યે રિશ્તા..ના ફેન્સ માટે અગત્યના સમાચાર, જલદી વાંચી લો તમે પણ

લોકપ્રિય અને જાણીતી એવી ટીવી સિરિયલ ‘યે રિસ્તા ક્યા કહેલાતા હૈ’: હવે કાર્તિકની સામે લવ-કુશની સંપૂર્ણ વાસ્તવિકતા આવશે. કાર્તિકને એ વાતનો ખ્યાલ આવી જશે કે, નાયરા બિલકુલ સાચી હતી. ટેલિચક્કર મુજબ માનીએ તો, હવે કાર્તિક સામે લવ-કુશની સંપૂર્ણ વાસ્તવિકતા આવી જશે.

image source

લોકપ્રિય અને જાણીતી સ્ટાર ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ઘણા સમયથી દર્શકોના દિલ પર એકધારું રાજ કરી રહી છે. ટીઆરપીના દૃષ્ટિકોણથી પણ આ ટીવી સિરિયલ હિટ છે. તાજેતરમાં જ, સમગ્ર ગોએન્કા પરિવાર નાયરા સામે આવી ઉભું રહ્યું છે. હકીકતમાં એવું બન્યું છે કે, લવ-કુશની સત્ય હકીકત જાણ્યા બાદ, સમગ્ર ગોએન્કા પરિવાર નાયરાની વિરુદ્ધમાં તેની સામે ઉતર્યું છે.

કાર્તિકની સામે લવ-કુશના સંબંધને લઈને થયો એક ખુલાસો?

image source

ઠીક છે, હવે કાર્તિકને ટૂંક સમયમાં જ ખ્યાલ આવી જશે કે નાયરા બિલકુલ સાચી હતી. ટેલિચક્કર મુજબ માનીએ તો, હવે કાર્તિકની સામે લવ-કુશની સંપૂર્ણ વાસ્તવિકતા આવી જશે. કાર્તિક આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશે કે લવ-કુશે કાયરવને એટલી હદે બગાડી દીધો છે કે, તે તેના સ્ટાફનું માથું જ ફોડી નાખશે. આ ઘટના પછી કાર્તિક સ્તબ્ધ થઈ જશે અને તેમને ખાતરી થઈ જશે કે, હવે ખરેખર કાયરવ અમારા કહ્યામાં નથી રહ્યો તે હવે હાથમાંથી નીકળી ગયો છે.

કાર્તિક હવે લવ-કુશને તેમણે જે કર્યું એ બદલ સજા આપવાનો નિર્ણય લે છે. તાજેતરમાં જ ગોએન્કા પરિવારમાં એક હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યું હતું. કુશે પોલીસથી બચવા માટે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. આ દરમિયાન જ પોલીસ ગોયેન્કા પરિવારના ઘરે પહોંચી ગઈ હતી. કુશના આ પ્લાનમાં લવએ પણ તેનો સાથ આપ્યો હતો

image source

કાર્તિક અને નાયરાને એ પણ હવે ખબર પડી જશે કે લવ જ એ વ્યક્તિ છે જેણે ત્રિશાનો મોબાઈલ ફોન છુપાવ્યો હતો. કાર્તિકના આ નિર્ણયથી હવે લવ-કુશ બંને ખૂબ ગભરાઈ જશે અને કાર્તિકને ખૂબ ખોટું કહેશે. હવે લવ અને કુશ બંને આ નિર્ણય માટે કાર્તિક અને નાયરાને મજા ચખાળવા માંગે છે અને એવું કરવા માટે તેઓ તેમના જીવનમાં ઘણી નાની-મોટી પરેશાનીઓ લાવવાની કોશિશ કરવા લાગી જાય છે.

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં કાર્તિકને લુવ-કુશની વાસ્તવિકતાની ખબર પડી અને તેણે વિકેટ ઉખાડી ભાઈઓને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

image source

લોકપ્રિય અને જાણીતી ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં કાર્તિકને લુવ-કુશની વાસ્તવિકતાની ખબર પડી અને તેને વિકેટ ઉખાડી ભાઈઓને માર મારવાનું શરૂ કરી દીધું હતું. લશ કુશને માર મારતો જોઈને, પરિવારના સભ્યોએ કંઇપણ કર્યું નહીં, કારણ કે લવ અને કુશે કામ જ એવું કર્યું હતું. ત્રિશાએ નાયરા અને કાર્તિકને તમામ સત્ય કહ્યું, નાયરાને પહેલેથી જ ખબર હતી કે આ કામ લવનું છે પરંતુ જ્યારે કાર્તિકને આ વિશે ખબર પડી ત્યારે તેણે હોશ ગુમાવ્યો. તેને ખૂબ ખરાબ લાગ્યું અને તેથી તેણે લુવ કુશને મારવાનું શરૂ કર્યું. લવ કુશની માતા એટલે કે કાર્તિકની કાકી કાર્તિકને રોકવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ કાર્તિક અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. લવ કુશ પણ નાયરા ભાભી પાસે ગ યા પણ નાયરાએ પણ તે મનો સાથ આપવાનો ઇનકાર કરી દીધો, ઉલટું નાયરાએ તે મને વધુ ઠપકો આપ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ