હનુમાન જ્યંતી પર 17 વર્ષ બાદ સર્જાયેલા આ યોગમાં ઘરે બેસીને કરો આ કામ, મળશે શુભ ફળ

હનુમાન જયંતીને દિવસે આવ્યો દુર્લભ યોગ:- હનુમાનજીના જન્મ સમયે વર્ષો પહેલા મંગળ ઉચ્ચ રાશિમાં હતો, ૧૭ વર્ષ બાદ આજે આ યોગ સર્જાયો છે

image source

૨૮ વર્ષ પહેલાં પણ હનુમાન જયંતીને દિવસે શનિ ગ્રહ મકર રાશિમાં હતો, આજે દીવો કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ.

આજે બુધવાર, ૮ એપ્રિલે ચૈત્ર મહિનાની પૂનમ અને હનુમાન જયંતી બંને સાથે છે. ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાની પૂનમએ મંગળવારે સવારે હનુમાનજીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કેસરીનંદન અને માતાનું નામ અંજનીમાતા હતું. ઉજ્જૈનના જ્યોતિષ આચાર્ય પંડિત મનીષ શર્મા પ્રમાણે તે સમયે મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં હતો. ૨૦૨૦માં ઘણાં વર્ષો પછી આજે આ જ યોગ બન્યો છે. બુધવાર સવારે સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. આ યોગમાં કરવામાં આવતાં પૂજા-પાઠ જલ્દી જ સફળ થાય છે.

image source

આ યોગ 17 વર્ષ બાદ બન્યોઃ-

મંગળના ઉચ્ચ રાશિમાં રહેતાં હનુમાન જયંતીનો આ યોગ ૧૭ વર્ષ બાદ બન્યો છે. આ પહેલાં ૧૬ એપ્રિલ ૨૦૦૩માં ઉચ્ચ મંગળ સાથે હનુમાન જયંતી ઉજવવામાં આવી હતી. ગયા વર્ષે હનુમાન જયંતીએ ગુરૂ અને શનિની યુતિ ધન રાશિમાં હતી, પરંતુ આ વર્ષે મકર રાશિમાં ગુરૂ, શનિ સાથે મંગળ પણ સ્થિત જોવા મળ્યો છે.

૨૮ વર્ષ બાદ મકર રાશિમાં શનિ અને હનુમાન જયંતીઃ-

image source

આજે શનિ આ સમયે મકર રાશિમાં સ્થિત છે. ૨૮ વર્ષ પહેલાં ૧૭ એપ્રિલ ૧૯૯૨ના રોજ હનુમાન જયંતીએ શનિ મકર રાશિમાં હતો. પંડિત શર્મા પ્રમાણે મંગળ તથા શનિ બંને જ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહોના દોષ જેને પણ હોય તે હનુમાનજીની પૂજાથી દૂર થઇ શકે છે. એટલા માટે, આ ગ્રહોના યોગમાં હનુમાન જયંતી ખૂબ જ શુભફળ આપનારી માનવામાં આવે છે.

૮૫૪ વર્ષ બાદ મકર રાશિમાં મંગળ, ગુરૂ અને શનિનો યોગ એકસાથે:-

image source

આ વર્ષે એક અન્ય દુર્લભ યોગ બન્યો છે. આ સમયે મંગળ, ગુરૂ અને શનિ આ ત્રણેય ગ્રહ એકસાથે મકર રાશિમાં સ્થિત છે. ૨૦૨૦ થી ૮૫૪ વર્ષ પહેલાં આ ત્રણેય ગ્રહો એકસાથે મકર રાશિમાં સ્થિત હતાં. ૨૪ એપ્રિલ ૧૧૬૬માં આવો યોગ બન્યો હતો.

હનુમાન જયંતી પર આ શુભ કામ કરોઃ-

હનુમાનજીના જન્મોત્સવ પર ઘરે બેઠા જ પૂજા કરો. આ સમયે કોરોનાવાઇરસના કારણે બધા જ મંદિર બંધ છે. આવી પરિસ્થિતિમાં ઘરમાં જ રહીને હનુમાનજીની પૂજા કરો. દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.

image source

પૂજાના મુહૂર્તઃ-

સવારે 06.05 થી 09.20 સુધી

સવારે 10.50 થી બપોરે 12.25 સુધી

સાંજે 05.10 થી 06.45 સુધી

હનુમાન જયંતી વ્રત અને પૂજાનું મહત્ત્વઃ-

image source

હનુમાન જયંતીએ વ્રત અને પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ અને દુઃખ દૂર થવા લાગે છે. કળિયુગમાં હનુમાનજીની પૂજા દેવતા સ્વરૂપે કરવામાં આવે છે. તેમની પૂજાનું ફળ જલ્દી જ મળે છે. તેમની પૂજા અને વ્રત કરવાથી શારીરિક અને માનસિક પરેશાનીઓ જ નહીં, આર્થિક પરેશાની પણ દૂર થઇ શકે છે. હનુમાનજીની પૂજાથી કાનૂની મામલાઓમાં વિજય પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી દેવું પણ ઉતરી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ