આ કારણે હનુમાનજીને પંચમુખી સ્વરૂપ ધારણ કરવુ પડ્યુ હતુ, જાણો તેની કથા દ્વારા

પંચમુખી હનુમાન

image source

૮ એપ્રિલ, ૨૦૨૦ના રોજ ચૈત્ર માસની પુનમનો દિવસ એટલે કે હનુમાન જયંતી ત્રેતાયુગમાં ચૈત્ર માસની પુનમના દિવસે હનુમાનજીને જન્મ થયો હતો. આજ રોજ હનુમાનજીના અનેક રૂપમાં પૂજા કરવામાં આવે છે. હનુમાનજીના અનેક રૂપ માંથી એક રૂપ છે. પંચમુખી હનુમાનજી. આ પંચમુખી હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિ અજાણ્યા ભયથી મુક્ત થાય છે.

image source

ઉજૈજનના જ્યોતિષાચાર્ય અને શ્રીરામ કથાના કથાકાર પં.મનીષ શર્માના જણાવ્યા મુજબ જયારે ત્રેતાયુગમાં શ્રીરામ અને લંકા પતિ રાવણ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે શ્રીરામના પ્રહારોથી રાવણની સેનાનો નાશ થઈ રહ્યો હતો. આવા સમયે રાવણને પોતાના માયાવી ભાઈ એવા અહિરાવણનું સ્મરણ થાય છે અને રાવણે અહીરાવણને પોતાની મદદ માટે યુધ્ધમાં બોલાવ્યો હતો.

image source

અહિરાવણ ભવાની માતાનો સાધક હતો. જેથી તંત્ર-મંત્રનો જાણકાર હતો. અહિરાવણે પોતાની સાધનાના બળનો ઉપયોગ કરીને શ્રીરામની આખી સેનાને નિદ્રાધીન કરી દીધી હતી. આમ અહિરાવણે રામની સેનાને નિદ્રાધીન કરીને રામ અને લક્ષ્મણને પોતાની સાથે પાતાળ લોકમાં લઈ જાય છે.

જયારે અહિરાવણના રામ અને લક્ષ્મણને પાતાળમાં લઈ ગયા પછીના થોડાક સમય પછી વિભીષણને જાણ થતા જ તે અહિરાવણની માયાજાળ સમજી જાય છે અને આ વાત વિભીષણ હનુમાનજીને જણાવીને પાતાળ લોકમાં રામ અને લક્ષ્મણની મદદ કરવા માટે જવાનું કહે છે. ત્યાર પછી હનુમાનજી પાતાળલોકમાં પહોચી જાય છે. હનુમાનજી પાતાળલોકમાં જઈને જોવે છે કે, અહિરાવણે ભવાની માતાને પ્રસન્ન કરવા માટે પાંચ દિશામાં દીપક પ્રગટાવ્યા હોય છે.

image source

રાવણના ભાઈ વિભીષણે હનુમાનજીને જણાવ્યું હતું કે, અહિરાવણ દ્વારા પ્રગટાવવામાં આવેલ પાંચ દીવાઓ જ્યાં સુધી ઓલવાશે નહી ત્યાં સુધી અહિરાવણને હરાવવો ખુબ જ અઘરું છે. અહિરાવણે પ્રગટાવેલ પાંચ દીવાઓને એકસાથે ઓલવવા માટે પંચમુખ વાળું રૂપ ધારણ કરે છે અને આ રૂપ ધારણ કરીને પાંચેવ દીવાઓને એકસાથે ઓલવી દે છે.

હનુમાનજી દ્વારા દીવાઓ ઓલવાઈ ગયા પછી અહિરાવણની શક્તિઓ ક્ષીણ થવા લાગે છે. ત્યાર પછી હનુમાનજી અહિરાવણનો વધ કરીને રામ અને લક્ષ્મણને અહિરાવણની કેદ માંથી આઝાદ કરાવે છે. ત્યાર પછી હનુમાનજી રામ અને લક્ષ્મણને લઈને પરત લંકાના યુદ્ધ મેદાનમાં પહોચી જાય છે. રામ અને લક્ષ્મણને બચાવવા માટે હનુમાનજીએ જે પાંચ મુખવાળું રૂપ ધારણ કર્યું હતું હનુમાનજીના આ રૂપની પૂજા પંચમુખી હનુમાનજીના નામે ઓળખવામાં આવે છે અને પૂજા-અર્ચના કરવામાં આવે છે.

image source

હનુમાનજીના પંચમુખી સ્વરૂપમાં હનુમાનજીના પાંચ મુખ ચાર દિશામાં અને એક મુખ આકાશ તરફ જોવા મળે છે. ઉત્તર દિશામાં વરાહાં મુખ, દક્ષીણ દિશામાં નરસિહ મુખ, પશ્ચિમ દિશામાં ગરુડ મુખ, પૂર્વ દિશામાં હનુમાન મુખ અને જયારે આકાશ તરફ હયગ્રીવ મુખ રાખવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ આ પંચમુખી હનુમાનજીની સાચા મનથી પૂજા-અર્ચના કરે છે તો તેને અજાણ્યા ભયથી મુક્ત થઈ જાય છે અને તેનો આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે.

image source

વ્યક્તિની માનસિક તાણ દુર થાય છે. પંચમુખી હનુમાનના રૂપનું ચિત્ર કે પ્રતિમા સામે દીવો પેટાવીને હનુમાન ચાલીસા પાઠ અને સુંદરકાંડનું પઠન કરવાથી આપને આધ્યાત્મિક શાંતિ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ