વાળને એકદમ સિલ્કીની સાથે સાથે શાઈની અને મજબૂત કરવા વાપરો આ પ્રકારના હેર ઓઇલ

સિલ્કી-શાઈની-મજબૂત વાળ માટે આ ટિપ્સને ચોક્કસ ફોલો કરો – જાણો કેવા પ્રકારના હેરઓઈલ તમને તેમાં મદદ કરી શકે

image source

તમને એવી વ્યક્તિ ઘણી ઓછી જોવા મળશે જે કોઈ પણ પ્રયાસ વગર જ શાઈની, સિલ્કી અને મજબૂત વાળ ધરાવતી હોય. આવા વાળ માટે તમારે કંઈક તો મહેનત કરવી જ પડે છે. સિવાય કે તમારા જીન્સમાં જ સુંદર સિલ્કી વાળ હોય. આજે અમે તમને કેટલાક એ પ્રકારના હેર ઓઈલ વિષે જણાવીશું જે તમારા વાળને મજબૂત તો રાખે જ છે પણ સાથે સાથે સિલ્કી અને શાઈની પણ બનાવે છે.

image source

પણ તે પહેલાં તમારે તમારા વાળ માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે વિષે જાણી લેવું જોઈએ.

શાઈની-સ્ટ્રોંગ હેર માટે આટલુ કરો

– તમારા વાળની સંભાળ લેતી વખતે સ્ટીમનો ઉપયોગ કરો. તે તમારી ખોપરીમાં લોહીના ભ્રમણને વધારશે. અને આ રીતે તમારા વાળનો ગ્રોથ પણ વધશે.

image source

– હુંફાળા ગરમ પાણીએ વાળ ધોયા બાદ છેલ્લીવાર વાળ ધોવો ત્યારે તમારે ઠંડા પાણીનો ઉપયોગ કરવો. કારણ કે ગરમ પાણી તમારા કૂદરતી તેલને ખોપરીમાંથી દૂર કરી દે છે અને તેમ થવાથી તમારા વાળ રુક્ષ બની જશે અને ખોપરીની ત્વચા પણ.

– વાળમાં જ્યારે તેલથી મસાજ કરો ત્યારે તમારી આંગળીના છેડાથી વાળની નીચેની ચામડી પર મસાજ કરો. તેમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધશે. પણ તેમ કરતી વખતે તમારે તમારા નખનો ઉપયોગ નથી કરવાનો.

– વાળ ધોતા પહેલાં હંમેશા તેલનું મસાજ લેવાનું ન ભૂલવું.

image source

– ઘરમાંથી બહાર નીકળતી વખતે તમારા વાળને દુપટ્ટા કે ટોપી દ્વારા પ્રોટેક્ટ કરવાનું ન ભૂલો.

– નિયમિત પણે તમારા વાળે થોડા થોડા ટ્રીમ કરતા રહો.

– જો પ્રસંગોપાત તમારે તમારા વાળને સ્ટ્રેઈટ કવા પડતા હોય કે પછી કર્લ કરવા પડતા હોય તો તે પહેલાં તમારે હેર સિરમનો ઉપયોગ કરવાનું ન ભુલવું.

શાઈની – સ્ટ્રોંગ હેર માટે આટલું કરવાનું ટાળો

image source

– ભીના વાળમાં ક્યારેય કાંસકો ન ફેરવવો. તેમ કરવાથી તમારા વાળ ઉતરવા લાગશે.

– સ્વીમીંગપુલમાં ક્યારેય સ્વીમ કેપ વગર ન ઉતરવું.

– તમારા વાળને રફલી હેન્ડલ ન કરો, તેને રફલી ધોવાનું ટાળો તેમ કરવાથી તમારા વાળ નબળા પડશે અને તેમાં બ્રેકેજ આવશે.

image source

– વાળને કાંસકાથી રફલી ન ઓળો. તમારા વાળના પ્રકાર પ્રમાણે હેર બ્રશ તેમજ કાંસકાનો ઉપયોગ કરો. જો તમારા વાળ ફ્રીઝી હોય તેમાં વારંવાર ગુંચ વળી જતી હોય તો વાળ ઓળતા પહેલાં તેના પર સિરમ લગાવો જેથી કરીને વાળ તૂટે નહીં.

– વારંવાર તમારા વાળને સ્ટાઇલ કરવાનું ટાળો.

– વાળ ધોવા માટે ગરમ પાણી ન વાપરો. તે તમારા વાળના મૂળિયાને નબળા પાડશે અને તે સરળતાથી ટૂટી જશે.

image source

– ઉંઘતી વખતે તમારા વાળને ખુલ્લા ન રાખો.

– કન્ડીશનરનો ઉપયોગ ક્યારેય તમારા વાળની નીચેની ચામડી પર ન કરવો પણ માત્ર તમારા વાળ પર જ તેને લગાવવું. તેને પાંચ મીનીટ રાખવું અને ત્યાર બાદ ધોઈ લેવું.

– અઠવાડિયામાં બે જ વાર વાળ ધોવા, વારંવાર વાળ ધોવાનું ટાળો.

image source

– તેમજ તમારા વાળની ટાઈટ ચોટલી પણ ન વાળો કે ટાઈટ અંબોડો કે પોની ટેઇલ પણ ન બનાવો.

યોગ્ય હેરઓઈલનો ઉપયોગ કરો

તમારા વાળ ગમે તે પ્રકારના હોય, તે મજબૂત હોય ના હોય, શાઈની હોય ડલ હોય, ઓઈલી હોય કે શુષ્ક હોય તમારે તમારા વાળને તેલનું માલિશ આપીને પોષણ પુરુ પાડવું જ જોઈએ. તેના માટે તમારે ઇ વિટામીન તેમજ ફેટી એસીડથી ભરપૂર તેલનો ઉપયોગ કરવો જોઈએ. તે તમારા વાળને મજબૂત બનાવશે અને શાઈની પણ બનાવશે.

બદામનું તેલઃ

image source

જે લોકોને સતત ડેન્ડ્રફની સમસ્યા રહેતી હોય તેમણે બદામનુ તેલ વાપરવું જોઈએ. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ તેમજ વિટામીન ઈ અને મગ્નેશિયમ તમારા હેર ગ્રોથને વેગ આપશે. તે ખોપરીમાં થતી ખજવાળ તેમજ બળતરાને પણ દૂર કરશે.

કોપરેલ તેલઃ

image source

કેટલાક લોકોને ડ્રાઈ હેરની સમસ્યા હોય છે તો કેટલાકને ઓઈલી હેરની સમસ્યા હોય છે. જો તમને પણ તેવી સમસ્યા હોય તો તમારે આવા સંજોગોમાં કોપરેલ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં વિટામીન્સ, કાર્બોહાઇડ્રેટ અને મિનરલ્સ સમાયેલા છે જે તમારા વાળને મજબૂત બનાવે છે અને તેન તૂટતા પણ અટકાવે છે.

રોઝમેરી એસેન્શિયલ ઓઈલઃ

image source

ઘણા લોકોને લાંબા વાળ ખૂબ પસંદ હોય છે અને યોગ્ય પ્રયાસના અભાવે તેમનું તે સ્વપ્ન સ્વપ્ન જ રહી જાય છે. તો વળી કેટલાકને ઘેરા જાડા વાળ પસંદ હોય છે. જો તમે પણ આ બન્ને ગુણ તમારા વાળમાં ઇચ્છતા હોવ તો તમારે રોઝમેરી એસેન્શિયલ ઓઈલના મસાજનો પ્રયોગ કરવો જોઈએ.

કોઈ પણ એસેન્શિયલ ઓઈલ તીવ્ર હોવાથી તેનો એકલો ઉપયોગ ક્યારેય ન કરવો. તેને તમારે કોપરેલ તેલ કે પછી ઓલીવ ઓઈલમાં બે-ત્રણ ટીપાં નાખીને તેનું મસાજ કરવું. તેલનું મસાજ કર્યા બાદ 15 મીનીટ બાદ વાળ ધોઈ લેવા. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

લેવેન્ડર એસેન્શિયલ ઓઈલઃ

image source

લેવેન્ડર ઓઈલનો ઉપયોગ તમે માનસિક તાણ દૂર કરવા કરી શકો છો. વાળ ખરવાનું એક મુખ્ય કારણ તમારી માનસિક તાણ હોઈ શકે છે. લેવેન્ડર એસેન્શિયલ તેલમાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે તે તમારી ખોપરીનું સ્વાસ્થ્ય વધારે છે અને તે વાળ ખરતા પણ અટકાવે છે.

અને પરીણામે તમારા વાળ મજબૂત, ઘેરા અને લાંબા બને છે. તેના માટે તમારે ઓલીવ ઓઈલ અથવા તો કોપરેલ તેલમાં લેવેન્ડર એસેન્શિયલ ઓઈલના 7-8 ટીપાં ઉમેરવા. વાળ ધોવા હોય તેના અરધા કલાક પહેલાં આ તેલનું મસાજ કરવું. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

પેપરમીન્ટ એસેન્શિયલ ઓઈલઃ

image source

પેપરમિન્ટ એસેન્શિયલ ઓઈલ તમારી ખોપરીને ઠંડક આપે છે. તે તમારા વાળ નીચેની ચામડીમાંના લોહીનું સર્ક્યુલેશનને પણ વધારે છે. જો કે આ તેલ અત્યંત તીવ્ર હોવાથી તમે તેને એકલું ન વાપરી શકો પણ તેને તમારે બીજા તેલ સાથે મિક્સ કરીને વાપરવું જોઈએ.

તમે જે રેગ્યુલર તેલ વાપરતા હોવ તેમાં આ તેલના માત્ર બે જ ટીપા ઉમેરવા. અને તમે જ્યારે વાળ ધોવાના હોવ તેના અરધા કલાક પહેલા તેનું મસાજ કરી લેવું.

એરગાન ઓઈલઃ

image source

જો તમને તમારા વાળ સતત ફ્રીઝી અને ડ્રાઈ રહેતા હોવાની ફરિયાદ હોય તો તમારે તે સમસ્યા દૂર કરવા માટે એરગાનનું તેલ વાપરવું જોઈએ. તે વિટામીન ઇ તેમજ ફેટી એસિડ્સથી ભરપૂર હોય છે. તે તમારા વાળને સોફ્ટ અને શાઈની બનાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ