાઉથ ફિલ્મફેયરનો બેસ્ટ એક્ટરનો અવૉર્ડ મેળવ્યો છે. તેમની ફી ૧૦ કરોડ રુપિયા છે અને તેઓ ૨૦૧૫માં ફોર્બ્સ ઈન્ડિયાનાં ટોપ ૧૦૦ સેલેબ્સની લિસ્ટમાં ટોપ ૫૦ માં સામેલ હતા.

 

રવિ તેજા

ચિરંજીવીનાં ભાણેજ એક્ટર રવિ તેજા એક ફિલ્મ માટે ૮-૧૦ કરોડની ફી લે છે. રવિ તેજાનું આખું નામ રવિશંકર રાજૂ ભૂપતિરાજૂ છે. તેમની ડેબ્યૂ ફિલ્મ ૧૯૯૦માં ‘કર્તવ્યમ’ હતી.

 

નાગાર્જુન

એક્ટિંગની સાથે નાગાર્જુન ફિલ્મો પ્રોડ્યુસ પણ કરે છે. મુખ્ય રુપે તેલુગુ ફિલ્મોનાં આ ઍક્ટર કરિઅરમાં આશરે ૯૦ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં બોલીવુડ અને તમિલ ફિલ્મો પણ સામેલ છે. બોલીવુડ ફિલ્મ ક્રિમિનલ, મિસ્ટર બેચારા, અંગારે, અગ્નિ વર્ષા અને એલઓસ જેવી ફિલ્મ્સમાં જોઈ ચૂક્યા છે. નાગાર્જુન એક ફિલ્મ માટે ૭-૧૦ કરોડ રુપિયા ચાર્જ કરે છે.

 

http://www.aamchori.com/saho-ke-liye-30-karor/