આ ગામમાં જતા પહેલા સો વાર વિચારજો: જે લોકો અહિં ચાલતા જાય છે એ અચાનક જ સૂઇ જાય છે રસ્તા પર, પછી ઉઠવાનું નથી હોતું કોઇ નક્કી

આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ કે, કેટલીક વ્યક્તિઓ બેઠા બેઠા જ સુઈ જાય છે પણ શું આપે ક્યારેય એવી વ્યક્તિઓ વિષે સાંભળ્યું છે જેઓ રસ્તા પર અચાનક ચાલતા ચાલતા સુઈ ગયા હોય? નહી ને. આજે અમે આપને આ લેખમાં એક એવી જગ્યા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકો ગમે ત્યારે, ગમે તે સમયે સુઈ જાય છે. આ જગ્યા અન્ય કોઈ દેશમાં નહી પરંતુ કઝાકિસ્તાનમાં આવેલ એક નાનું ગામ છે જેનું નામ કાલાચી છે. અહિયાં લોકો રસ્તા પર જતા આવતા સુઈ જાય છે.

લોકોની આવી પરિસ્થિતિ થવા પાછળ એક રહસ્યમય રોગ છે.

image source

હકીકતમાં કઝાકિસ્તાનમાં એક નાનું ગામ આવેલ છે કાલાચી, અહિયાં રહેતા ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી એક જુદા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા એવી છે કે, અહિયાં લોકો મુસાફરી કરતા સમયે ગમે ત્યારે સુઈ જતા હોય છે.

સારું છે, વ્યક્તિના સુઈ જવામાં કોઈ સમસ્યા નથી પણ ખરી સમસ્યા તો ત્યારે ઉભી થાય છે જયારે તેઓ એકવાર સુઈ ગયા બાદ તેઓ ફરીથી ક્યારે ઉઠશે તે જાણવાનો પણ કોઈ માર્ગ છે નહી. એવું કહેવાય રહ્યું છે કે, ઘણીવાર આ લોકો અઠવાડિયા સુધી કે તેના કરતા પણ વધારે સમય સુધી સુતા રહે છે અહિયાં સુધી કે એવું લાગવા માંડે છે કે, તેઓ મૃત્યુ પામ્યા હોય, પરંતુ ત્યાર બાદ એક દિવસ અચાનક આ લોકો ઉભા થઈ જાય છે.

વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં પડી ગયા.

image source

આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિકો પણ ગામના લોકોની આ સમસ્યા વિષે જાણ્યા બાદ ચિંતિત થયા છે કે, આ તે કેવી સમસ્યા છે? આવી રીતે સમયે સમયે ઊંઘની સમસ્યા પાછળ વૈજ્ઞાનિકોએ પણ વિસ્તૃત સંશોધન કરવામાં આવ્યું છે, આ સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે, આ ગામમાં અંદાજીત ૮૧૦ નાગરિકોની વસ્તી ધરાવે છે જેમાંથી આ ગામના ૨૦૦ લોકો આ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ સંશોધન સમયે એવું પણ જાણવા મળ્યું છે કે, અહિયાં ઊંઘની સ્થિતિમાં જ કેટલાક ગ્રામજનોના મૃત્યુ પણ થઈ ગયા છે.

વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ એવું તારણ બહાર આવ્યું છે કે, આ ગામના વિસ્તારમાં કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોકાર્બનના સ્તર સામાન્ય સ્તર કરતા ખુબ જ વધારે હોય છે જેના લીધે અહિયાં રહેતા લોકોને જરૂરિયાતના પ્રમાણમાં ઓક્સિજન મળી શકતો નથી અને લોકો અહિયાં આવીને રહસ્યમય રીતે ઊંઘનો શિકાર બની જાય છે. પણ ત્યારે પ્રશ્ન એ થાય છે કે, જો આ રહસ્યમય ઊંઘ પાછળ ત્યાનું વાતાવરણ છે તો પછી આ વાતાવરણ કાલાચી ગામના તમામ ગ્રામજનોને અસર નહી કરવાને બદલે ફક્ત કેટલાક વ્યક્તિઓ જ આ રહસ્યમય ઊંઘની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.

આ કારણ બહાર આવ્યું છે.

image source

આ ગામના કેટલાક લોકોની આવી પરિસ્થિતિ અંગે આ પહેલું કારણ માન્ય ના કરી શકાય ત્યાર બાદ વૈજ્ઞાનિકો દ્વારા ફરીથી અહિયાં સંશોધન કરવામાં આવ્યું અને એવા તારણ પર આવ્યા છે કે, આ વિસ્તારમાં બંધ યુરેનિયમ ખાણો માંથી સતત કાર્બન મોનોક્સાઈડ વધારે પ્રમાણમાં બહાર આવીને વાતાવરણમાં ભળી રહ્યો છે આ કાર્બન મોનોક્સાઈડ આવા પ્રકારની સમસ્યા ઉભી કરે છે. તેમ છતાં પ્રશ્ન હજી પણ ત્યાનો ત્યાં જ છે કેમ કે, આવું વાતાવરણ અન્ય ગ્રામજનોને અસર નથી કરી રહ્યું.

કાલાચી ગામમાં આ પ્રકારની સમસ્યા છેલ્લા ૮ વર્ષથી ગ્રામજનોને હેરાન કરી રહી છે ત્યારે કઝાકિસ્તાન દેશના વૈજ્ઞાનિકો પણ નવાઈ પામ્યા છે. આવી પરિસ્થિતિમાં એના માટે કોઈ યોગ્ય કારણ અને સમાધાન નહી મળવાના કારણે સરકાર દ્વારા અત્યારે કાલાચી ગામના લોકોને અન્ય સ્થાને રહેવા માટેની વ્યવસ્થા કરી રહી છે.

image source

એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાલાચી ગામના લોકો આ ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જેના કારણે અહિયાં રહેતા ગ્રામજનો ગમે ત્યારે અને ગમે ત્યાં સુઈ જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, અહિયાં લોકો એકવાર સુઈ ગયા બાદ એ નથી જાણી શકાતું કે જો તેઓ સુઈ જશે તો તેઓ ફરીથી ક્યારે જાગશે કે પછી ક્યારેય નહી જાગે?

કઝાકિસ્તાન દેશના કાલાચી ગામની કુલ વસ્તી ૮૧૦ વ્યક્તિઓની છે, એમાંથી ૨૦૦ જેટલા ગ્રામજનો રહસ્યમય ઊંઘની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ રહસ્યમય ઊંઘની હદ તો ત્યારે થઈ ગઈ જયારે ગામમાં સુતા સમયે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. વૈજ્ઞાનિકો દ્વારા કાલાચી ગામનો અભ્યાસ કર્યા બાદ એવું જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોકાર્બનનું સ્તર સામાન્ય કરતા ખુબ જ વધારે છે.

image source

જેના કારણે અહિયાં રહેતા લોકોને જરૂરિયાતના પ્રમાણમાં ઓક્સિજન મળી શકતો નથી, પણ વૈજ્ઞાનિકોએ આ દાવાને નકારી દેવામાં આવ્યો છે જેના લીધે આમ થાય છે તો ગામના તમામ વ્યક્તિઓને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ કાલાચી ગામના કેટલાક ગ્રામજનોને જ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી અનોખી વાત એ પણ છે કે, અહિયાં પણ ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો હજી સુધી પણ આવી રીતે સુઈ જવાનું કોઈ ચોક્કસ કારણ આપી શક્યા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong