જો તમે આ 5 ટિપ્સ ફોલો કરશો તો ક્યારે નહિં પડે પૈસાની તકલીફ

ઘરને સજાવવા માટે આમ તો બજારમાં જાતજાતની વસ્તુઓ મળતી હોય છે. લોકો સજાવવા માટે રિયલ-આર્ટિફિશિયલ ફૂલ-છોડ, પેઇન્ટિંગ્સ જેવી અનેક વસ્તુઓ વાપરતાં હોય છે. ગૃહ સજાવટ કરતી વખતે સુંદરતાની સાથે જ વાસ્તુનો ખ્યાલ રાખવામાં આવે તો ઘરની સુંદરતા વધવાની સાથે જ સુખ-સમૃદ્ધિ પણ વધે છે. વાસ્તુ શાસ્ત્રમાં સુખ-શાંતિ અને ખુશી માટે અનેક ઉપાયો જણાવાયા છે. નવું વર્ષ શરૂ થવામાં હવે થોડા જ દિવસ બાકી છે ત્યારે દરેક લોકોને 2021ની રાહ છે. નવા વર્ષને ખાસ બનાવવા માટે લોકોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકોએ ઘરને સજાવી દીધુ છે પરંતુ જો તમે ઘર ડેકોરેટ કરવાનું પ્લાન કરી રહ્યાં હોવ તો વાસ્તુ શાસ્ત્રનું ખાસ ધ્યાન રાખશો.

વાસ્તુ ટીપ્સ:-

image source

1. મહેમાનો સાથે મધુર સંબંધો માટે ઉત્તર કે પશ્ચિમ દિશામાં સ્થાન બનાવવું જોઈએ.

2. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૈસાની બચત થાયતે માટે ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં વાદળી રંગને બદલે ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઇએ

3. ઘરમાં છોડને રોજે પાણી પાવું જોઈએ અને કોઈ છોડ સુકાય તો એેને તરત જ કાઢી નાંખો.

4. પાર્કિંગ માટે ઉત્તર-પશ્ચિમ દિશાનું સ્થાન પસંદ કરવું જોઈએ.

5. કદી પણ દક્ષિણ દિશા તરફ પગ કરીને ન સુવું જોઈએ. આમ કરવાથી બેચેની અને ગભરામણ થાય છે.

6. માન્યતા છે કે બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ. આ સિવાય સૂતી વખતે અરિસાને ઢાંકી દેવો જોઈએ.

7. પૂજાના રૂમમાં નિયમિત પૂજા કરવી જોઈએ. મંદિર ક્યારેય દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ,

8. ઘરમાં ઉત્તર દિશા, પૂર્વ દિશા અને વાયવ્ય દિશામાં સામાન મુકવો શુભ હોય છે.

9. ઘરમાં અગ્નિથી સંબંધિત ઉપકરણો દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા જોઈએ.

10. ઘરમાં કાંટેદાર છોડ ન લગાવવા જોઈએ. આનાથી ઘરમાં પૈસાની હાનિ થઇ શકે છે.

આ કલરથી રંગાવો ઘર

image source

નવા વર્ષનું સ્વાગત કરવા માટે સૌથી પહેલા પોતાના ઘરની સફાઇ કરો. ઘરની સફાઇ કરતી વખતે કિનારો અને ખૂણાને સરખી રીતે સાફ કરો. જો તમે ઘણા સમયથી કલર નથી કરાવ્યો તો દિવાલોને પેઇન્ટ કરાવજાવો. વાસ્તુ અનુસાર બ્રાઇટ કલર કરાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે.

મેઇનગેટને આ રીતે સજાવો

image source

નવા વર્ષના સ્વાગત માટે મેઇન ગેટને સારી રીતે સજાવવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મેઇન ગેટ સામે ખાડો કે ગંદકી હોવી અશુભ માનવામાં આવે છે. ક્યારેય ઘરના મેઇનગેટ પર ડસ્ટબિન ન રાખવી જોઇએ.

બંધ પડેલી ઘડિયાળ

image source

જો તમારા ઘરમાં કોઇ ઘડિયાળ બંધ છે તો તેને ઠીક કરાવી લેવી જોઇએ અથવા તો તેનો નિકાલ કરી દેવો જોઇએ. સાથે જ ટૂટેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ કાઢી દેવી જોઇએ.

લીલોતરી

image source

ઘરની સાજ સજાવટમાં લીલોતરીનો ઘરમાં વધારો કરો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

ટૂટેલા વાસણોનો કરો નિકાલ

image source

નવા વર્ષમાં ટૂટેલા વાસણોનો નિકાલ કરી દેવો જોઇએ, રસોડામાં ટૂટેલા વાસણો રાખવાથી ઘરમાં બરકત નથી આવતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ