અમૂક સમય પહેલા સુધી માતા-પિતા દ્વારા બાળકને નાનપણથી જ અભ્યાસ સારી રીતે પૂરા કરવા ઉપર ભાર આપવામાં આવતો હતો. રૅર કેસમાં જ એવું જોવા મળતું હતું કે પેરેન્ટ્સ બાળકોને શિક્ષણ સિવાય તેમની મન-ગમતી પ્રવૃત્તિ ઉપર વધારે ફોકસ કરતા હતાં. પણ સમય બદલાયો અને લોકોની વિચાર શરણી પણ બદલાઈ. અત્યારનાં પેરેન્ટ્સ સ્ટડીઝની સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવીટી ઉપર પણ ધ્યાન આપતા હોય છે. જેથી બાળકો પોતાનું ફ્યુચર અન્ય કોઈ પ્રોફેશનમાં બનાવી શકે છે.

કહેવાય છે કે વ્યક્તિની પ્રતિભા ક્યારેય કોઈના પર આધારિત નથી હોતી તે અંદરથી જ નીખરીને આવે છે. આપણા બોલિવુડ સ્ટાર્સ જેમણે પોતાનું ભણતર પણ પૂર્ણ નથી કર્યું અને આજે તેઓ બોલિવુડની સાથે ઘણા બધા લોકોનાં મન ઉપર પણ રાજ કરી રહ્યાં છે. મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન કોલેજનાં દિવસોમાં ક્યારેય ભણવામાં ઇન્ટરેસ્ટેડ ન હતો.

પરંતુ આજે તેને અને તેના એક્ટિંગનાં કરને ચાહકોનો તે ફેવરિટ છે, કારણ કે તેણે પોતાનાં શોખને પૂરો કરવા પાછળ અત્યંત મહેનત કરી અને તેમાં તે સકસેસ પણ રહ્યો. આ જ રીતે ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચિન તેન્દુલકરે પણ પોતાનો અભ્યાસ પૂર્ણ નથી કર્યો. ૧૧ વર્ષની ઉંમરથી જ તેઓ પોતાના શોખને કારણે ન્યૂ રેકોર્ડ્સ બનાવીને દુનિયા જીતી લીધી હતી.
આ પ્રકારનાં અસંખ્ય ઉદાહરણો આપણા દેશમાં છે જેનાથી ન જાણે કેટલાં લોકો ઇન્સ્પાયર્ થયા હશે. આવી ઇનસ્પિરેશનલ સ્ટોરી અસંખ્ય છે જેની લોકોને જાણ છે, પરંતુ અમૂક એવી સ્ટોરી પણ છે જેની લોકોને જાણ નહીં હોય.

તો આજે તમને અમે આવી જ એક વ્યક્તિ વિશે જનાવીએ છીએ જેમણે પોતાનાં શોખને આગળ વધારીને તેનાથી તૈયાર કરેલા નમૂનાથી લોકોને શૉક કરી દીધા છે. તમને જે વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમનું નામ છે મોહમ્મદ સહુલ હમીદ અને તેમણે ૫ માં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. હમીદ હાલમાં ૬૫ વર્ષનાં છે અને તેઓ તામીલનાડુનાં પોતાનાં ગામ મેલાપુદુક્કકુદીમાં રહે છે.

પરંતુ આમણે પોતની પ્રતિભાથી એવું કાર્ય કરી બતાવ્યું છે જેનાથી તેઓ ખૂબ જ ફેમસ થયા છે. તેમણે એક એવા ઘરનું કંસ્ટ્રક્શન કર્યું છે જે પોતાની જગ્યાએ ફરી શકે છે અને એટલું જ નહીં આ બિલ્ડીંગને તમારી રીતે ફેરવી પણ શકાય છે. આવો તો થોડી ડિટેલમાં જાણીએ આ વ્યક્તિ અને તેમણે બનાવેલી બિલ્ડીંગ વિશે.

૫ માં ધોરણ સુધી ભણેલા મોહમ્મદ સહુલ હમીદનાં પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે વધારે તેઓ ભણી શક્યા ન હતાં. અભ્યાસને અધૂરુ મૂકીને હમીદ પૈસા કમાવવા માટે અન્ય કામ કરવા લાગ્યો. અમૂક સમય પછી હમીદએ મજુરીનું કામ કરવાનું શરુ કર્યું અને તેમને ઘર બાંધવાનાં કામમાં ઈન્ટ્રસ્ટ પડવા લાગ્યો. આ દરમિયાન તેણે કંસ્ટ્રક્શનનું કામ શીખી લીધું. જેમાં આગળ ડિટેઈલમાં શીખવા માટે તે ફોરેન ગયા અને ત્યાં આશરે ૨૦ વર્ષ સુધી કામ શીખ્યું તથા ન્યૂ ટેક્નોલોજી વિશે નૉલેજ લીધું.
દેશ પાછા આવ્યા બાદ હમીદએ પોતાના ટેલેન્ટથી એક એવું ઘર બનાવવાનો ડિસીઝન લીધો અને પછી શું તેઓ લાગી ગયા એક ન્ય્ર કોન્સેપ્ટનું ઘર તૈયાર કરવામાં અને તેમણે પોતાના ટેલેન્ટથી એક મુવિંગ હાઉસ તૈયાર કરી દીધું.

હમીદે બનાવેલા મુવિંગ હાઉસમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ૩ અને ફર્સ્ટ ફ્લોર ઉપર ૨ બેડરુમ છે. આ સિવાય ફસ્ટ ફ્લોરને આયરન રોલરની હેલ્પથી કોઈ બીજી દિશામાં પણ ફેરવી શકાય છે. ઘર વિશે જણાવતાં હમીદ કહે છે કે ‘મારે ક્ંઈક અલગ કરવું હતું, તેથી મેં આ મુવિંગ હાઉસ બનાવ્યું અને બધાને ખોટા સાબિત કર્યા. મુવિંગ હાઉસનાં કંસ્ટ્રક્શનથી અટ્રેક્ટ થઈને રાજ્યનાં અલગ અલગ જગ્યાઓથી એન્જીનીયરો આ ઘરને જોવા આવે છે.’
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ