આ વાત જાણીને વિદ્યાર્થી ઉપર હસવું કે શું કરવું? તેનાં માટે આખી સ્ટોરી વાંચો

અહિયાં પિતા અને પુત્રની સાથે થયેલ ગડબડની વાત રહી છે. આખી વાત જાણ્યા પછી તમારે આ ઘટના ઉપર હસવું કે પછી મૂરખામી ગણવી એ તમારે જ ડિસાઈડ કરવાનું રહેશે. તો વિગતવાર જાણો આ ફાધર અને સનનાં ગોટાળા વિશે….

કેવી રીતે પિતા અને પુત્ર એ કોલેજનાં અડ્મિશન લેટર વાંચીને ભૂલ થઈ એ તો ખ્યાલ નથી પણ આ મિસ્અન્ડર્સ્ટેન્ડિંગનાં  કારણે બંને ફાધર અને સન ખરેખર જે કોલેજમાં પહોંચવાનું હતું તેનાં બદલે તેઓ આશરે  ૧૦૦૦ કિલોમીટર રોડ ટ્રીપ કરીને ખોટા અડ્રેસ પર પહોંચી ગયા. ત્યાર બાદ જે કંઈ પણ થયું એ જાણવા જેવું છે તો વાંચતા રહો આગળ…..

17 વર્ષનો આ વિદ્યાર્થી દાનીયાલ ખાન છે, જે આ વર્ષે હાઈ સ્કૂલમાં ગ્રેજ્યુએટ થયો હતો અને મોટાભાગનાં હાઇસ્કૂલના ગ્રેજ્યુએટ્સ કોલેજોમાં ઍડમિશન માટે અપ્લાઇ કરતાં હોય છે એમ દાનીયાલ એ પણ કર્યું હતું.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં તેનું અડ્મિશન નક્કી હતું.  દાનીયાલનાં  આ  પ્રોવિઝન લેટરમાં જોઈ શકો છે કે તેને એન.આઈ.ટી. શાખા જે “એ. પ્રદેશ” માં સ્થિત છે તેમાં તેની અરજી સ્વીકારવામાં આવી છે.

કોલેજ શરુ થવાનાં અમુક દિવસો પહેલાં દાનીયાલ અને તેના પિતાએ નક્કી કર્યું કે તેઓ રોડ ટ્રીપ કરીને કૅમ્પસ  જશે. આ ટ્રીપ દાનીયાલ માટે એક ફૅરવેલ હશે જેમાં તેનાં ફ્રેન્ડસ પણ સાથે હશે. આ જર્નીમાં તેમને આશરે ૧૦૦૦ કિલોમીટર ડ્રાઈવ કરીને જવું પડશે.  NIT આંધ્રપ્રદેશનાં કૅમ્પસ સુધી પહોંચવા તેમને મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને અન્ય શહેરોથી પસાર થઈને જવું પડશે.

તેમણે જ્યારે ગલત કોલેજમાં પગ મૂક્યો ત્યારે તેઓને ખબર પડી કે તેઓ ભૂલથી ખોટા અડ્રેસ પર પહોંચ્યાં છે, જેનાથી દાનીયાલનાં ભવિષ્યને જોખમ થઈ શકે છે. અંતે આખી વાર્તા રજ્યોનાં નામોને કારણે સર્જાઈ છે. અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશ આ બંનેનાં શોર્ટ ફોર્મ તરીકે એ.પી યૂઝ થાય છે , જેનાં કારણે ઘણાં બધા લોકો ગૂંચવાઈ જતા હોય છે. આવું જ કઈક દાનીયાલ સાથે પણ થયું હતું. તેને અસલમાં અડ્મિશન અરુણાચલ પ્રદેશમાં આવેલ એનઆઈટીમાં મળ્યું હતું અને તેઓ મિસ્ટેકથી આંધ્રા પ્રદેશ પહોંચી ગયાં હતાં.

 

આ અંગે દાનીયાલે જણાવ્યું કે  “જ્યારે કોલેજનાં ક્લરર્કે અમને કહ્યું હતું કે લેટરમાં એ. પ્રદેશ એટલે  તે અરુણાચલ પ્રદેશ છે, ત્યારે પપ્પા અને હું  એકબીજાને જોતા જ રહી ગયા અને હું પોતાની હસી રોકિ શક્યો ન હતો. ”

મને ટેન્શનનાં કારણે પરસેવો છૂટી રહ્યો હતો, કારણ કે મને ખબર હતી કે પપ્પા મારા કૅરલેસ બિહેવ્યરથી કંટાળીને ગુસ્સો કરી શકે છે.” પછી મેં તેમને સમજાવ્યું હતું કે હું આ અંગે કશું જ જાણતો નહોતો.

“હેક, અમે મહારાષ્ટ્રનાં છીએ, જ્યારે કોઈ ‘એપી’ કહે છે અથવા ‘એ. પ્રદેશ’ વાંચે છે ત્યારે આપણી પહેલી ધારણા હંમેશાં આંધ્ર પ્રદેશની હોય છે. મેં ‘એનઆઇટી- એપી સર્ચ કર્યું ત્યારે એનઆઈટીની સાઈટ રીફર કરી અને જે ગોટાળો થયો તે સમજાયો.

દનીયાલે જ્યારે પોતાની આખી સ્ટોરી સોશીયલ મીડિયામાં શેર કરી ત્યારે લોકો તેને દિલાસો આપતાં સાચાં અડ્રેસ દર્શાવતો મેપ મોકલી રહ્યાં હતાં.

એક વાત તો સ્પષ્ટ હતી કે કોલેજમાં રીપોર્ટીંગ જો ડેડ લાઈન પહેલાં ન કરીયે તો મુશ્કેલી પડી શકે છે. ત્યારે તેને એનઆઈટી-એપીનાં કોર્ડિનેટર સાથે  આખી ઘટના જણાવી જે ખરેખર એક મિસ્ટેક હતી, કારણ કે અન્ય લોકો તો આવું કઈ બન્યું છે તેનાં પર વિશ્વાસ જ કરત.

આખી  ઘટના બાદ  મારા પિતા અરુણાચલ પ્રદેશ માટે ફ્લાઇટ્સ જોઈ રહ્યાં  હતાં, પરંતુ અમે આ પ્લેન કેન્સલ કર્યો અને લગભગ ત્રણ કલાક પછી ઘરે પાછા જઇને સમગ્ર પરિસ્થિતિને યાદ કરીને જોર જોરથી હસવાં લાગ્યાં.”

તેણે આગળ જણાવ્યું હતું કે એનઆઇટી જોઈન કરવું એ એક બેકઅપ પ્લાન હતો. હવે તે  માત્ર તેનાં મહત્વનાં પ્લાન પર આગળ વધીને નવેમ્બરમાં ફોરેન યુનિવર્સિટીમાં અરજી કરશે. જો જો ક્યાંક તમે પણ આવી ભૂલ ન કરી બેસતા, નહીંતર ખરાબ પરિણામ ભોગવવો પડશે.

આ વાર્તાનું શીર્ષક એટલું જ નીકળ્યું કે મહેરબાની કરીને કોઈ પણ દસ્તાવેજો કે લેટર અનુસરતા કે અપનાવતા પહેલાં તેને ધ્યાનથી વાંચવા.

 

તમને આ વાત સમજાઈ હોય તો આગળ ફોરવર્ડ જરુર કરજો….

https://www.buzzfeed.com/sahilrizwan/baap-of-all-tifus?utm_term=.ftV6K46v#.msm8kv8R