પીળા પડી ગયેલા દાંતને ચમકાવવા રસોડામાં પડેલી આ વસ્તુઓનો કરો ઉપયોગ, થઇ જશે મોતી જેવા

દરેકને સફેદ અને ચમકદાર દાંત જ પસંદ હોય છે. જ્યારે આપણે કોઈને હસતા જોતા હોઈએ છીએ, ત્યારે સૌ પ્રથમ આપણી નજર સામેની વ્યક્તિના દાંત પર જ હોય છે. જો આપણા દાંત પીળા છે તો આપણને બધા વચ્ચે ખુબ જ શરમ આવે છે. હસતા અથવા બોલતા સમયે, વ્યક્તિની નજર પહેલા દાંત તરફ જાય છે. આ પીળા દાંત ચહેરાની આખી સુંદરતા બગાડે છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે દાંત પીળા થવાનાં ઘણાં કારણો છે, જેમ કે ધૂમ્રપાન, દાંત સાફ કરવા માટેના ઉત્પાદનોની ખોટી પસંદગી, આનુવંશિક અથવા સ્વાસ્થ્યપ્રદ આહાર. એવા ઘણાં કારણો છે જેથી ધીરે-ધીરે દાંત પીળા થવા લાગે છે. ચા,કોફી અને સોફ્ટ ડ્રિંક્સનું વધુ પડતું સેવન કરવાથી દાંત પીળા થઈ જાય છે.

image source

વિટામિન ડીની ઉણપના કારણે પણ દાંત પીળા થવાની સમસ્યા થાય છે. દંત ચિકિત્સકની સલાહ લઈને તમે પણ તમારા દાંત ચોખ્ખા કરી શકો છો પરંતુ તે તમારા માટે ખુબ ખર્ચાળ થઈ શકે છે. દાંત સફેદ કરવા માટે આપણે ઘણી વાર પૈસા ખર્ચ કરીએ છીએ. આ માટે, કોસ્મેટિક ઉપાય કરાવવામાં આવે છે જે ખૂબ જ ખર્ચાળ હોય છે. પરંતુ દાંતની પીળાશથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો, જેનાથી પૈસા ખર્ચ કર્યા વગર તમારા દાંત સફેદ અને ચમકદાર થઈ શકે છે. તો ચાલો જાણીએ આ ઘરેલુ ઉપાયો વિશે.

મીઠું અને સરસવનું તેલ

image source

મીઠું અને સરસવના તેલથી દાંતની પીળાશ દૂર થઈ શકે છે. આ માટે અઠવાડિયામાં એકવાર મીઠું અને સરસવના તેલથી તમારા દાંત સાફ કરો. આ માટે એક નાની ચમચીમાં બે ટીપાં સરસવનું તેલ અને થોડું મીઠું મિક્સ કરો અને આ મિક્ષણથી તમારા દાંતમાં હળવાશથી માલિશ કરો. આ ઉપાય અપનાવવાથી તમારા દાંતની પીળાશ થોડા સમયમાં જ દૂર થશે.

બેકિંગ સોડા

image source

બેકિંગ સોડા ઘણા ઘરના કામો માટે વપરાય છે. પરંતુ શું તમે જાણો છો કે બેકિંગ સોદાથી દાંતની પીળાશ પણ દૂર થઈ શકે છે. અઠવાડિયામાં એક કે બે વાર બ્રશ પર કોલગેટ સાથે ચપટી બેકિંગ સોડા રાખો અને પછી બ્રશ કરો. આ રીતે દાંતનો પીળો સ્તર સાફ કરી શકાય છે.

લીંબુ

image source

લીંબુનો ઉપયોગ સ્વાસ્થ્ય સુધારવા માટે જ નહીં પરંતુ દાંતની સુંદરતા વધારવા માટે પણ થાય છે. આ માટે જમ્યા પછી લીંબુની છાલથી દાંતને ઘસવું. તમે આ પદ્ધતિ અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરી શકો છો. ધ્યાનમાં રાખો કે છાલને દાંત પર જ ઘસવું, પેઢાની વચ્ચે નહીં કારણ કે તેનાથી દાંત ખાટા થઈ જશે અને તમને જમવામાં તકલીફ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત