મિસ વીલ ચેર….એક અનોખી સ્ટોરી

જીવન જીવવું એ એક કળા છે અને જે કોઈ પણ આ કળા વિશે જણી લે છે તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાનાં લક્ષ્યને પૂર્ણ કરવાથી ચૂકતા નથી. અમુક લોકો શારીરિક રીતે અસમર્થ હોવાથી જીવનને નકામું માની લેતા હોય છે, પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેઓ શરીરમાં અશક્તિ હોવા છત્તા પણ જીવન જીવવાની કળામાં એટલા પારંગત હોય છે કે તેમને જિંદગી પણ સલામ ઠોકે છે. કઈક આવી જ જિંદાદિલી અને જીવનની ખુબસુરતીને વ્યક્ત કરતી સ્ટોરી બેંગ્લૌરમાં રહેવા વાળી ડૉ. રાજલક્ષ્મી એસ. જેની છે. જેમણે પોતાની અશક્તિઓને કિનારે મૂકીને પોતાનાં સાહસનાં દમથી જીવનનાં લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે. આટલું જ નહીં તેણે દુનિયાને બતાવી દીધું કે વિકલાંગતા કોઈ શાપ નથી, જો તમારી વિચારધારા સકારાત્મક હોય તો વિકલાંગતા પણ વરદાન બની જાય છે.

રાજલક્ષ્મીનો જન્મ ડૉક્ટરોનાં ઘરમાં થયો, જ્યાં તે નાનપણથી જ પોતાનાં માતા-પિતાને નિસ્વાર્થ લોકોની સેવા કરતી જોવે છે. તેણે જણાવ્યું કે ‘સ્થાનીય લોકો મારા પિતાને ‘દેવારુ’ કહેતા હતા, જેનો કન્નડ ભાષામાં અર્થ ભગવાન થાય છે જેઓ તેમનાં જીવનને બચાવે છે.’ આ જ કારણથી રાજલક્ષ્મી ડૉક્ટર બનવા ઈચ્છતી હતી. પણ જ્યારે તેઓ દસમા ધોરણમાં હતા ત્યારે તેમનાં પિતાની આકસ્મિક મૃત્યુ થઈ અને જીવનમાં ખરાબ સમયની શરુઆત થઈ. રાજલક્ષ્મીએ જીવનમાં દુઃખ ભર્યા સમયમાં પણ હાર ન માની અને પિતાને પ્રેરણા માનીને ડૉક્ટર બનવા માટે મહેનત કરવા લાગી. આખરે તેમની મહેનતનું ફળ મળ્યું અને તેઓ ડૉક્ટર બન્યા.

પિતાની મૃત્યુનું દુઃખ હજી તાજુ જ હતું, ત્યાં જ અન્ય કે દુર્ઘટના તેમની રાહ જોઈ રહી હતી. ૨૦૦૭માં એક દુખદ કાર દુર્ધટનાએ રાજલક્ષ્મીનું જીવન બદલી નાખ્યું. ચેન્નઈ જતા સમયે તેમની કારનું ઍક્સિડન્ટ થયું અને તેમની કરોડરજ્જુમાં ઘા થવાથી બન્ને પગમાં લકવો થઈ ગયો.

આશરે ૬ મહિના સુધી તકલીફ ભોગવ્યા બાદ તેઓ પોતાની જાતે બેસવામાં સક્ષમ થયા, પણ તેઓ વીલ ચેરને પ્રયોગમાં લેવાનાં વિચારથી જ ચિઢાઈ જતી હતી. સ્પષ્ટ રુપે તેમણે વીલ ચેરનાં ઉપયોગ માટે ના કહી દિધી હતી. પણ પરિસ્થિતિ અને સમયને જોતા તેમણે વીલ ચેરનો પ્રયોગ શરુ કર્યો. આનાં પાછળનાં કારણ અંગે રાજલક્ષ્મી જણાવે છે કે ‘થોડા સમય બાદ મને અહેસાસ થયું કે જો હું આમ જ વીલ ચેરને ના કરતી રઇશ તો હું એક જ જગ્યાએ બંધાઈને રહી જઈશ. આ બંધન મારાથી સહન બિલકુલ નહીં થાય એટલે અંતે મેં વીલ ચેરનો ઉપયોગ શરુ કર્યો અને આજે આ જ વીલ ચેર મારી સૌથી સારી મિત્ર છે.’

રાજલક્ષ્મીએ પોતાનાં વિચારોને વિકલાંગ ન થવા દીધા અને હિમ્મત સાથે જણાવ્યું કે ‘મારી સાથે જો તે અકસ્માત ન થયું હોત તો હું આજે આટલી સફળ અને દ્રઢ નિશ્ચયી ન હોત.’ આ દુર્ઘટના બાદ તેમનાં પરિવારનાં સભ્યોએ તેમને પૂરેપૂરો સાથ આપ્યો અને જીવનનાં દરેક તબક્કે તેમને સમર્થન આપ્યું, પણ તેમની આજુબાજુ એવા લોકો પણ હતા જેમણે તેમનાથી મોંઢું ફેરવી લીધું.

દુર્ઘટના બાદ રાજલક્ષ્મીએ એમ.ડીમાં ૭૩ % મેળવ્યા અને સાથે કર્નાટકની ટૉપર બનવામાં પણ સફળ રહી. આ પછી પણ તેમની સફર સરળ ન હતી. ભારતનાં સંવિધાનમાં વિકલાંગો માટે ફક્ત ૩ % આરક્ષણની જોગવાઈ છે, પણ ૨૦૧૦માં રાજલક્ષ્મીએ શિક્ષણ સંસ્થાન સાથે માસ્ટર્સની ડીગ્રી મેળવવા માટે કાનૂની લડત લડી. રાજલક્ષ્મી કૉલેજમાં દંત ચિકિત્સાધિકારીનાં પદ માટે કાર્યરત થવા ઈચ્છતી હતી, પણ આવું કરવા માટે તેમને રોકવમાં આવ્યા અને ત્યાર બાદ તેમણે પોતાનું ડેન્ટલ ક્લિનિક ખોલ્યું.

ડૉક્ટર બનવાની સાથો સાથ રાજલક્ષ્મી એક સક્સેસ્ફુલ મૉડલ પણ બનવા માંગતા હતા. તેમણે ફેશન ડિઝાઈનિંગ કરવાનું પણ વિચાર્યું અને તે સમયે તેમની સામે એક ફેશન પ્રતિયોગીતામાં ભાગ લેવાની તક આવી તો તેમણે વિચાર્યા વગર તેમાં ભાગ લઈ લીધો. આ પ્રતિયોગીતા માટે રાજલક્ષ્મીએ વીલ ચેર બેસીને જ કાન્ફિડન્સ સાથે કસરત, વાળની દેખભાળ અને ડાયટિંગ જેવી અન્ય પ્રવૃત્તિઓ કરી અને અન્ય લોકોને પણ પ્રેરણા આપી છે.

મિસ વીલ ચેર પ્રતિયોગીતામાં ડૉક્ટરની જર્ની એકદમ રોમાંચક રહી હતી. શરુઆતમાં ૨૫૦ કૅડિંડેટ હતા, પણ દરેક સ્તરે આ સંખ્યા ઘટતી ગઈ. છેલ્લા ચરણમાં રાજલક્ષ્મીએ જ્ડજ અને દર્શકોને પોતાનાં જવાબોથી મંત્રમુગ્ધ કરી દીધા હતા. એક સવાલ એવો હતો કે જો તેમને ફરી જીવન મળે તો તેઓ કોનું જીવન લેવા ઈચ્છશે? તો રાજલક્ષ્મીએ તરત જ જવાબ આપ્યો કે હું ફરીથી પોતાનું જ જીવન જીવવા માંગીશ. આગળ જણાવતા કહ્યું કે ત્યારે હું સામાન્ય વ્યક્તિનાં રુપમાં સ્વયં કરેલ ભૂલોને સુધારશે અને ભારતમાં વિકલાંગોની સ્થિતીમાં સુધાર લાવવા અધિક પ્રયત્ન કરતા. રાજલક્ષ્મીનાં વિચારો અને સાહસથી પ્રભાવિત થઈને તેમને પ્રતિયોગીતાનાં વિજેતા ઘોષિત કરવામાં આવ્યાં.

રાજલક્ષ્મીને સત્ય ખબર હતી કે તેમની શારીરિક વિકલાંગતાનો કોઈ અસરદાર ઈલાજ નથી અને તેમણે આજીવન લકવાગ્રસ્ત પગ સાથે જીવવું પડશે. પણ હવે તે સ્વતંત્ર છે અને જાતે કાર પણ ડ્રાઈવ કરી શકે છે. વીલ ચેર સાથે જ તે ટ્રાવેલિંગ કરે છે. આ યુવા ડૉક્ટર દેશ-વિદેશમાં ફરવા જાય છે પણ અંત્તે તો તેમને ભારત જ સૌથી વધારે સુંદર દેશ લાગે છે. ટ્રાવેલિંગ અને લાઈફ વિશે રાજલક્ષ્મી જણાવે છે કે ‘આટલું બધું ફર્યા બાદ ભારત જ મારું ફેવરિટ પ્લેસ છે અને હકીકતમાં જ્યાં તમારું મન હોય છે તે જ ઘર કહેવાય છે.’

રાજલક્ષ્મી દરેક વ્યક્તિ માટે એક પ્રેરણા રૂપ છે, ખાસ તો એવા લોકો માટે જેઓ જીવનથી કંટાળી ગયા હોય છે. જો તમને પણ રાજલક્ષ્મીનાં જીવનથી ઈનસ્પિરેશન મળી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.