08.04.2020 – ટૈરો રાશિફળ : બુધવારએ કઈ રાશિનો દિવસ છે ઉત્તમ અને કોણે રહેવું સાવધાન વાંચો અહીં…

ટૈરો રાશિફળ : બુધવારએ કઈ રાશિનો દિવસ છે ઉત્તમ અને કોણે રહેવું સાવધાન વાંચો અહીં

મેષ

બુધવારનું કાર્ડ છે જજમેન્ટ જે તમને વ્યસ્ત દિવસનો ઈશારો કરે છે. આજે તમારે ભવિષ્યની યોજનાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. લોકો તમારા વિચારોથી અને કામથી પ્રસન્ન થશે. જૂની વાતો મનને વિચલિત કરી શકે છે. તેથી જૂની વાતોને ભુલી આગળ વધો.

વૃષભ

ક્વીન ઓફ કપ્સ કાર્ડ લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેવાનું કહે છે. પોતાની વાત અને કાર્યશેલીમાં સ્પષ્ટતા રાખો. પોતાની યોગ્યતા સાબિત કરવાની તક મળે તો ઝડપી લો. આજે સબંધોમાં નિરાશા મળી શકે છે. પરંતુ તેને મન પર હાવિ થવા ન દો. સકારાત્મક વિચારો સાથે આગળ વધો.

મિથુન

નાઈન ઓફ સ્વોર્ડસનું કાર્ડ આજે મિલન-મુલાકાતથી ભરેલો દિવસ દર્શાવે છે. કોઈ પ્રિયજનની શોધમાં હશે તો તે શોધ પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં નવી તક મળશે. પર્સનલ લાઈફમાં પણ મદદ પ્રાપ્ત થશે. અવિવાહિત માટે સારો સમય છે નવા સંબંધની શરૂઆત કરી શકો છો.

કર્ક

આર્થિક બાબતોમાં સાચવીને આગળ વધવું તેમ સ્ટ્રેન્થ કાર્ડ કહે છે. તમને ધન લાભ થવાના યોગ છે પરંતુ અતિઉત્સાહમાં ધન ગુમાવો તેવી શક્યતા નકારી શકાય નહીં. કામ પ્રત્યે સમર્પિત રહો અને પોતાના ધ્યેય પર જ ધ્યાન કેન્દ્રીત રાખો. અંગત જીવન ખુશીઓથી ભરપુર રહેશે.

સિંહ

ટેન ઓફ કોઈન્સનું કાર્ડ તમને લક્ષ્ય નક્કી કરવા કહે છે. ઈશ્વરની કૃપા તમારા પર વરસે છે તેવામાં જરૂરી છે કે પોતાના જીવનને કઈ દિશામાં આગળ લઈ જવું તે નક્કી કરો. સકારાત્મક વિચારો જીવન બદલી શકે છે. તમારામાં તે ક્ષમતા છે તેને ઓળખી આગળ વધો.

કન્યા

ધ હિરોફંટ કાર્ડ સ્વભાવમાં રુક્ષતા લાવશે. કોઈ નિર્ણય આજના દિવસમાં ન લેવો. મન અશાંત હોય ત્યારે કરેલા નિર્ણય પસ્તાવો કરાવે છે. કોઈ ભુલ થાય તો તેને મનમાં રાખી દિવસ ખરાબ ન કરવો. ભુલ સુધારી નવી શરુઆત કરવી. પોતાની ભુલ સ્વીકારવામાં જરા પણ સંકોચ ન રાખવો.

તુલા

કાર્ય કરવાની રીતમાં ફેરફાર કરવો પડશે કારણ કે આજનું કાર્ડ છે ફાઈવ ઓફ વોન્ડસ. પરિસ્થિતિ તમને પ્રતિકૂળ રહેશે તેથી સંયમ રાખી પોતાની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરી લેવો. દિવસની શરુઆતમાં સમસ્યા થશે પરંતુ ધીરે ધીરે દિવસ રાહત આપનાર સાબિત થશે. કોઈને આજે ઉધાર આપવો નહીં. જો શક્ય હોય તો દાન કરવું.

વૃશ્ચિક

ધ ટાવર કાર્ડ દર્શાવે છે કે અંગત જીવનમાં તમારી મદદ કોઈ કરશે. જૂના સંબંધોની યાદ તાજી થશે. પોતાની જાતને આજની પરિસ્થિતિમાં ઢાળી લો અને જીવનના ફેરફારને સ્વાીકારી આગળ વધો. તમારા માટે આ ઉત્તમ માર્ગ છે. ધન લાભની તક દેખાઈ રહી છે. ઘરમાં ખુશીઓનું આગમન થશે.

ધન

ફોર ઓફ કોઈન્સ કાર્ડ તમારી ઉર્જામાં વધારો સુચવે છે. તમે ઉચિત દિશામાં યોગ્ય પ્રયત્ન કરી રહ્યા છો. સફળતા જરૂર મળશે. ગમતા કામ કરવામાં સમય પસાર થશે. સ્વાસ્થ્ય પણ લાભ દેશે. કામમાં ફોકસ વધશે અને ગણવત્તા સુધરશે.

મકર

પરિસ્થિતિ ગમે તેવી પ્રતિકૂળ હોય મહેનત અને વિશ્વાસ રાખી આગળ વધો. જીવનમાં આગળ વધશો તો નવી તક મળશે. એક જગ્યાએ અટકી જવાથી જીવન અટકી જતું નથી. પોતાના પર વિશ્વાસ રાખો. આત્મવિશ્વાસ વધે તેવી પ્રવૃત્તિ કરો.

કુંભ

ધ મેજીશીયન કાર્ડ કહે છે આજે દિવસ એક પછી એક સરપ્રાઈઝ આપશે. જીવનમાં નવો રસ્તો અને લક્ષ્મ મળશે. કોઈના માર્ગદર્શનથી આગળ વધવું લાભકારી સાબિત થશે. પોતાની ફરજોને નિભાવો અને અસંતોષની ભાવનાને મનમાંથી દૂર કરો.

મીન

આજે ધ વર્લ્ડ કાર્ડ તમારી ઝોળીમાં આળસ લાવ્યું છે. ઊર્જાની કમી હશે અને મનમાં ઉદાસી છવાય તેવી સ્થિતિ સર્જાશે. પરંતુ મનને ગમતી પ્રવૃતિમાં વાળો અને વિચારો કે પરિવર્તન જીવનનો નિયમ છે. કોઈ વસ્તુ સ્થાયી નથી રહેતી. આ સમય પણ પસાર થઈ જશે. ઈષ્ટદેવની આરાધના કરવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ