બાબા રામદેવે એવી જડીબુટ્ટી આપી કે માનવી 400 વર્ષ સુધી જીવી શકે

આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં વ્યક્તિ જલ્દી બીમારીનો શિકાર થઈ રહ્યો છે. નાનાનાના બાળકોમાં ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ ઘર કરી રહી છે. આવામાં યોગ ગુરુ રામદેવે જણાવ્યું કે, કેવી રીતે એક લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય છે. યોગ ગુરુ રામદેવે કહ્યું કે, માનવ શરીર એ રીતે બન્યું છે કે, તે 400 વર્ષ સુધી ચાલી શકે, પરંતુ ખરાબ જીવનશૈલીને પગલે તે બીમારીથી ગ્રસ્ત થઈ જાય છે, જેનાથી તેનો અંત જલ્દી આવી જાય છે. રામદેવે લોકોને કહ્યું કે, સ્વસ્થ ભોજન અને વ્યાયામ અપનાવીને સ્વંયને બીમારીઓ અને દવાથી મુક્ત કરો.

તેમણે 12મી નેશનલ ક્વોલિટી કોન્ક્લેવમાં કહ્યું કે, માનવ શરીર એ રીતે બન્યું છે કે, તે 400 વર્ષ ચાલે. આપણએ વધુ ભોજન તથા જીવનશૈલીથી આપણા શરીર પર અત્યાચાર કરી રહ્યાં છે. આપણે જ ઉચ્ચ રક્તચાપ, હૃદયની બીમારીઓ અને અન્ય બીમારીઓને નિમંત્રણ આપીએ છીએ. તે તેના જીવનને ઓછું કરી દે છે અને બાકીના દિવસો સારવાર અને દવાઓ પર નિર્ભર થઈ જાય છે. તેમણે તેનો ખાસ ઉલ્લેખ કર્યો કે, એક વ્યક્તિએ સ્વસ્થ રહેલા માટે કેવા પ્રકારે પોતાની દિનચર્યા અને ખાવાની આદતોને નિયંત્રિત રાખી શકાય છે. તેમણે દાવો કર્યો કે, ભાજપા અધ્યક્ષ અમિત શાહે આવુ કરીને 38 કિલો વજન ઓછું કર્યું છે.

યોગમાં મહારત હાંસિલ કરનાર આતંકી નહિ બની શકે
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રામદેવે કહ્યું હતું કે, પતંજલિ જમ્મુ-કાશ્મીરમાં પોતાની શાખ સ્થાપિત કરવા માટે જમીન લેવાના પ્રયાસમાં છે. દેશમાં આતંકવાદ વિશે પોતાના વિચાર રાખતા રામદેવે કહ્યું કે, જે પણ યોગની કલામાં માહિર થઈ જાય છે, તે ક્યારેય આતંકવાદી ન બની શકે. યોગ પર મહારત હાંસિલ કરનાર કોઈ પણ વ્યક્તિ આતંકી ન બની શકે. કાશ્મીર ઘાટીમાં હિંસા વિશેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, બાળકોને તમામ ધર્મો વિશે સારા પાઠ શીખવવા જોઈએ, કેમ કે તેનાથી ધર્મોની વચ્ચે સદભાવ પેદા થાય છે.