જો તમારા હાથમાં હશે બે ભાગ્ય રેખા, તો જાણી લો તમને શું થશે મોટો ફાયદો

શું તમારા હાથમાં પણ છે બે ભાગ્ય રેખા ?

image source

વ્યક્તિના હાથની રેખા તેના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ તરફ ઈશારો કરે છે. બંને હથેળી પર ભાગ્ય રેખા હોય છે જેને જોઈ અને હસ્તશાસ્ત્રના નિષ્ણાંતો વ્યક્તિના જીવનના મહત્વના મુદ્દા વિશે જણાવે છે. નોકરીમાં પ્રમોશન, કારર્કિદીમાં ઉતાર ચઢાવ જેવી સ્થિતિ વિશે પણ ભાગ્ય રેખા જાણકારી આપે છે.

હથેળીમાં શનિ પર્વત એટલે મધ્યમા આંગળીના પાસે પહોંચતી રેખા ભાગ્ય રેખા કહેવાય છે. આ રેખા હથેળીમાં જુદી-જુદી હોય છે. તમારી હથેળીમાં આ રેખા ક્યાંથી ઉત્પન થઈ અને ક્યાં પહોંચે છે તેના પરથી ભાગ્ય પ્રભાવિત થાય છે અને જાતકનું ભાગ્ય પણ. હથેળી પર બનતા કેટલાક ચિહ્ન વ્યક્તિના ભાગ્ય વિશેના રહસ્ય ખોલે છે.

image source

જેની હથેળીમાં ભાગ્ય રેખા પર અલગ અલગ નિશાન હોય તેને અચાનક ધન લાભ જેવા અનેક લાભ છે. હથેળીમાં અનેક પ્રકારના ચિહ્ન હોય છે જે દરેક અલગ અલગ ફળ કથન કરે છે. આજે આપણે એવા જ ચિહ્નો વિશે વાત કરીશું જેના વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય. આ ચિન્હો ભાગ્ય રેખા સાથે જોડાયેલા છે.

આજે જાણવાનો પ્રયત્ન કરીએ કે જો કોઈ વ્યક્તિના હાથમાં બે ભાગ્ય રેખા હોય કે ભાગ્ય રેખા આસપાસ કોઈ નિશાન હોય તો તેનો અર્થ શું થાય છે.

બે ભાગ્ય રેખા

image source

જો તમારી હથેળીમાં બે ભાગ્ય રેખા હોય અને તેમાંથી એક ચંદ્ર પર્વતથી શરુ થતી હોય અને સાથે જ તે મસ્તિષ્ક રેખાને ક્રોસ કરતી હૃદય રેખા પર પુરી થતી હોય તો નિષ્ણાંતોના મતાનુસાર વ્યક્તિ ખુબ જ ભાગ્યશાળી હોય છે.

રચનાત્મક વ્યક્તિ

image source

જે વ્યક્તિની હથેળીમાં બે ભાગ્ય રેખા હોય છે તે કળા અને શિલ્પ વગેરેની બાબતોમાં ઘણા નિપુણ હોય છે. તે પોતાના જીવનમાં ખૂબ સફળ થાય છે. તેમની આવકના બે સ્ત્રોત હોય છે. એમ પણ કહેવાય છે કે તેમને અચાનક ધન લાભ થાય છે જેમકે લોટરી લાગવી કે અન્ય રીતે ઈનામ જીવતા. ટુંકમાં કહીએ તો જેટલી વધારે ભાગ્ય રેખા તેટલા વધારે આવકના સ્ત્રોત.

ચંદ્ર પર્વતથી શરુ થતી ભાગ્ય રેખા

image source

જો કોઈ વ્યક્તિની ભાગ્ય રેખા ચંદ્ર પર્વતથી શરુ થતી હોય તો તે વ્યક્તિ અમીર અને ધનવાન હોય છે. કહેવાય છે કે આવી રેખા ધરાવતી વ્યક્તિને અનેક યાત્રા કરવાના અવસર પ્રાપ્ત થાય છે. પરંતુ તે પોતાના લગ્ન જીવનથી અસંતુષ્ટ રહે છે.

ધુંધળી ભાગ્ય રેખા

image source

જ્યારે ભાગ્ય રેખા ધુંધળી હોય અથવા હથેળીમાં માંડ માંડ જોઈ શકાતી હોય તો ભાગ્ય અને નસીબ પર વ્યક્તિને અવિશ્વાસ હોય છે. આ રીતે ધુંધળી રેખા તે વ્યક્તિઓના હાથમાં હોય છે જે ભૌતિકવાદી હોય છે.

ભાગ્ય રેખા પર ટાપુ

image source

હથેળીમાં બે ભાગ્ય રેખા હોય અને તેના પર ત્રિકોણ જેવો આકાર હોય તો તેને પણ ખુબ ખરાબ સંકેત માનવામાં આવે છે. આ સ્થિતિ જીવનમાં ઘણા ઉતાર ચઢાવ દર્શાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !